પાવાગઢના ગબ્બર પર જવાના માર્ગ પર આવેલા જંગલમાં જ 20 ફૂટની ઊંચાઈએ દુપ્પટો બાંધીને પ્રેમી પંખીડાએ મોતને કર્યું વહાલું… 10 દિવસ પહેલા જ યુવકના થયા હતા લગ્ન, જાણો સમગ્ર મામલો
ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા બધા મામલાઓ સામે આવી રહ્યા છે. જેમાં ઘણા લોકો આર્થિક તંગીના કારણે તો ઘણા લોકો પારિવારિક ઝઘડાના કારણે આપઘાત કરી લેતા હોય છે. તો સ્કૂલ કોલેજમાં ભણતા ઘણા બાળકો પણ પરીક્ષામાં નાપાસ થવાના ડરથી પણ આપઘાત કરી લે છે. લગ્ન જીવનમાં અણબનાવ અને પ્રેમ સંબંધોમાં પણ આપઘાત કરવાના ઘણા મામલાઓ સામે આવી ચુક્યા છે.
ત્યારે હાલ એક મામલો સામે આવ્યો છે પાવાગઢમાંથી. જ્યાં એક પરણિત પ્રેમી અને પ્રેમિકા પાવાગઢ ડુંગર પર ચઢવાના માર્ગ પર આવેલા અટક દરવાજાની સામે તરફના જંગલમાં ઝાડ પર ઓઢણી બાંધીને લટકી ગયા. આ યુવક કાલોલ તાલુકાનો હતો જ્યારે યુવતી ઘોઘંબા તાલુકાની વતની હોવાનું સામે આવ્યું છે.
આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર કાલોલ તાલુકાના રોયણ ગામના વતની કિરણ રાઠવા નામનો યુવક કોલજમાં આભ્યાસ કરતો હતો અને તેના લગ્ન 10 દિવસ પહેલા જ ઘોઘંબા તાલુકાના ગજાપુરા ગામનું યુવતી સાથે થયા હતા. પરંતુ કિરણને કોલજનાં અભ્યાસ દરમિયાન જ ઘોઘંબા તાલુકાના અમલીકુવા પંચાયતના મોગાધરા ગામની એક છોકરી સાથે પ્રેમ થયો હતો.
છોકરી હજુ સગીર વયની હતી અને તેની ઉંમર ફક્ત 16 વર્ષ હતી. જેના કારણે યુવકના પરિવારજનોએ યુવકના લગ્ન બીજી યુવતી સાથે કરી દીધા હતા. પરંતુ પ્રેમનો પરવાનો ચઢી ગયેલા આ પ્રેમી પંખીડાને અલગ થવું મંજુર નહોતું અને એટલે જ બંનેએ પાવાગઢના જંગલમાં જઈને ઝાડ સાથે ઓઢણું બાંધીને આપઘાત કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું.
ત્યાંથી પસાર થઇ રહેલા લોકોએ જંગલમાં 20 ફૂટની ઊંચાઈએ આ આ પ્રેમી પંખીડાના મૂર્તદેહને લટકતા જોઈને તાત્કાલિક પોલિસીને જાણ કરી હતી. પોલીસ પણ તબડતોબ ઘટના સ્થળે આવી પહોંચી હતી. જેના બાદ બંનેના મૃતદેહને ઝાડ પરથી નીચે ઉતારીને હાલોલ રેફરલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા.