સુરતમાં માસીએ જ કરી ભાણિયાની હત્યા, કારણ જાણીને કંપારી છૂટી જશે

ગુજરાતમાંથી ઘણીવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે. કેટલીકવાર અંગત અદાવત તો કેટલીકવાર અવૈદ્ય સંબંધ તો કેટલીકવાર ચોરીને કારણે પણ હત્યા કરી દેવામાં આવતી હોય છે. ત્યારે હાલ કિસ્સો સુરતમાંથી સામે આવ્યો છે, જેમાં એક માસીએ પોતાના સગા ભાણિયાની 200 રૂપિયાની ચોરીની શંકા જતા હત્યા કરી નાખી. નાનપુરા ખંડેરાવપુરા વિસ્તારમાં સગી માસીએ જ પોતાના 12 વર્ષિય ભાણિયાની 200 રૂપિયાની ચોરીની શંકા જતા એટલો માર માર્યો કે તેનું મોત થઇ ગયુ.

ગુજરાતીમાં એક કહેવત છે માનો દરજ્જો માસીને પણ આપવામાં આવતો હોય છે. જો કે, સુરતની આ ઘટનાએ તો માસી-ભાણિયાના સંબંધોને શર્મશાર કર્યા છે. આ હત્યા ફક્ત 200 રૂપિયાની ચોરીનો વહેમ રાખીને કરવામાં આવી હતી. ઘટના અંગે મૃતકની માતાએ, સુરત અઠવાલાઇન્સ પોલીસ મથકમાં પોતાની હત્યારી બહેન વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે અને પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપી માસીની ધરપકડ કરી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, સુરતના વરીચાવી બજારમાં રહેતા રેશમા બીબી ઉર્ફે પિંકી મોહમ્મદ જુબેર ગુલામ મુસ્તુફા શેખે પોતાની

બહેન શહેઝાદી સલીમ અકબર શાની વિરુદ્ધ અઠવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જેમાં આરોપ લગાવવામાં આવ્યો હતો કે તેની સગી બહેને તેના 12 વર્ષના પુત્રની હત્યા કરી છે. જો કે, ફરિયાદ નોંધાતા પોલીસ પણ ચોકી ગઇ હતી. માસીએ 12 વર્ષના પુત્ર સિરાઝુલ પર ચોરીનો આરોપ લગાવી તેને માર માર્યો હતો. લાકડાના ધોકા વડે માર મારતા 12 વર્ષના પુત્રનું મોત થયુ હતુ. આ ફરિયાદ ને આધારે અઠવા પોલીસે ગણતરીના સમયમાં જ આરોપી માસીની ધરપકડ કરી હતી.

પ્રતિકાત્મક તસવીર

12 વર્ષના બાળકને માત્ર 200 રૂપિયાની ચોરીની શંકા જતા ક્રુરતાપૂર્વક ફટકારવાથી મોતની ઘટનાએ આખા વિસ્તારમાં અરેરાટી ફેલાવી દીધી હતી. હત્યા કરનાર માસીના 200 રૂપિયા ચોરાઈ ગયા હતા અને બાળક પર ચોરીનો વહેમ રાખી તેણે તેને માર માર્યો હતો. માસીએ સતત 3 દિવસ 12 વર્ષીય માસુમને ફટકાર્યો હતો. જેમાં બાળકનું મોત નિપજ્યું હતું. મૃતકના પિતા છોડી ગયા બાદ માતાએ બીજા લગ્ન કર્યા હતા અને તેને તેની માસીને સોંપ્યો હતો.

Shah Jina