ધન્ય છે આ માતાને !! દીકરાના શહીદ થવા ઉપર લગાવ્યા વંદે માતરમના નારા, કહ્યું, હવે વહુને સેનામાં મોકલશી, જુઓ વીડિયો

તમિલનાડુના કુન્નુર જિલ્લામાં થયેલ હેલીકૉપ્ટર દુર્ઘટનામાં રાજસ્થાનના ઝુંઝુનુ જિલ્લાના ચિરવા વિસ્તારના ગામ ઘરદાના ખુર્દના કુલદીપ સિંહ રાવ પણ સીડીએસ બિપિન રાવતના સાથે શહીદ થયા હતા. ભારતીય વાયુસેનામાં સ્ક્વોડ્રન લીડર કુલદીપ સિંહનો પરિવાર જયપુરમાં રહે છે. તેમના શહીદ થવાની ખબર સાંભળીને આખું ગામ શોકમાં છે.

દીકરાની શહાદતના સમાચાર મળ્યા બાદ તેની માતા કમલા દેવી ગુરુવારે જયપુરથી મૂળ ગામ ઘરદાના ખુર્દ પહોંચી હતી. માતા કમલા દેવીએ વંદે માતરમનો નારા લગાવતા કહ્યું કે જો મારી પાસે બીજો લાલ હોત તો હું તેને પણ સેનામાં મોકલી દેત. એકમાત્ર પુત્ર શહીદ થયા બાદ હવે પુત્રવધૂને મોકલીશ.

શહીદ કુલદીપના પિતા રણધીર સિંહ રાવ પણ ભારતીય વાયુસેનામાંથી નિવૃત્ત થઈ ગયા છે. રાવે કહ્યું કે મારા દીકરાએ દેશ માટે પોતાનો જીવ આપ્યો છે. દેશ માટે કામ કર્યું છે. તેમની શહાદત પર ગર્વ છે. જણાવી દઈએ કે, કુલદીપ સિંહ રાવ બુધવારે સીડીએસ બિપિન રાવતના હેલિકોપ્ટરમાં આસિસ્ટન્ટ પાયલટ તરીકે કોઈમ્બતુરથી સન્નુર જઈ રહ્યા હતા. રસ્તામાં હેલિકોપ્ટર અકસ્માત થયો હતો.

કુલદીપ રાવનો જન્મ 19 જાન્યુઆરી 1992ના રોજ થયો હતો. 1 જાન્યુઆરી 2015ના રોજ તેઓ એરફોર્સના ફ્લાઈંગ ઓફિસરની પોસ્ટ માટે ભરતી થયા હતા. પિતાની પોસ્ટિંગને કારણે તેણે મુંબઈમાં જ બીએસસી-આઈટીનો અભ્યાસ કર્યો. પછી એરફોર્સમાં ભરતી થયા. 19 નવેમ્બર 2019 ના રોજ તેમને મેરઠના યશસ્વી ઢાકા સાથે લગ્ન કર્યા.

Niraj Patel