જ્યોતિષ શાસ્ત્ર

મંગળ ગ્રહ કરવાનો છે રાશિ પરિવર્તન, જાણો બધી જ 12 રાશિઓ ઉપર કેવો રહેશે પ્રભાવ

જ્યોતિષ શાસ્ત્રની અંદર મંગળ ગ્રહને સેનાપતિ માનવામાં આવ્યો છે. જે વ્યક્તિની કુંડળીમાં મંગળ ગ્રહ પ્રબળ હોય છે તેને સામાન્ય રીતે ગુસ્સો વધારે આવે છે. મંગળ મજબૂત હોવાના કારણે વ્યક્તિને ઘણા ક્ષેત્રોમાં લાભ પણ સારો મળે છે. મંગળ સામાન્ય રીત 57 દિવસ બાદ પોતાની રાશિ બદલીને બીજી રાશિમાં પ્રવેશ કરે છે.પોતાની રાશિમાંથી મેષ રાશિમાં પ્રવેશ કર્યો છે. ચાલો જોઈએ આ ગોચારથી બીજી રાશિઓ ઉપર શું પ્રભાવ પાડવાનો છે.

Image Source

1. મેષ રાશિ:
મેષ રાશિના જાતકો માટે મંગળનું ગોચર એટલું ખાસ નહીં રહે. તમારું કોઈ બનતું કામ અટકી શકે છે. તમારો શત્રુ પક્ષ આ દરમિયાન મજબૂત બની શકે છે. બ્લડ પ્રેશર વધી શકે છે, તમારા સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખવું.

2. વૃષભ રાશિ:
વૃષભ રાશિના જાતકોનો ખર્ચ વધી શકે છે. ઘરના સદસ્યો સાથે પણ તાલમેલ થોડો બગડી શકે છે. જીવનસાથી સાથે પણ વિવાદ થઇ શકે છે. ધનની હાનિ થવાની સંભાવના છે. આ દરમિયાન સ્વાસ્થ્યને લઈને પણ વધારે ધ્યાન રાખવાની જરૂર છે.

Image Source

3. મિથુન રાશિ:
આ રાશિના જાતકો માટે મંગળનું ગોચર ખુબ જ સારું રહેશે. આર્થિક દૃષ્ટિએ તમને લાભ મળશે. તમારા કામ સફળ થશે. ઘરના સદસ્યોનું સમર્થન મળશે. વૈવાહિક જીવન પણ ખુશહાલ રહેશે. તમને આ સમય દરમિયાન સકારાત્મકતાનો અનુભવ થશે.

4. કર્ક રાશિ:
આ રાશિના જાતકોને કામકાજના ક્ષેત્રમાં કેટલીક અડચણોનો સામનો કરવો પડી શકે છે. આ સમય દરમિયાન પોતાની વસ્તુઓનો ખ્યાલ રાખવો, ચોરી થવાની સંભાવના છે. જીવનસાથી સાથે અણબનાવ થશે. ઘરમાં પણ કંકાશ રહેશે. તમે શરદી જુકામથી હેરાન થઇ શકો છો.

Image Source

5. સિંહ રાશિ:
સિંહ રાશિના જાતકોને પોતાના આત્મવિશ્વાસમાં ખોટ અનુભવાશે. કામકાજમાં પણ અડચણ આવી શકે છે. પરિવારના સદસ્યો સાથે મન મોટાવ રહશે. શત્રુપક્ષ સક્રિય હોવાના કારણે તમારી મુશ્કેલીઓ વધશે. વૈવાહિક જીવનમાં પણ ઉતાર ચઢાવ રહેશે.

6. કન્યા રાશિ:
આ રાશિના જાતકોની આર્થિક સ્થિતિ પણ એટલી સારી નહીં રહે. તમારા કામમાં અડચણો આવી શકે છે. દુર્ઘટનાની સ્થિતિથી પોતાને બચાવીને રાખવા.

Image Source

7. તુલા રાશિ:
આ રાશિના જાતકોને પોતાના વૈવાહિક જીવનમાં સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. આર્થિક નુકસાન થવાની પણ સંભાવના છે. આ દરમિયાન યાત્રા કરવાથી બચવું. આપ આ સમયે નકારાત્મકતાનો અનુભવ કરશો.

8. વૃશ્ચિક રાશિ:
વૃશ્ચિક રાશિના જાતકોને આ સમયે શત્રુ પક્ષ હાવી રહેશે. તમને સકારાત્મક અને ઉર્જાનો અનુભવ થશે. આર્થિક સ્થિતિમાં પણ સુધાર આવશે. મન પ્રસન્ન રહશે. માતા તરફથી સમર્થન પ્રાપ્ત થશે.

Image Source

9. ધન રાશિ:
સંતાન પક્ષ તરફથી કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. આર્થિક સ્થિતિ પણ સારી નહીં રહે. સ્વાસ્થ્ય સાથે જોડાયેલી કેટલીક સમસ્યાઓ થઇ શકે છે. રોકાણ કરેલા નાણામાં યોગ્ય લાભ નહીં મળે.

10. મકર રાશિ:
મકર રાશિના જાતકો માટે મંગળનું આ ગોચર એટલું ખાસ નહિ રહે. જમીન સંપત્ત સાથે જોડાયેલા મામલામાં તમને નુકશાન થઇ શકે છે. માનસિક રીતે તમે હેરાન થશો.

Image Source

11. કુંભ રાશિ:
કુંભ રાશિના જાતકો માટે મંગળનું મેષ રાશિમાં ગોચર અનુકૂળ સમય લાવશે. તમે શત્રુ પક્ષ ઉપર હાવી રહેશો. ઓફિસમાં તમે ઉચ્ચ અધિકારીઓનું દિલ જીતવામાં સક્ષમ રહેશો અને તમને ઊંચું પદ પણ મળી શકે છે. જીવનસાથી સાથે સંબંધો મજબૂત રહેશે.

12. મીન રાશિ:
મીન રાશિના જાતકો માટે સમય થોડો પ્રતિકૂળ રહેશે. આર્થિક સ્થિતિમાં ઉતાર ચઢાવ સંભવ છે. કામકાજમાં સફળતા મળવા ઉપર અવરોધ આવી શકે છે. જીવનસાથીની તબિયતનું ખાસ ધ્યાન રાખવું.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.