સંસ્કારી નગરીમાં પરિણીતાએ બે-બે પ્રેમીઓને રાખ્યા હતા અંધારામાં, બંનેએ ભેગા થઇ મહિલાની જે હાલત કરી તે…બહુ જ ખરાબ અંત આવ્યો

સંસ્કારી નગરીના થયા ધજાગરા: 3 સંતાનોની પરિણીત માતાનું એક નહીં બે-બે યુવકો સાથે લવ-ફેર, બંને પ્રેમીઓએ ખબર પડી ગઈ અને….

ગુજરાતમાંથી હત્યાના ઘણા કિસ્સા સામે આવે છે, હાલમાં જ વડોદરામાંથી વેબસિરીઝને ટક્કર મારે તેવો લવ ટ્રાયેંગલ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં બે પ્રેમીઓએ મળીને પરિણીત પ્રેમિકાની હત્યા કરી નાખી હતી અને પછી લાશને મિની નદીના બ્રિજ પરથી ફેંકી દીધી હતી. મામલાનો ભેદ ઉકેલ્યા બાદ છાણી પોલીસે બંને આરોપીઓને ઝડપી પાડ્યા હતા અને જેલ હવાલે ધકેલ્યા હતા. જણાવી દઇએ કે, 16 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારે મિની નદીના બ્રિજ નીચે એક અજાણી મહિલાની લાશ મળી આવી હતી, જેના ચહેરા પર ઇજાનાં નિશાન જોવા મળ્યા હતા. જો કે, લાશને પીએમ અર્થે મોકલાતા મહિલાના ગળે ટૂંપો આપવામાં આવ્યો હોવાનું સામે આવ્યુ હતુ.

આ અજાણી સ્ત્રીનાં સગાંસંબંધીઓ ન હોવાને કરણે પોલિસે સરકાર તરફે હત્યાનો ગુનો દાખલ કર્યો અને તપાસ શરૂ કરી કે આ મહિલા કોણ છે અને ક્યાં રહેતી હતી. આ હત્યાનો ભેદ ઉકેલવા અલગ અલગ ટીમો કામે લાગી હતી અને પોલિસે હોટલ્સમાં પણ તપાસ કરી અને રોડ પર પસાર થતાં વાહનો પણ ચેકિંગ કરીને તપાસ કરી હતી. ત્યારે ભરૂચથી લઈને આણંદ સુધી ટીમો મોકલીને વસાહતોમાં જઈને આ મહિલા ત્યાં રહે છે કે નહીં તે દિશામાં તપાસ હાથ ધરાઇ. મહિલાની લાશ મળી આવી ત્યારે એ જોવા મળ્યુ કે તેના જમણા હાથ પર હિન્દીમાં ઓમ લખેલું હતું અને એટલે મહિલા હિન્દી ભાષી હોવાનું લાગ્યુ.

જો કે, તેની તસવીર લઇને તપાસ કરાતા પોલીસને અંગત સોર્સથી માહિતી મળી કે આ મહિલા રણોલી બસ સ્ટેન્ડ નજીક ડાહ્યાભાઈની ચાલીમાં રૂમ-9માં રહેતી હતી.પોલીસે તપાસ કરી તો આ રૂમ ખાલી હતો પણ પોલીસને મહિલાનું આઇડી પ્રુફ સહિતની માહિતી મળી અને તેમાં તેનું નામ ચમેલી હોવાનું ખુલ્યુ. મૃતક ચમેલી પરણીત હોવાનું અને તેમ છતાં બે પ્રેમીઓ સાથે પ્રેમમાં પડી હોવાનું સામે આવ્યુ. તે બંને પ્રેમીઓને અંધારામાં રાખી બ્લેકમેલ કરતી અને આ વાતની જાણ થતા જ પ્રેમીઓએ ચમેલીને રસ્તામાંથી હટાવવાનો પ્લાન બનાવ્યો. બે આરોપીઓ અજય યાદવ અને ઉદયરાજ શુક્લાને ઉત્તરપ્રદેશથી પોલિસે ઝડપી પાડ્યા અને તેમને વડોદરા લાવવામાં આવ્યા.

તપાસ દરમિયાન પોલિસને એવું જાણવા મળ્યુ કે ચમેલી ધસિયા જ્યારે ઉત્તર પ્રદેશ રહેતી ત્યારે અજય સાથે પ્રેમ સંબંધ બંધાયો અને અજય વડોદરા નોકરી માટે આવતો ત્યારે ચમેલી તેની પાછળ વડોદરા આવી અને બંને પતિ-પત્ની તરીકે રહેતા. જો કે, અજયના લગ્ન નક્કી થતા તે વતન ચાલ્યો ગયો અને ચમેલી ધસિયા નજીક રહેતી તેની બહેનપણીના પતિ ઉદયરાજ શુક્લાના પ્રેમમાં પડી. જો કે, ઉદય તેને સાથે રાખવા તૈયાર નહોતો. એટલે ચમેલી બંનેને વારંવાર ધમકાવતી. આખરે ઉદય કંટાળતા તેણે અજય યાદવને ફોન કર્યો ચમેલીને કારણે તેનું નવું લગ્ન જીવન ભાંગી જશે તેમ કહી ઉશ્કેર્યો જે બાદ અજય વડોદરા આવ્યો અને બંને પ્રેમીઓએ ભેગા મળી ચમેલીની હત્યા કરી દીધી.

Shah Jina