રસોઈ

બોરિંગ નહિ પણ આ છે સ્વાદિષ્ટ મસાલા ખીચડી, નોંધી લો રેસિપી અને આજે જ બનાવો

ખીચડીનું નામ સાંભળીને એમ તો લોકો મોઢું ચડાવી દે કે જાઓ યાર ખીચડી તો કોણ ખાય! ખીચડી તો બીમાર લોકો ખાય, કે ઘરડા લોકો ખાય, પણ હવે એવું નથી રહ્યુ. હવે તો વિવિધ પ્રકારની ખીચડી બનાવી શકાય છે. તો આવી જ એક પ્રકારી ખીચડી એટલે કે મસાલા ખીચડી બનાવવાની રેસિપી અહીં આપી છે તમારા માટે, તો આજે જ બનાવો બોરિંગ નહિ પણ ખૂબ જ સ્વાદિષ્ટ ખીચડી.સ્વાદિષ્ટ ખીચડી બનાવા માટે આપડે જોઈશે

 • સામગ્રી
 • ચોખા 3/4 કપ
 • મગ દાળ 1/3 કપ
 • તુવેર દાળ 1/4 કપ
 • ગાજર 1/3 કપ
 • કોબીઝ 1/2 કપ
 • લીલા વટાણા 1/4 કપ
 • ટામેટા 1 નંગ
 • બટકા 1 નંગ
 • દૂધી 1/2 કપ
 • તેલ 2 ચમચી
 • ઘી 1 ચમચી
 • રાઈ 1 ચમચી
 • ઝીરું 1/2 ચમચી
 • તજ લવિંગ મરી 2/3 નંગ
 • હિંગ ચપટી
 • લીલા મરચા 1 ચમચી
 • હળદર 1 ચમચી
 • લાલ મરચું 1ચમચી
 • ધાણા ઝીરું 2 ચમચી
 • ધાણા ગાર્નીસિંગ માટે

રીત

સૌપ્રથમ એક કુકર ગરમ કરવા માટે મુકો

પછી એમાં તેલ અને ઘી એડ કરો અને પછી એમાં રાઈ ઝીરું એડ કરી મસાલા એડ કરો

પછી એમાં વેજિટેબલે એડ કરી મિક્સ કરી લો પછી એમાં દાળ ચોખા એડ કરી મિક્સ કરી લો

પંજાબી એડ કરો મિક્સ કરી લો અને પછી કુકર બંદ કરી 3 સિટી મારી દો

પછી થાય જાય એટલે એમાં ધાણા એડ કરી મિક્સ કરી લો અમે ગરમ ગરમ સર્વ કરો

એમાં ઉપર થી ઘી ભાવે તો એડ કરી ને સર્વ કરો

ઢીલી ઢીલી ખીચડી ખાવા ની ખુબજ મજા આવશે

જરૂર થી બનાવજો અને રેસીપી કેવી લાગી જરૂર થી જણાવજો અને અમારી youtube ચેનલ જરૂર થી વિઝિટ કરજો

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks