આ 18 વર્ષના છોકરાનો જુગાડ જોઈને તો હક્કાબક્કા રહી જશો, ફક્ત 45 હજાર રૂપિયામાં બનાવી નાખી કરોડોની રોલ્સ રોય્સ, જુઓ વીડિયો
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
Maruti 800 Transform Rolls Royce : આપણા દેશમાં કોઈપણ સમસ્યા માટે કોઈને કોઈ જુગાડ મળી જ જતો હોય છે, ખાસ કરીને આપણા દેશમાં વાહનો સાથે અલગ અલગ પ્રકારના જુગાડ જોવા મળતા હોય છે. ઘણા લોકો પોતાની સામાન્ય બાઈક કે કારને મોડીફાઇડ કરીને એવો લુક આપી દેતા હોય છે કે તે લક્ઝુરિયસ લાગવા લાગે છે અને આવા અનોખા વાહન જયારે રસ્તા પર નીકળે છે ત્યારે લોકોની નજર પણ તેને જોવા માટે થંભી જતી હોય છે. ત્યારે હાલ એવો જ એક કારનો જુગાડ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.
મારુતિ 800ને બનાવી રોલ્સરોય :
વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વ્યક્તિએ મારુતિ સુઝુકી 800ને કરોડો રૂપિયાની રોલ્સ રોયસમાં ફેરવી હતી. છોકરો કેરળનો છે અને તેની ઉંમર 18 વર્ષ છે. છોકરાએ શાનદાર યુક્તિઓનો ઉપયોગ કરીને માત્ર રૂ. 45,000માં મારુતિ 800ને રોલ્સ રોયસમાં બદલી, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ ગયા. એક સમય હતો જ્યારે મારુતિ 800 લોકોમાં ખૂબ જ લોકપ્રિય હતી. આ કાર વિદેશમાં પણ ખૂબ પ્રખ્યાત છે. આ કાર હવે તો બંધ થઇ ગઈ છે પરંતુ કેટલાક લોકો એવા છે જેઓ આ કારને મોડિફાઈ કરીને તેને અલગ લુક આપી રહ્યા છે, જેનો વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
18 વર્ષનો છે યુવક :
આ વીડિયો ટ્રિક્સ ટ્યૂબ બોય ફાઝીલ બશીર નામની યુટ્યુબ ચેનલ પર પોસ્ટ કરવામાં આવ્યો હતો. આ વિડિયોમાં, વ્લોગર કેરળના થ્રિસુર પ્રદેશના એક છોકરા સાથે વાત કરે છે જેણે ઘરમાં મિની રોલ્સ રોયસ બનાવી છે. રોલ્સ રોયસ બનાવનાર વ્યક્તિનું નામ હદીફ છે અને તે કોડુંગલુરનો રહેવાસી છે. હદીફ એક ઓટોમોબાઈલ પ્રેમી છે જેણે અગાઉ રોગચાળા દરમિયાન મોટરસાયકલ એન્જિનથી ચાલતી નાની જીપ બનાવી હતી. તેમની સૌથી તાજેતરની શોધ મારુતિ 800 પર આધારિત રોલ્સ રોયસ છે. આ કાર હદીફને તેના એક મિત્રએ આપી હતી.
લોકો પણ રહી ગયા હક્કાબક્કા :
કેરળના આ યુવકને રોલ્સ રોયસનો ઘણો શોખ હતો, પરંતુ તેની પાસે કરોડો રૂપિયાની કાર ખરીદવાના પૈસા નહોતા. તેથી જ તેણે જુગાડ કરવાનું વિચાર્યું. આ માટે તેણે મારુતિ 800નું પરિવર્તન કરવાની યોજના બનાવી. લગભગ ચાર-પાંચ મહિનાની મહેનત પછી તેણે પાંચ કરોડની રોલ્સ રોયસ જેવી ચાર લાખની કિંમતની આ કાર બનાવી. સૌથી મહત્વની વાત એ છે કે આ બધુ કરવા માટે આ યુવકે માત્ર 45 હજાર રૂપિયા ખર્ચ્યા હતા. આ દેશી જુગાડને જોઈને સોશિયલ મીડિયા યુઝર્સ પણ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. આ કોની કાર છે તેની કોઈ માહિતી નથી.
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા :point_right: અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં