જ્યોતિષ શાસ્ત્ર

ચાર ગ્રહોનાં શુભ સંયોગથી આજથી આ 7 રાશિઓ માટે રહેશે શુભ- જાણો તમારી રાશિ વિશે

જ્યોતિષ અનુસાર સપ્ટેમ્બર મહિનો ખુબ જ ખાસ રહ્યો છે. આ મહિનામાં કેટલાક મહત્વના ગ્રહોએ પોતાની રાશિ બદલી છે. આ સૂર્ય, બુધ અને શનિ આ ત્રણ ગ્રહે પોતાની રાશિ બદલી છે. હાલમાં સપ્ટેમ્બરનું છેલ્લું અઠવાડિયું ચાલે છે. આ છેલ્લે આઠવાડિયામાં ચાર ગ્રહના ચતુર્ગ્રહી યોગ બનવા જઈ રહ્યો છે જેના લીધે ઓક્ટોમ્બર મહિનામાં અઢળક લાભો થશે. કાલથી મંગલ ગ્રહનો પ્રવેશ કન્યા રાશિમાં થશે અને શુક્ર કન્યા ગ્રહમાં ઉદય થશે. આનાથી પહેલા સૂર્યનો પ્રવેશ સિંહ રાશિમાં થયો છે અને બુધ પહેલાથી જ કન્યા રાશિમાં છે. આમ સૂર્ય, મંગલ, બુધ, શુક્ર એકસાથે મળીને ચતુર્ગ્રહ યાગ બનાવશે. તો ચાલો જાણીએ તેનાથી કઈ રાશિને શું લાભ થશે.

1. મેષ – અ,લ,ઈ (Aries):

આ રાશિના જાતકોના છઠ્ઠા શત્રુભાવમાં મંગલ આવવાથી તેમને ઋણ રોગ અને શત્રુઓથી મુક્તિ મળશે. કોર્ટ કચેરીની બાબતમાં નિર્ણય તમારા અનુકૂળમાં આવશે. તબિયતનું ધ્યાન રાખવું.

2.વૃષભ – બ,વ,ઉ (Taurus):

વૃષભ રાશિના જાતકોના પંચમ ભાવમાં મંગળના પ્રવેશથી પરીક્ષામાં સફળતા મળશે. તેની સાથે સાથે સંતાનને લગતી ચિંતાઓથી પણ મુક્તિ મળશે. પ્રેમની બાબતમાં નિરાશા હાથ લાગશે. સાવધાન રહો અને પોતાના કામમાં ધ્યાન આપો.

3. મિથુન – ક,છ,ઘ (Gemini):

મિથુન રાશિના જાતકના ચોથા ભાવમાં મંગલના આવવાથી માનસિક ત્રાસ આપશે. પરિવારમાં ઝગડા થવાની સંભાવના છે. મિત્રો સાથે સારો વ્યવહાર કરવો. મકાન અને વાહનના કામનો સારો યોગ આવશે.

4. કર્ક – ડ,હ (Cancer):

આ રાશિના જાતકોનો મંગલ પરાક્રમી અને બહાદુર બનશે. તમારા દ્વારા લેવામાં આવેલ નિર્ણય અને કામમાં વખાણ થશે. તમારી જીદ પર કાબુ રાખો અને પરિવારમાં મતભેદ ઉત્પન્ન ન થવા દો.

5. સિંહ – મ,ટ (Lio):

આ રાશિના જાતકોના ધનભાવમાં મંગળના પ્રવેશથી તમને યોગ્ય ફળ મળશે. તમારી રાશિ માટે મંગળ યોગકારક છે. કાર્ય ક્ષેત્રના નજરિયાથી તો સારો સમય છે. ખરાબ નજરથી બચો.

6. કન્યા – પ,ઠ,ણ (Virgo):

કન્યા રાશિમાં મંગળની સાથે અન્ય ગ્રહોનો યોગ ખુબ જ ફાયદામંદ રહેશે, પરંતુ તમારા ધૈર્ય અને સંયમની પરીક્ષા લેશે. પોતાની રણનીતિઓને ગુપ્ત રાખી પોતાનું કાર્ય પૂર્ણ કરો.

7. તુલા – ર,ત (Libra):આ રાશિના જાતકોના બારમા ભાવમાં મંગળ પ્રવેશ કરશે. યાત્રાનો લાભ મળશે. વાહન સાવધાનીથી ચલાવો, દુર્ઘટનાથી બચજો. ઝગડાથી દૂર જ રહેવું સારું રહેશે.

8. વૃશ્ચિક – ન,ય(Scorpio):વૃષિકના લાભ ભવમાં મંગળ પ્રવેશવાથી કમાવવાના સાધનમાં વધારો થશે. અટકેલા પૈસા આવશે. કોઈ મોટું કામ પૂરું થશે. શાસન સત્તાનો સારો ઉપયોગ થઇ શકે છે. સમય સારો છે તેને ભરપૂર ફાયદો ઊઠવજો.

9.ધન – ભ, ધ, ફ, ઢ (Sagittarius):આ રાશિના જાતકોના દસમા કર્મભાવમાં મંગળના પ્રવેશથી ગરિમા અને હોદ્દામાં વૃદ્ધિ થશે. વિદેશી કંપની અથવા વિદેશી વ્યક્તિથી લાભ મળવાની શક્યતા છે.

10. મકર – જ, ખ (Capricorn):મકર રાશિના જાતકોના ભાગ્ય ભાવમાં મંગળના પ્રવેશથી ધાર્મિક કામ જાગૃતિ વધશે. તીર્થયાત્રા અથવા ફરવા જવાનો લાભ મળશે. સમાજમાં પ્રતિસ્થામાં વધારો થશે. નવું કામ મળી શકે છે.

11. કુંભ – ગ,શ,સ(Aquarius):આ રાશિના આઠમા ભાવમાં મંગળ પ્રવેશથી સ્વસ્થ્ય પર તેની વિપરીત અસર જોવા મળશે. તમારા ઉચ્ચ અધિકારી સાથે સારો સંબંધ બનાવી રાખજો. ષડયંત્રના શિકાર થવાથી બચો. માતા પિતાના સ્વાસ્થ્ય પર ધ્યાન રાખજો.

12. મીન – દ,ચ,જ,થ(Pisces):મીન રાશિના સાતમા પત્ની ભાવમાં મંગલ પ્રવેશથી દામ્પત્ય જીવનમાં કડવાહટ આવી શકે છે. ભણતરમાં સારી સફળતા મળશે. વ્યાપારની દ્રષ્ટિએ આ સારો સમય હશે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.