રસોઈ

દેશ વિદેશમાં પ્રખ્યાત બનેલી કાઠિયાવાડી મસાલા ખીચડી આજે બનાવો સ્ટેપ બાય સ્ટેપ જોઈને

કાઠિયાવાડી લોકોનાં ઘરે રોજ ખીચડી બનતી હોય છે. ક્યારેક મગ દાળની સાદી ખીચડી તો ક્યારેક તુવેરદાળની વઘારેલી ખીચડી, તો ક્યારેક મિક્સ વેજીટેબલ ખીચડી પણ બનતી હોય છે. ખીચડી એ હેલ્થ માટે બેસ્ટ ખોરાક છે. પચવામાં હળવી ને બીમાર માણસને તો ફાટફટ ઊભા કરી દે એવા ખીચડીનાં ગુણ છે. એવું નથી કે ગુજરાતી લોકો જ ખીચડી ખાય છે. હવે તો દેશ વિદેશના લોકોની ભોજનમાં પહેલી પસંદ ખીચડી બની ચૂકી છે. એનાં આ ગુણને કારણે. તમે ક્યારેક બીમાર પડશો ને ડોક્ટર પાસે જશો તો ડોકટર પણ ખીચડી જ ખાવાનું કહેતા હોય છે મોટેભાગે, સાચું ને ? તો ચાલો આજે આપણે બનાવીશું મસાલા ખીચડી. તો જોઈએ સામગ્રી અને ખીચડી બનાવવાની પરફેક્ટ રીત.

સામગ્રી

 • ચોખા ૧ કપ
 • તુવેર દળ ૧/૪ કપ
 • આદુ લસણ લીલા મરચાની પેસ્ટ ૨ ચમચી
 • રાઈ ૧ ચમચી
 • ઝીરું ૧ ચમચી
 • લાલ મરચું ૧ ચમચી
 • હળદર ૧ ચમચી
 • ગરમ મસાલો ૧ ચમચી
 • હિંગ ૧/૫ ચમચી
 • લવિંગ ૩ નંગ
 • તજ ૨ નંગ
 • તેજ પતા ૧ નંગ
 • કઢી પતા ૩/૪ નંગ
 • સૂકા લાલ મરચાં ૨/૩ નંગ
 • સીંગદાણા ૧૦ થી ૧૫નંગ
 • ઘી ૧ ચમચી
 • બટાકા ૧ નંગ
 • ડુંગળી ૨ નંગ
 • ટામેટું ૧ નંગ
 • લીલી તુવેર ૧ કપ
 • તેલ ૪ ચમચી
 • મીઠું સ્વાદ મુજબ
 • પાણી જરૂર મુજબ

રીત

• સૌ પ્રથમ ખીચડી બનાવતી વખતે તુવેર ની દાળ અને ચોખાને ૨૦ મિનિટ પેલા પલાળી દો • અને ખીચડી બનાવતી વખતે એને બરોબર ધોઈ લો કુકર ગરમ થાય એટલે ૩ ચમચી તેલ નાખો• તેલ ગરમ થાય એટલે એમાં રાઈ ઝીરું તમાલ પતા લોન્ગ તજ ના ટુકડા અને પછી કઢી પતા હિંગ સૂકા લાલ મરચાં નાખી તતડવા દો• આદુ લસણ મરચાં ની પેસ્ટ નાખી ને ગેસ ધીમો કરી દો અને હલાવતા રો એમાં સીંગદાણા નાખી ને મિક્સ કરી ને હલાવી દો• પછી એમાં બધા મસાલા નાખી દો તમારા ટેસ્ટ મુજબ લાલ મરચું હળદર ગરમ મસાલો મિક્સ કરી હલાવી દો• પછી એમાં બટાકા ટામેટું ડુંગળી લીલી તુવેર નાખી પછી એમાં સ્વાદ અનુસાર મીઠું નાખી ને પાણી એડ કરો• પછી એમાં ચોખા અને તુવેર ની દાળ ને ધોઈ ને મિક્સ કરી દો અને પાણી ની જરૂર હોઈ તો ઉપર થી થોડું એડ કરો• ૨ મિનિટ ગરમ થવા દો અને પછી કુકર બંધ કરી દો અને ૨/૩ સિટી વાગે ત્યાં સુધી થવા દો• પછી કુકર ઠંડુ પડે એટલે કુકર ખોલી અને પછી એને ફરી એક વાર હલાવી ને મિક્સ કરી દો જેથી બધા શાકભાજી મિક્સ થઈ જાય• તૈયાર છે ગરમ ગરમ મસાલા ખીચડી એની સાથે છાશ પાપડ સાથે સર્વે કરી શકો છો. 

સંપૂર્ણ રેસીપીનો વિડીયો જોવા માટે નીચે આપેલ લિન્ક પર ક્લિક કરો:

Subscribe to our channel for more:

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.