નક્સલી હુમલામાં શહિદ થયેલા દિપક ભારદ્વાજના ગયા વર્ષે જ થયા હતા લગ્ન, પરિવારમાં છવાઈ ગયો માતમ

ગઈકાલે આપણા દેશની અંદર ખુબ જ દુઃખદ ઘટના ઘટી, છત્તીસગઢના બીજાપુરમાં થયેલા નક્સલી હુમલામાં આપણા દેશના 22 જવાનો શહિદ થઇ ગયા જયારે 32 જવાનો ઘાયલ છે અને એક જવાન હજુ પણ લાપતા છે.

આ શહીદ થવા વાળા જવાનોમાં એક દિપક ભારદ્વાજ પણ હતા. જેમના લગ્ન ગયા વર્ષે જ થયા હતા. થોડા સમય પહેલા જ આ ઘરની અંદર ખુશીઓ છવાયેલી હતી, પરંતુ દીપકના શહીદીના સમાચાર સાંભળી અને પરિવારમાં માતમ છવાઈ ચુક્યો છે.

આ ઘટનાની અંદર સંઘના માલખરૌંદા તાલુકાના અધ્યક્ષ રાંધેલાલ ભારદ્વાજનો યુવાન પુત્ર ઉપનિરીક્ષક દિપક ભારદ્વાજ શહીદ થઇ ગયો. પ્રદેશના શાસકીય સેવકોએ આ અમાનવીય કૃત્યની નિંદા કરતા નક્સલિયો સાથે આર-પારની લડાઈ લડવાની માનગ પ્રધાનમંત્રી મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને છત્તીસગઢના મુખ્યમંત્રી  બધેલને જણાવી છે.

સંઘના પ્રમુખ સંરક્ષક પીઆર યાદવ અને પ્રદેશ અધ્યક્ષ વિજય કુમાર ઝાએ જણાવ્યું કે દિપક ભારદ્વાજ શરૂઆતથી જ એક હોનહાર બાળક હતો. તેના પિતા માલખરૌંદા તાલુકાના શાખા અધ્યક્ષ છે. હવે આતંકવાદ, નક્સલવાદ સાથે આર-પાર કરવું જ આ શહીદોને સાચી શ્રદ્ધાંજલિ હશે. માતા પિતા અને પત્ની માટે આ ઘટના એટલા માટે વધારે પીડાદાયક છે કારણ કે શહીદ દિપક ભારદ્વાજના લગ્ન એક વર્ષ પહેલા જ થયા હતા.

Niraj Patel