ખબર

જવાનની છેલ્લી ઈચ્છા રહી ગઈ અધૂરી, માતાએ પોતાના લાલને સલામી સાથે વિદાય વાંચો સ્ટોરી

એક તરફ આપણા દેશમાં કોરોના વાયરસનો ખતરો ચાલી રહ્યો છે તો બીજી તરફ સરહદ ઉપર પણ તણાવ ચાલી રહ્યો છે, પાકિસ્તાનના જમ્મુ કાશ્મીરના રાજૌરીમાં નિયંત્રણ રેખા પાસે ગુરુવારના રોજ ભારત-પાકિસ્તાન સરહદ ઉપર પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા હુમલામાં ટાલાના ગામ હરચોવાલના જવાન નાયક ગુરુચરણ સિંહ જેમની ઉંમર માત્ર 28 વર્ષની હતી તે શહીદ થઇ ગયા હતા.

Image Source

શહીદ ગુરુચરણ 13 જાન્યુઆરીએ લોહડીનો તહેવાર મનાવ્યા બાદ ફરજ ઉપર પાછા જોડાયા હતા. તેમને 2 બાળકો હતા અને જયારે તેમનો પાર્થિવ દેહ તેમના ગામમાં પહોંચ્યા  શોકનું વાતવરણ સમગ્ર ગામમાં ફેલાઈ ગયું. તે 14 શીખ રેજિમેન્ટમાં ફરજ નિભાવી રહ્યા હતા.

Image Source

સંપૂર્ણ રાજકીય સન્માન સાથે શહીદનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો, તેમની માતાએ પોતાના લાલને સલામી આપી અને અંતિમ વિદાય આપી હતી, આ પાલ જોઈને ત્યાં ઉપસ્થિત સૌની આંખો આનુંસૌથી છલકાઈ ગઈ હતી. શહીદની માતાએ જણાવ્યું કે ગુરુવાર સવારે તેમને ફોન આવ્યો હતો કે તેમનો દીકરો ઘાયલ થઇ ગયો છે. ત્યાર બાતે ગુરુચરણ સિંહની પત્નીને રંજીત કૌરને ફોન આવ્યો કે તેઓ શહીદ થઇ ગયા છે.

Image Source

શહીદ ગુરુચરણ સોનહની ચિતાને જયારે 6 મહિનાના દીકરા અગમજોત સિંહે મુખાગ્નિ અપાઈ ત્યારે પણ સૌની આંખો નમ થઇ ગઈ હતી, તેમની પત્ની અને માતા પણ ભાવુક થઇ ગયા હતા. ગુરુચરણના પિતા રિટાયર્ડ ફોજી છે. તેમને કહ્યું કે દિકરાથી છુટા પાડવાનું દુઃખ છે પરંતુ ગર્વ એ વાતનો છે કે દીકરાએ પોતાના દેશ માટે શહાદતનો જામ પીધો છે. તેમને એમ પણ જણાવ્યું કે બુધવારના દિવસે જ ગુરુચરણનો ફોન આવ્યો હતો તેમને બાળકોના ફોટો જોવા માટે માંગ્યા હતા અને જલ્દી જ રજાઓમાં ઘરે આવવાનું જણાવ્યું હતું.

ઈશ્વર શહીદના આત્માને શન્તિ અર્પે !! આ દેશ તેમના બલિદાનને હંમેશા યાદ રાખશે !! ૐ શાંતિ !!!

Author: GujjuRocks Team

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.