મોટાભાગે લોકોને જમવા સમયે ચટાકો જોઈતો હોય છે અને તેના કારણે જ બધા જમતા સમયે ઘરે અને હોટેલમાં પણ પાપડ મંગાવતા હોય છે. ઘરે આપણે સામાન્ય રીતે રોસ્ટેડ અને ફ્રાય પાપડ જ ખાતા હોઈએ છીએ, પરંતુ આજે અમે તમને ટેસ્ટી મસાલા પાપડ બનાવવાની રીત જણાવવાના છીએ. તે તમે એકવાર ટ્રાય કરશો તો તમને વારંવાર એજ ખાવાનું મન થશે. ચાલો જોઈએ કેવી રીતે બનાવી શકાય. મસાલા પાપડ બનાવતા 5થી 15 મિનિટનો જ સમય લાગશે.

મસાલા પાપડ બનાવવાની સામગ્રી:
- 2 ડુંગળી
- 2 ટામેટા
- એક વાટકી લીલા ધાણા
- લાલા મરચું પાવડર
- મીઠું સ્વાદ અનુસાર
- તેલ જરૂરિયાત પ્રમાણે
- 1 વાટકી ઝીણી સેવ

મસાલા પાપડ બનાવવાની રીત:
- સૌથી પહેલા ડુંગળી, ટામેટા અને લીલા ધાણાને કાપીને એક બાઉલમાં બાજુ પર રાખી લેવા.
- હવે ધીમા તાપે ગરમ કરવા રાખી દેવું.
- તેલ ગરમ થતા જ પાપડ અંદર નાખીને સોનીરી થતા સુધી તળી લેવા.
- તળેલા પાપડને એક પ્લેટની અંદર બાજુ ઉપર રાખી લેવા.
- ત્યારબાદ ડુંગળી, ટામેટા અને લીલા ધાણાને પાપડ ઉપર ભભરાવી દેવા.
- ત્યારબાદ લાલ મરચું અને મીઠું પણ છાંટી દેવું.
- ઝીણી સેવને પણ પાપડ ઉપર ભભરાવી દેવી.
- તૈયાર છે તમારા ટેસ્ટી મસાલા પાપડ.
- વધુ સ્વાદ માટે તમે લીંબુનો રસ પણ છાંટી શકો છો.
- આ ઉપરાંત લીલા મરચા પણ તમે ઈચ્છો તો બારીક કાપીને નાખી શકો છો.

આ રેસિપી તમને કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો. જેથી આવી જ સરસ મઝાની રેસિપી અમે તમારા માટે લાવતા રહીએ.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.