જીવનશૈલી મનોરંજન

પરિણીત મહિલાઓએ ભૂલથી પણ આ વસ્તુ કોઈને ના આપવી જોઈએ અન્યથા લગ્નજીવન પર પડે છે અસર

પરિણીત સ્ત્રીઓ ખાસ વાંચજો

ભારત દેશ વિવિધતાનો દેશ છે. આપણા દેશમાં ઘણા બધા પ્રકારની પરંપરા અને રીતરિવાજ હોય છે. જયારે કોઈ યુવતીના લગ્ન થાય છે તો તેની સાથે બીજા ઘણા બધા સંબંધ બંધાઈ જાય છે. બધા સંબંધમાં સૌથી ખાસ સંબંધ હોય તો તે છે તેના લાઈફ પાર્ટનર સાથે એટલે કે પતિ સાથેનો.

Image Source

આપણે ઘરમાં ઘણીવાર જોતા હોય છે કે, વિવાહિત મહિલાઓ એકબીજા સાથે વસ્તુઓની અદલાબદલી કરતા હોય છે. કોઈ સગા સંબંધી કહે કે, બિંદી બહુ સારી લાગે છે તો તુરંત જ કાઢીને આપી દે છે. કોઈને આપવું એ વાત સારી છે. પરંતુ જે યુવતીના લગ્ન થઇ ગયા હોય તેને ક્યારે પણ આ વસ્તુ એકબીજાને આપવીના જોઈએ. આ વસ્તુ એકબીજા સાથે શેર કરવાથી પતિ-પત્નીના સંબંધો ખરાબ થાય છે. કહેવામાં આવે છે કે, આ વસ્તુ શેર કરવાથી સંબંધમાં તિરાડ પડી જાય છે.

આવો જોઈએ કંઈ વસ્તુ શેરના કરવી જોઈએ.

Image Source

પરિણીત મહિલાઓના જીવનમાં બંગડી અને પાયલ ખુશીઓ લઈને આવે છે. આપણે ઘણીવાર જોતા હોય છે કે, મહિલાઓ મેચિંગના ચક્કરમાં બીજાની બંગડી પહેરી લેતી હોય છે. આવું કરવાનું શુભ માનવામાં નથી આવતું.

Image Source

દરેક સુહાગન સ્ત્રીઓ માટે માથાની બિંદી લગાવવી અનિવાર્ય માનવામાં આવે છે. સિંદૂરની જેમ બિંદી પણ મહિલાઓ માટે સુહાગની ચિહન માનવામાં આવે છે. માનવામાં આવે છે કે, પોતાની બિંદી કયારે પણ કોઈને આપવી ના જોઈએ. જો કોઈને બિંદી આપવાની હોય તો નવી બિંદી ખરીદીને આપો.

Image Source

પરિણીત મહિલાએ તેના સુહાગની નિશાની સિંદૂરની ડબ્બીને ક્યારે પણ બીજા સાથે શેર કરવી ના જોઈએ. જે ડબ્બીમાંથી તે દરરોજ સિંદૂર લગાવતી હોય તેને કોઈને આપવું જોઈએ નથી. આ બીજા કોઈને ભગવાનને ચઢાવેલો સિંદૂર અને આખી સિંદૂરની ડબ્બી આપવામાં કોઈ તકલીફ નથી. આ સિવાય માન્યતા એ પણ છે કે, કોઈની સામે સિંદૂર લગાવવું જોઈએ નહીં. જયારે તમે એકલા હોય ત્યારે અને માથે દુપટ્ટો રાખીને જ સિંદૂર લગાવવું જોઈએ. આ ઉપાય કરવાથી પતિ-પત્નીના સંબંધમાં કોઈની નજર લાગતી નથી.

Image Source

અન્ય વાત કરવામાં આવે તો પરિણીત મહિલાએ કયારે પણ બીજાને તેનું કાજલ આપવું ના જોઈએ. તમારા પરિવારના સભ્ય હોય તેને પણ કાજલ આપવું ના જોઈએ. બીજાને કાજોલ આપવાથી મહિલાઓનો પોતાના પતિ માટેનો પ્રેમભાવ ઓછો થઇ જાય છે. પતિ-પત્ની વચ્ચે ઝઘડા થાય છે. તો વૈજ્ઞાનિક કારણ પણ બતાવવામાં આવ્યું છે કે બીજાનું કાજલ વાપરવાથી આંખની બીમારીનો ભોગ બનાઈ છે.

Image Source

સુહાગનના હાથોની મહેંદી તેના પતિના પ્રેમ અને તેની સલામતીની નિશાની માનવામાં આવે છે. માનવામા આવે છે કે, મહેંદીનો કલર જેટલો વધારે આવે છે તેટલો કજ તેના પતિનો પ્રેમ વધારે મળે છે. તેથી સુયજ્ઞ મહિલાઓ ક્યારે પણ મહેંદી કોઈને ના આપવી જોઈએ. મહેંદી જો તમે કોઈને આપવા માંગતા હોય તો નવી લઈને આપો. હાથ પર લગાવ્યા બાદ વધેલી મહેંદી બીજી સુહાગન સ્ત્રીને આપવી સારું નથી માનવામાં આવતું.