કાશ્મીરમાં શહીદ થયેલા વીર જવાનનો પાર્થિવ દેહ અમદાવાદ એરપોર્ટથી લવાયો વતન, પરિવાર સહિત આખુ ગામ હિબકે ચઢ્યુ

જમ્મુ -કાશ્મીરમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઇ હતી અને આ અથડામણમાં ગુજરાતના સપૂત શહીદ થઇ ગયા હતા. ખેડાના કપડવંજના વણઝારિયા ગામના આર્મી જવાન હરિશસિંહ પરમારે શહાદત વહોરતા પરિવાર સહિત ગામમાં શોક છવાઇ ગયો છે. પરિવારના માથે તો આભ તૂટી પડ્યુ છે. આજે હરિશસિંહ પરમારના પાર્થિવ દેહને વતન લાવવામાં આવ્યો છે. જયાં તેમને રાષ્ટ્રીય સન્માન સાથે વિદાય આપવામાં આવી રહી છે. શહીદ જવાન 25 વર્ષના હતા અને તેઓ પાંચ વર્ષ પહેલા સેનામાં  જોડાયા હતા.

આતંકવાદીઓ ફરી એક વખત ઘાટીને હચમચાવવાનો પ્રયાસ કરી રહ્યા છે અને ખાસ કરીને હિન્દુઓને નિશાન બનાવીને તેમની હત્યા કરી રહ્યા છે. જોકે, ભારતીય સેનાના બહાદુર સૈનિકો આતંકવાદીઓને ખતમ કરી રહ્યા છે. સેનાના જવાનોએ ઘણા આતંકવાદીઓને છેલ્લા દિવસોમાં ઠાર કર્યા છે. કમનસીબે આ ઘટનાઓમાં સેનાના કેટલાક જવાન પણ શહીદ થયા છે. જેમાં ગુજરાતનો એક જવાન પણ સામેલ છે.

ઉલ્લેખનીય છે કે, ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના વણઝારિયા ગામના રહેવાસી હરીશ સિંહ પરમાર જમ્મુ -કાશ્મીરના મચાલ સેક્ટરમાં આતંકવાદીઓ સામે લડતા શહીદ થયા હતા. પાંચ વર્ષ પહેલા 2016માં ભારતીય સેનામાં જોડાયેલા 25 વર્ષીય હરીશ સિંહ પરમાર જમ્મુ -કાશ્મીરમાં તૈનાત હતા. હરીશ સિંહ પરમારે મચલ સેક્ટરમાં સેના અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણ દરમિયાન દેશની સુરક્ષા માટે પોતાના પ્રાણની આહુતિ આપી હતી. હરીશસિંહ પરમારની શહીદીને કારણે વણઝારીયા ગામમાં 2500ની વસ્તી ધરાવતો તેમનો પરિવાર શોકમાં છે.

હરીશ સિંહના માતા -પિતા અને એક ભાઈ છે. તેઓ મે મહીનામાં લગ્ન માટે વતન વણઝારિયા ખાતે આવ્યા હતા. તેઓની ધામધૂમથી લગ્ન કરવાની ઇચ્છા હતી પરંતુ કોરોના મહામારીને કારણે તેઓને ગણતરીના મહેમાનોની હાજરીમાં લગ્ન કરવા પડે તેમ હતા. ત્યારે તેઓએ કહ્યુ હતુ કે તે પછીથી લગ્ન કરશે. તેઓ છેલ્લા 5 વર્ષથી ઇન્ડિયન આર્મીમાં ફરજ બજાવતા હતા. તેઓ જમ્મુ-કાશ્મીરમાં તૈનાત હતા. તેમના શહીદ થવાથી પરિવાર સહિત સમગ્ર ગામમાં શોક વ્યાપી ગયો છે.

શહીદ જવાન છેલ્લે મે મહિનામાં લગ્ન કરવા માટે વતન વણઝારીયા ખાતે આવ્યા હતા અને તેઓને ધામધૂમપૂર્વક લગ્ન કરવાની ઈચ્છા હતી પરંતુ કોરોના કાળને લીધે ગણતરીના મહેમાનો બોલાવાની સરકારી ગાઈડ લાઈન હોય તેઓ પછી લગ્ન કરીશ તેમ કહી 2 જૂનના રોજ નોકરી પર પરત ફર્યા હતા.

શહીદ જવાને કપડવંજ ખાતે જ સ્કૂલનો અભ્યાસ કર્યો હતો અને તેમને બાળપણથી જ આર્મીમાં જોડાવવાનો શોખ હતો. વર્ષ 2016માં જયારે તેમની પસંદગી આર્મીમાં થઇ હતી ત્યારે પરિવારમાં ઘણી ખુશી છવાઇ ગઇ હતી. પહેલા શહીદ જવાનનું પોસ્ટિંગ આસામ, રાજસ્થાન અને ત્યાર બાદ જમ્મુ-કાશ્મીર ખાતે થયુ હતુ.

હરીશસિંહના શહીદ થવાના સમાચાર મળતા ગ્રામજનો અને મિત્રોમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી. શહીદના ઘરનો માહોલ ઘણો જ ગંભીર જોવા મળી રહ્યો હતો. શહીદ જવાનની એક વર્ષ પહેલા જ સગાઈ થઈ હતી. આવતા વર્ષે ફેબ્રુઆરીમાં લગ્ન પણ થવાના હતા. તેમની ધામધૂમથી લગ્ન કરવાની પણ ઇચ્છા હતી. પરંતુ કોરોનાને કારણે તેમની ઇચ્છા પૂરી ન થઇ નહિ અને તે બાદ આવતા વર્ષે તેઓ ધામધૂમથી લગ્ન કરવાના હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

25 વર્ષીય હરીશસિંહ પરમાર જમ્મુ-કાશ્મીરમાં શહીદ થયા હતા. જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ સાથેની અથડામણમાં તેમને ગોળી વાગી હતી. ત્યારબાદ મંગળવારે તેમનો પાર્થિવદેહ વણઝારિયા ગામ પહોંચતા પરિવાર અને મિત્રો સહિત ગ્રામજનોમાં શોકની લહેર દોડી ગઈ હતી.આર્મી જવાનના પિતા રાધેસિંહ અમરાભાઈ પરમારને સંતાનમાં બે દિકરા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

જેમાં સૌથી મોટો દિકરો હરિશસિંહ આર્મીમાં જ્યારે નાનો દિકરો સુનીલ અભ્યાસ કરી રહ્યો છે. હરિશસિંહે કપડવંજની માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં શિક્ષણ મેળવ્યું હતું.હરિશસિંહની પહેલી પોસ્ટિંગ આસામ, બીજી રાજસ્થાન અને છેલ્લે જમ્મુ કાશ્મીરમાં મછાલ સેક્ટરમાં હતી, જ્યાં આતંકીઓ સાથેની અથડામણમાં ગોળી વાગતા શહીદ થયા હતા.વીર જવાન અમર રહે..!

Shah Jina