રસોઈ

મસાલા ચિપ્સ – ઘરના નાના મોટા દરેક સભ્યોને ભાવતી મસાલા ચીપ્સ બનાવો હવે ઘરે, એ પણ રેસ્ટોરાં જેવા જ ટેસ્ટની….

હાઇ ફેન્ડસ, કેમ છો?

તમને બધાને બટાકાની ચિપ્સ તો ભાવતી જ હશે પણ તમે બહાર જઇને ખાતા હશો.આજની મારી રેસીપીથી તમે બહાર જેવી જ મસાલા ચિપ્સ ઘરે જ બનાવી શકશો એ પણ ખુબ જ ઓછી સામગી્માં.અને આ ચિપ્સ તમે ઉપવાસમાં પણ ખાઈ શકો છો.તો હવે ઉપવાસમાં બનાવો કંઈક નવીન અને બધાને ખુશ કરી દો.

સામગી્:

  • બટાકા-5-6 નંગ
  • વિનેગર-2 ટી સ્પૂન
  • મરી પાઉડર-1 ટેબલ સ્પૂન
  • લાલ મરચુ-2 ટી સ્પૂન
  • મીઠુ-સ્વાદ મુજબ
  • બટર-1 ટેબલ સ્પૂન
  • ઓરેગાને-1 ટી સ્પૂન
  • તેલ-તડવા માટે

રીત:
મોટી સાઈઝનાં બટાકાને ધોઇને છાલ ઉતારીને ચિપ્સના શેઈપમાં કટ કરો.
કટ કરેલા બટાકાને 2-3 પાણીથી ધોઈને ચોખ્ખા પાણીમાં વિનેગર ઉમેરીને અડધો કલાક માટે રાખી મુકો.
ત્યારબાદ પાણી નીતારીને કોરા કપડામાં અધકચરા (પેટ ડા્ય) સુકાવા દો.
અડધા કપ પાણીમાં મીઠુ ઉમેરીને પાણી તૈયાર કરો.ગરમ થયેલા તેલમાં સુકવેલી ચિપ્સ ઉમેરીને તૈયાર કરેલુ પાણી 1 ટેબલ સ્પૂન તેલમાં નાખેલી ચિપ્સમાં ઉમેરો.
મિડિયમ આંચ પર કિ્સ્પી થાય ત્યાં સુધી તડાવા દો.ટીસ્યુ પેપર પર કાઢો જેથી એકસ્ટા્ તેલ શોષાઈ જાય.
એક પેનમાં બટર ગરમ થાય એટલે તેમાં તડેલી ચિપ્સ,લાલ મરચુ,મરી પાઉડર અને ઓરેગાનો ઉમેરીને સરખુ મિક્સ કરો. તો તૈયાર છે ચટપટી મસાલા ચિપ્સ.

કમેન્ટસમાં જણાવજો કે રેસીપી કેવી લાગી.

કિવ્ક રીકેપ:

Author: Bhumika Dave GujjuRocks Team
મિત્રો, આપ સૌ ને મારી આ રેસિપી કેવી લાગી ? કોમેન્ટ માં અચૂક જણાવજો…જેથી નવી વાનગી આપવા માટે અમને ઉત્સાહ રહે…
દરરોજ અવનવી વાનગી માટે લાઇક કરો અમારું પેજ – GujjuRocks – ગુજ્જુરોક્સ