જ્યોતિષ શાસ્ત્ર

27 ડિસેમ્બરથી થશે મંગળનું સૌથી મોટું રાશિ પરિવર્તન, 12 રાશિઓમાં કોઈને થશે લાભ તો કોઈને થશે નુકસાન

વર્ષ 2020ના પૂરું થવાને હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે મંગળ ગ્રહ તેની સ્વરાશિ વૃશ્ચિક રાશિમાં 27 ડિસેમ્બરે ગોચર કરશે. ક્રોધ અને સાહસનો આ ગ્રહ 8 ફેબ્રુઆરી 2021 સુધી આ રાશિમાં રહેશે. મંગળ ગ્રહનું આ ગોચર કોઈ રાશિ માટે ખતર ક તો કોઈ રાશિ માટે શુભ પરિણામ લઈને આવશે. જ્યોતિષ શાસ્ત્રમાં મંગળ ગ્રહને એક ક્રૂર ગ્રહ ગણવામાં આવ્યો છે.જે વ્યક્તિના લગ્નજીવનને પ્રભાવિત કરી શકે છે. આ સાથે જ તે ઘણી પરેશાનીઓ પણ થઇ શકે છે. મંગળ ગ્રહના ગોચરની આ અસર 12 રાશિઓ પર પડશે.

મેષ રાશિ :

મેષ રાશિના જાતકો માટે મંગળ ગ્રહનું ગોચર અશુભ ફળ આપનારું સાબિત થશે. આ સમય દરમિયાન તમે કોઈ પણ દુર્ઘટનાના શિકાર બની શકો છો. આ સમય દરમિયાન આ રાશિના જાતકોએ વાહન ચલાવતી વખતે સાવધાની રાખવી જોઈએ.

વૃષભ રાશિ : વૃષભ રાશિ ના જાતકો પર મંગળના ગોચરની અસર વૈવાહિક જીવન પર પડશે. આટલું જ નહીં જીવનસાથી સાથેના સંબંધો આ સમય દરમિયાન બગડી શકે છે. આ સમય દરમિયાન આ રાશિના લોકોએ થોડું સાંભળીને રાખવું.

મિથુન રાશિ : આ રાશિના જાતકો માટે મંગળનો ગોચર શુબ સાબિત થશે. આ સમય દરમિયાન આ રાશિના જાતકો પર તેના શત્રુઓનો ભય રહેશે. આ રાશિના જાતકોએ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળશે. આ દરમિયાન તમારા સ્વાસ્થ્ય પર પણ અસર થશે.

કર્ક રાશિ : આ રાશિના જાતકોને મંગળના ગોચરના કારણે સંતાનના જીવનને લઈને ટેંશનમાં રહી શકે છે. તો પ્રેમ જીવનમાં લવ પાર્ટનર સાથે મનમેં નહીં રહે.

સિંહ રાશિ :

આ રાશિના જાતકોને આ સમય દરમિયાન સુખની કમી મહેસુસ થશે. આ રાશિના જાતકોના માતાની તબિયત પણ નાજુક રહી શકે છે. આ રાશિના જાતકોએ આ સમય દરમિયાન તેના સ્વાસ્થ્ય નું ખાસ ધ્યાન રાખવું.

કન્યા રાશિ: આ રાશિના લોકો આ સમય દરમિયાન સાહસમાં વૃદ્ધિ કરશે. તો કાર્યક્ષેત્રમાં આત્મવિશ્વાસ પણ વધશે. આ રાશિના લોકો બીજાની આગળ નીડર થઈને વાતને કહી શકશે.

તુલા રાશિ : આ રાશિના જાતકોને આ સમયમાં વાત કરવામાં તોછડાઈ જોવા મળશે. ક્રોધમાં આવીને કોઈને પણ ખરું-ખોટું સંભળાવી શકે છે. આ રાશિના જાતકોએ આ સમય દરમિયાન બોલવા-ચાલવામાં ખાસ ધ્યાન રાખવું.

વૃશ્ચિક રાશિ:

વૃશ્ચિક રાશિના જાતકોમાં મંગળના પ્રભાવને કારણે ગુસ્સો ઘણો વધી શકે છે. પરંતુ તમે અન્ય ક્ષેત્રમાં સફળતા મળશે.

ધન રાશિ : આ રાશિના જાતકોએ આ સમય દરમિયાન આવક કરતા વધારે ખર્ચો થશે. બેંક ખાતામાં રહેલા પૈસા પણ ખર્ચ થઇ શકે છે. આ સાથે જ ધનહાનિ થવાની પણ શક્યતા રહેલી છે. આ રાશિના જાતકોએ બધી રીતે સાંભળીને ચાલવું જોઈએ.

મકર રાશિ : આ રાશિના જાતકોએ આ સમયમાં આવકમાં વધારો થશે. આ રાશિના જાતકો તેના કાર્યક્ષેત્રમાં સારું પ્રદર્શન કરશે। આ રાશિના જાતકોનું બોસ અને સહકર્મીઓ સાથેના સંબંધો મજબૂત થશે.

કુંભ રાશિ :

આ રાશિના જાતકોના કાર્યક્ષેત્રમાં કાર્યક્ષમતા વધશે. તમારા સિનિયર તમારા કામથી બેહદ ખુશ થશે. આ રાશિના જાતકોએ એ ખાસ ધ્યાન રાખવું કે, કાર્યસ્થળ પર વિરોધીઓથી બચીને રહેવું.

મીન રાશિ : આ રાશિના જાતકોએ તેના ભાગ્યની બદલે તેની મહેનત પર વહદરો ભરોસો કરવો પડશે. આ સમયે તમે ફેંસલો લેવામાં થોડું અસહજ મહેસુસ કરશો. આ રાશિના લોકોએ અનુભવી લોકોની સલાહ લેવી વધારે બહેતર રહેશે.