મહિન્દ્રા થારના દિવસો પુરા, હવે આવી રહી છે મારૂતિ સુઝુકીની નવી ધાકડ કાર, તસવીર જોઇને મન લલચાઇ જશે
ભારતીય વાહન બજારોમાં નાની કારોની જો વાત આવો તો તેમાં દેશની સૌથી મોટી કાર નિર્માતા કંપની મારૂતિ સુઝુકીનો દબદબો છે. ત્યાં જ્યારે SUVની વાત કરીએ તો, મહિન્દ્રાની કારોનું ધ્યાન આવે છે. પરંતુ હવે આ બંને વાહન નિર્માતાઓ વચ્ચે મુકાબલો વધવાનો છે. સુઝુકી પોતાની 5-ડોર SUVને જલ્દી જ ભારતીય બજારમાં લોન્ચ કરવાની તૈયારીમાં છે. આનો સીધો મુકાબલો મહિન્દ્રાની હોટ સેલિંગ SUV Thar સાથે થશે.ભારતીય બજારમાં સુઝુકી Jimmyની લાંબા સમયથી રાહ જોવાઈ રહી છે. આશ્ચર્યની વાત એ છે કે વિદેશી બજાર માટે તેનું ઉત્પાદન ભારતમાં જ થઈ રહ્યું છે અને અહીંથી તેની નિકાસ થઈ રહી છે.
આ હોવા છતાં સુઝુકીએ તેને હજુ સુધી દેશમાં લોન્ચ નથી કરી. આ SUVને ટેસ્ટિંગ દરમિયાન ઘણી વખત રસ્તાઓ પર જોવામાં આવી છે, હવે તમામ અટકળોમાંથી અલગ-અલગ રિપોર્ટ્સ સામે આવ્યા છે કે મારુતિ સુઝુકી ઓટો એક્સપો 2023માં જિમ્ની ઑફ-રોડરને લૉન્ચ કરી શકે છે.જો કે, જિમ્નીના લોન્ચને લઈને કંપની તરફથી હજુ કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી. જો રિપોર્ટ્સનું માનીએ તો, 3-દરવાજાના મોડલની સરખામણીમાં 5-દરવાજાની જિમ્નીનું કદ વધી ગયું છે, આ SUVની લંબાઈ વધીને 3,840 mm થઈ ગઈ છે અને તેનું વ્હીલબેઝ પણ વધીને 2,540 mm થઈ ગયું છે.
આ સિવાય કારની ઉંચાઈ અને પહોળાઈ સમાન રહેશે. સુઝુકીએ જિમ્નીના એન્જિનને પણ અપગ્રેડ કર્યું છે અને હવે તે 1.5-લિટર ટર્બોચાર્જ્ડ પેટ્રોલ એન્જિન સાથે આવે છે જે હાઇબ્રિડ ટેક્નોલોજીથી સજ્જ છે.નવી સુઝુકી જિમ્ની દેખાવમાં ખૂબ જ મજબૂત છે અને તેની ખડતલ સ્ટાઇલ જોઈને લાગે છે કે હવે મહિન્દ્રા એસયુવીનું ટેન્શન ખરેખર વધવાનું છે. પાછળની સીટમાં રહેનારાઓ માટે વધુ લેગરૂમ બનાવવા માટે સીડી-ફ્રેમ આર્કિટેક્ચરને વિસ્તૃત કરવામાં આવશે. આ કારણે આ SUVમાં એક્સ્ટ્રા બૂટ સ્પેસ પણ મળશે.
સુઝુકીની આ દમદાર કારની તસવીરો દર્શાવે છે કે નવી 5-દરવાજાની જીમ્નીને નવી, મોટી ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે જે નવી બ્રેઝા જેવી જ દેખાશે. અહેવાલ છે કે મારુતિ સુઝુકી આવતા વર્ષે ભારતીય બજારમાં 5-ડોર જિમ્ની લોન્ચ કરી શકે છે. જોકે, કંપની હાલમાં તેની લોન્ચ તારીખ, સ્પેસિફિકેશન અને કિંમત નક્કી કરી રહી છે. ભારતમાં મારુતિ જિમ્નીને બ્રેઝાના 1.5-લિટર K15C પેટ્રોલ એન્જિન સાથે હળવી હાઇબ્રિડ ટેક્નોલોજી સાથે ઓફર કરવામાં આવે તેવી શક્યતા છે.
આ એન્જિન 103bhpનો મહત્તમ પાવર અને 137Nmનો પીક ટોર્ક જનરેટ કરે છે. ટ્રાન્સમિશન વિકલ્પોમાં 5-સ્પીડ મેન્યુઅલ અને 6-સ્પીડ ટોર્ક કન્વર્ટર ઓટોમેટિક શામેલ હોઈ શકે છે. અપડેટેડ પેટ્રોલ મોટર સાથે, નવી બ્રેઝા મેન્યુઅલ ગિયરબોક્સ સાથે 20.15 kmpl અને ઓટોમેટિક ટ્રાન્સમિશન સાથે 19.80 kmplની માઇલેજનો દાવો કરે છે. નવી મારુતિ જિમ્ની 5-ડોર આ વર્ષના અંતમાં અથવા આવતા વર્ષની શરૂઆતમાં લૉન્ચ કરવામાં આવશે. તેવી શક્યતા છે. તેને જાન્યુઆરીના બીજા સપ્તાહમાં યોજાનાર 2023 ઓટો એક્સપોમાં પ્રદર્શિત કરી શકાય છે.