રસોઈ

મસાલા પાસ્તા બનાવાની સૌથી આસાન રેસીપી, આંગળીઓ ચાટતા રહી જાશો તમે…

જો કે પાસ્તા તો દરેક ઘરમાં બનતા જ હોય છે, પણ આજે અમે તમારા માટે મસાલા પાસ્તા બનાવાની શાનદાર અને આસાન રેસીપી લઈને આવ્યા છીએ જેને તમે આજમાવી શકો છો.સામગ્રી:

પીસ્તા-250 ગ્રામ, શિમલા મિર્ચ કાપેલા-અળધો કપ, ટમેટા કાપેલા-અળધો કપ, ડુંગળી કાપેલી-અળધો કપ, લસણ કાપેલું-એક મોટી ચમચી, લીલા મરચા કાપેલા-એક નાની ચમચી, અજમાના પાન-એક નાની ચમચી, ટમેટા પ્યુરી-એક કપ, કાળી મરી પાઉડર-એક નાની ચમચી, લાલ મરચું પાઉડર-અળધી નાની ચમચી, પનીર-બે મોટી ચમચી, ખાંડ-એક નાની ચમચી, તેલ-બે મોટી ચમચી, નિમક-સ્વાદઅનુસાર, ગરમ મસાલો-એક ચપટી..

વિધિ:

પાસ્તાને ઉકાળીને અલગ રાખી દો. પછી એક કડાઈમાં તેલ ગરમ કરીને તેમાં લાલ મરચું, લસણ, ડુંગળી, ટમેટા, શિમલા મિર્ચ નાખીને 3 થી 4 મિનીટ સુધી સાંતળો. જ્યારે તે સાંતળી જાય, તો તેમાં ટમેટા પ્યુરી, કાળા મરી પાઉડર, લાલ મરચા પાઉડર, ખાંડ, નિમક નાખીને સારી રીતે મિલાવી દો. જ્યારે ગ્રેવી ઘાટી થઇ જાય, તો તેમાં પાસ્તા નાખીને સોસની સાથે ગરમા-ગરમ પીરસો.

Author: GujjuRocks Team
સંકલન: ઉર્વશી પટેલ
“ગુજ્જુ રોક્સ” પરની આ રસપ્રદ પોસ્ટ પસંદ આવી હોય તો આપના બહુમૂલ્ય પ્રતિભાવ કમેન્ટમાં લખજો અને પોસ્ટને શેર કરજો.

દરરોજ અનેક ઉપયોગી માહિતી અને અવનવી અલગ અલગ માહિતી વાંચો ફક્ત આપણા GujjuRocks પેજ પર.