મનોરંજન

નીના ગુપ્તાની દીકરીએ મસાબાના છૂટાછેડા પર તોડી ચુપ્પી, કહ્યું આના કરતા તો લગ્ન વગર એક છતની નીચે…

નીના ગુપ્તા તેની અંગત જિંદગીના નિવેદનને કારણે લગાતાર ચર્ચામાં રહે છે. નીના ગુપ્તાએ હાલમાં જ સલાહ આપી હતી કે, કયારે પણ પરિણીત પુરુષોના પ્રેમમાં ના પડવું જોઈએ. નીનાએ જણાવ્યું હતું કે, પરણિત પુરુષોના પ્રેમમાં પડવાથી તેનો અંત ખરાબ જ હોય છે. નીના ગુપ્તાના નિવેદનો વચ્ચે તેની દીકરીના છૂટાછેડાને લઈને ખુલાસો કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Neena ‘Zyada’ Gupta (@neena_gupta) on

નીના ગુપ્તાની દીકરી મસાબા છેલ્લા ઘણા સમયથી પતિ અને મશહૂર નિર્માતા મધુ મંટેના સાથેના છૂટાછેડાની ખબરોને લઈને ચર્ચામાં રહે છે. મસાબાએ 2015માં મધુ સાથે લગ્ન કર્યા હતા. મસાબા અને મધુ મંટેના ગત વર્ષ એટલે કે સપ્ટેમ્બર 2019માં એકબીજાથી અલગ થવાનો ફેંસલોઃ લીધો હતો. બંનેએ એકબીજાની સહમતીથી છૂટાછેડાનો કેસ દાખલ કર્યો હતો. આ બાદ કોર્ટે મસાબા ગુપ્તા અને મધુ મંટેનાનો કેસ બાંદ્રા ફેમિલી કોર્ટમાં કર્યો હતો. આ વાતને લઈને મસાબા અને મધુ ઘણા ચર્ચામાં રહ્યા હતા. તો મસાબાએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરી હતી જે વાયરલ થઇ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Mufasa✨🌙 (@masabagupta) on

મસાબાએ ઇન્સ્ટાગ્રામ ઓર તેના પતિ મધુથી અલગ થવાની ઘોષણા કરી હતી. મસાબાએ કહ્યું હતું કે, અમારા પરિવારજનો, દોસ્તો અને પરિચિતોને દુઃખ સાથે જણાવવાનું કે, હું અને મધુ અમારા લગ્નજીવનમાં એક પગલાં આગળ એટલે કે, બંનેએ અલગ થવાનો ફેંસલો કર્યો છે. અમે બંનેએ આ ફેંસલો મિત્રો, સહયોગીઓ અને માતા-પિતાની સલાહ બાદ લીધો છે. અમે એકબીજાથી અલગ થઇ રહ્યા છે અને આ સવાલનો જવાબ શોધવાની કોશિશ કરી રહ્યા છે કે, અમને જિંદગીમાં શું જોઈએ ?આ અમારી માટે મુશ્કેલ સમય છે. અમને પ્રાઈવર્સીની સખ્ત જરૂરત છે. અમે એટલા મજબૂત નથી કે, અમે સવાલના જવાબ દઈ શકીએ.

 

View this post on Instagram

 

A post shared by Mufasa✨🌙 (@masabagupta) on

નીના ગુપ્તાએ તેની દીકરી મસાબાના છૂટાછેડાને લઈને જણાવ્યું હતું કે, હું લિવ-ઈનની સખ્ત વિરોધી છું. જયારે મિસાબાએ મને લિવ-ઇનમાં રહેવા જવાની વાત કરી હતી ત્યારે મને બહુ જ ખરાબ લાગ્યું હતું. પરંતુ સમય સાથે મેં સ્વીકાર કરી લીધો હતો.

 

View this post on Instagram

 

A post shared by Mufasa✨🌙 (@masabagupta) on

જણાવી દઈએ કે, મસાબા બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝની એક ફેમસ ડિઝાઈનર છે. મસાબા નીના ગુપ્તા અને પૂર્વ વેસ્ટ ઇન્ડિયન ક્રિકેટર વિવિયન રિચર્ડ્સની દીકરી છે. નીના લગ્ન પહેલા જ પ્રેગનેંન્ટ થઇ ગઈ હતી. નીનાએ મસાબનાં જન્મ બાદ પણ વિવિઅન રિચર્ડ્સ સાથે લગ્ન કર્યા ના હતા અને એકલા જ હાથે જ મોટી કરી હતી. જણાવી દઈએ કે, મસાબનાં પતિ મધુ એક ફિલ્મ પ્રોડ્યુસર છે. મધુ ગજની, રણ અને મૌસમ જેવી ફિલ્મ પ્રોડ્યુસ કરી છે.

 

View this post on Instagram

 

A post shared by Neena ‘Zyada’ Gupta (@neena_gupta) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.