ખબર

આ શહેરમાં કોરોનાના દર્દીઓને મળે છે 5 સ્ટાર હોટલનું જમવાનું, કોઈ ચાર્જ નહીં લે

હાલ કોરોનાના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં કોરોનાના કેસ 2000 થી વધુ છે. બીજી તરફ દર્દીઓને હોસ્પિટલોમાં પૂરતી સવલતો ન મળતી હોવાની ફરિયાદો પણ સામે આવી રહી છે. આ માહોલમાં સુરતમાં ફાઈવ સ્ટાર હોટલ કોરોનાવાયરસના દર્દીઓને ભોજન આપવા માટે આગળ આવી છે.

Image source

સુરતની સિવિલ હોસ્પિટલમાં યોગ્ય જમવાનું ન મળતું હોવાની એક વીડિયો દ્વારા ફરિયાદો ઉઠી હતી. કોરોના વાયરસના દર્દીઓએ આ અંગે રજૂઆત કરી હતી. જે બાદ મજૂરાનાં ધારાસભ્યએ દર્દીઓનાં ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. તેના પગલે હોટલ મેરિયટ દ્વારા ભોજનની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. આમ આજથી હોટલે કોરોનાના દર્દીઓને જમવાનું પૂરું પાડશે. આ માટે હોટલ કોઈ ચાર્જ પણ લેશે નહીં.

Image Source

સુરત અમદાવાદ પછી કોરોનાવાયરસના ચેપના દર્દીઓની સંખ્યામાં ગુજરાતમાં બીજા સ્થાને છે. સુરતમાં કેસોનો આંકડો 338 પર પહોંચ્યો છે. એક તરફ અમદાવાદમાં પોઝિટિવ કેસોની સંખ્યા ઘટી રહી છે તો બીજી તરફ સુરતમાં કોરોનાના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

Image source

આશરે 250 જેટલા દર્દી માટે હોટલ દ્વારા આ ડીસ તૈયાર  કરીને દર્દીને પોહ્ચાડવામાં આવી હતી. જોકે, આ ડીસ તદ્દન મફતમાં આપવામાં આવી હતી. જોકે આજનુ જમવાનું જમીને દર્દીઓ પણ રાજી થઇ ગયા હતા.
જણાવી દઈએ કે,સુરતમાં અત્યાર સુધી નોંધાયેલા 338 કેસોમાંથી 10ના મોત થયા છે અને 11 લોકોને ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.