ચોટીલાનાં નાનકડા એવા જીઝૂંડા ગામનાં વતની ભારતીય સૈન્યમાં લેહ ખાતે ફરજ બજાવતા 13 ડિસેમ્બરના રોજ શહીદ થયા હતા, જેના સમાચાર સાંભળીને આખા પંથકમાં શોકનું મોજુ છવાઈ ગયું હતું.

નાનકડા એવા જીઝૂંડા ગામનાં દેગામા પરિવારના કાનાભાઇ અને રમાબેનનો યુવાન પુત્ર વનરાજ દેગામા તેમનામાં રહેલા દેશપ્રેમને કારણે પાંચ વર્ષ પહેલા ભારતીય સૈન્યમાં જોડાયો હતો અને તે હાલમાં લેહ ખાતે એએસસી બટાલિયનમાં ફરજ બજાવતો હતો. શુક્રવાર એક દુર્ઘટનામાં તે શહીદ થયા અને આ વાતના સમાચાર તેમના પરિવારને મળતા જ પંથકમાં શોકનું મોજુ છવાઈ ગયું હતું.

ચોટીલાનાં જીઝૂંડાના શહીદ વીર જવાન વનરાજ દેગામાની ચોટીલાથી 17 ડિસેમ્બરે સવારે અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી. 16 ડિસેમ્બરે શહીદના પાર્થિવ દેહને મોડી સાંજે અમદાવાદ આર્મી કેમ્પ ખાતે લાવવામાં આવ્યો હતો અને અહીં આર્મીનાં અધિકારીઓએ તેને સલામી આપી હતી. એ પછી તેને ચોટીલા લાવવામાં આવ્યો હતો.

શહીદની અંતિમ યાત્રા તિરંગામાં લપેટાયેલ શહીદ વનરાજ દેગામાનાં પાર્થિવ દેહ સાથે પરિવારજનો અને ચોટીલા ચામુંડા ચોકડીથી થઈને પેટ્રોલપંપ અને શહેરનાં મુખ્ય રાજમાર્ગ ઉપરથી જીઝૂંડા ગામે પહોંચી હતી. મોટી સંખ્યામાં લોકોએ પાર્થિવ દેહના દર્શન કરી સલામી સાથે અંજલી આપી હતી. જેમાં આર્મીનાં અધિકારીઓ, સ્થાનિક પ્રશાસન, સામાજીક, રાજકિય આગેવાનો સહિત મોટી સંખ્યામાં લોકોએ વિરાંજલી આપી.

યાત્રામાં શહીદને ગાર્ડ ઓફ ઓનર આપવા અને અંતિમ વિધિ માટે આવેલા આર્મીના કેપ્ટન, રાજ્યનાં મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, સ્થાનિક અધિકારીઓ સાથે આર્મીના જવાનો, નિવૃત ફોજીઓ, સામાજીક રાજકીય આગેવાનો તથા વિવિધ સંસ્થાઓ યુવાનો વિદ્યાર્થીઓ અને લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા.
શૌર્ય ગીતો સાથે વીર શહીદ અમર રહો, વંદે માતરમ્ નારા સાથે અંતિમયાત્રાના દર્શન કરવા ચોટીલાના માર્ગો ઉપર લોકો મોટી સંખ્યા ઉભા રહી પુષ્પાંજલિ આપી શહીદને વીરાંજલી અર્પણ કરી હતી.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.