સફાઇકર્મીનું અધમ કૃત્ય કર્યું, સ્પામાં જોબ કરતી પરિણીતા પાસે શરીરસંબંધ બાંધવા કહ્યું, પરિણીતાએ ના ના કહ્યું તો….
ગુજરાતમાંથી ઘણીવાર હત્યા, હત્યાના પ્રયાસ કે પછી દુષ્કર્મના કિસ્સા સામે આવે છે. હાલમાં રાજકોટમાંથી હત્યાના પ્રયાસનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અમિન માર્ગ પર આવેલ એસ.કે.સ્પામાં નોકરી કરતી 23 વર્ષની પરિણિતા પર સ્પામાં સફાઈ કામદાર તરીકે નોકરી કરતા યુવકે પાઇપના આડેધડ ઘા ઝીંક્યા હતા. આરોપી યોગેશ મનસુખ જંડાળીયાએ શારીરિક સબંધ માટે સ્પામાં કામ કરતી મહિલા પાસે માંગણી કરી હતી, પણ પરિણીતાએ ઈન્કાર કરતા યોગેશ ઉશ્કેરાઇ ગયો અને તેણે પરણિતાને પાઈપના આડેધડ ઘા ઝીંકી તેની હત્યાનો પ્રયાસ કર્યો.
જો કે, ઘટના બાદ માલવીયાનગર પોલીસે તાત્કાલિક હત્યાનો પ્રયાસ સહીતની કલમો હેઠળ ગુનો નોંધ્યો અને આરોપીની ધરપકડ કરી. મુળ જેતપુરની અને હાલ રૈયા રોડ વિસ્તારમાં રહેતી પરિણીતા રાજકોટના અમીન માર્ગ પર આવેલ એસ.કે.સ્પામાં ટેલીકોલર તરીકે છેલ્લા ચાર મહિનાથી નોકરી કરે છે. તેણે પોલીસને જણાવ્યું હતું કે સવારે 10.30 વાગ્યે તેનો પતિ સ્પામાં મુકી જતો રહ્યો હતો. ત્યારબાદ તે સ્પામાં રાખેલા સોફા પર બેઠી હતી. આ દરમિયાન સ્પામાં સફાઈ કામ કરતો યોગેશ તેની પાસે આવ્યો અને તેણે શરીર સબંધની માગણી કરી.

જો કે, પરણિતાએ આ વાતે ઈન્કાર કરતા યોગેશે કહ્યું કે તુ મને શારીરિક સબંધ માટે કેમ ના પાડે છે જેથી મેં કહ્યું મારી મરજી, મારે એવું કાંઈ કરવું નથી. જો કે, તે બાદ યોગેશ ઉશ્કેરાઈ ગયો તે સીધો નીચે જઈ લોખંડનો પાઈપ લઇ આવી પરણિતા કાંઈ સમજી શકે એ પહેલા જ યોગેશે પાઈપ વડે હુમલો કરી દીધો. યોગેશ પરણિતાને પાઈપના આડેધડ ઘા ઝીંકી લોહીલુહાણ કરી ભાગી ગયો હતો. જો કે, તે બાદ પીડિતાએ તેના પતિને ફેન કરી બોલાવ્યો અને પછી તેનો પતિ તેને રીક્ષામાં ખાનગી હોસ્પિટલ લઈ ગયો. ત્યારે આ બનાવ અંગે માલવિયાનગર પોલીસે હોસ્પિટલ જઈ ફરિયાદ નોંધી હતી અને પોલીસે આરોપીની ગણતરીની કલાકોમાં જ ધરપકડ કરી હતી.