પતિના બીજા લગ્નની જાણ થતા જ પ્રેમી સાથે ભાગી ગયેલી પત્ની આવી પરત, સાસુ અને પતિ પર કર્યો હુમલો, ગ્રામીણોએ પ્રેમી-પ્રેમિકાને એવો મેથીપાક ચખાડ્યો કે…

પહેલા પ્રેમી સાથે ભાગી પરણિતા, પતિએ કર્યા બીજા લગ્ન તો પહોંચી ઘર, ગ્રામીણોએ લોખંડના થાંભલા…..

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર લગ્નેતર સંબંધોના કિસ્સાઓ સામે આવતા રહે છે. ઘણીવાર એવું બને છે કે લગ્ન થયા બાદ પત્ની તેના પ્રેમી સાથે જતી રહે છે, તો ઘણીવાર એવું બને છે કે લગ્ન થયેલ હોવા છત્તા પતિ પ્રેમિકા સાથે મોજ કરતો હોય છે. એવા ઘણા કિસ્સાઓ અત્યાર સુધી સામે આવી ચૂકયા છે, જેમાં લગ્ન બાદ પત્ની તેના પતિને છોડી પ્રેમી સાથે ભાગી ગઇ હોય. હાલમાં એક આવો જ કિસ્સો સામે આવ્યો છે, જેમાં પતિને છોડી પ્રેમી સાથે ભાગી ગયેલી પરણિતા કેટલાક મહિનાઓ બાદ સાસરે પહોંચી અને ત્યાં તેણે ખૂબ હંગામો મચાવ્યો. પતિના બીજા લગ્નની ખબર સાંભળતા જ ભડકેલી મહિલાએ તેના પ્રેમી સાથે ના માત્ર પતિને ખૂબ માર માર્યો પરંતુ સાસુ પર પણ ચાકુથી હુમલો બોલી દીધો.

આ જોઇ ત્યાં ભીડ એકઠી થઇ ગઇ અને પરણિતાને બંધક બનાવી લીધી, તે બાદ પ્રેમી અને પ્રેમિકાની ખૂબ ધોલાઇ કરી.અડધી રાત્રે લોકોની ભીડ અને ખરાબ માહોલને બરાબર કરવામાં પોલિસને ઘણી મશક્કતનો સામનો કરવો પડ્યો. રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના ખમેરા પોલીસ સ્ટેશન વિસ્તારના મોટી પડાલ વિસ્તારમાં એક પરિણીત મહિલા તેના પ્રેમી સાથે સાસરે પહોચી હતી અને ત્યાં પહોંચીને તેણે ઘણો હંગામો મચાવ્યો હતો. સાસુ પર તેણે છરી વડે હુમલો પણ કર્યો હતો.મોટી પડાલના રહેવાસી રાહુલ બુનકરના લગ્ન લગભગ 3 વર્ષ પહેલા 2018માં ગામમાં જ 200 મીટર દૂર રહેતી અંજલિ સાથે થયા હતા.

લગ્ન પછી તેમનું લગ્નજીવન સારું ચાલી રહ્યું હતું. આ દરમિયાન અંજલિએ બીએનો અભ્યાસ ચાલુ રાખ્યો. તેણે એનજીઓ દ્વારા સીવણ કોર્સ પણ કર્યો. આ દરમિયાન તે મુંગેડ જિલ્લાના ડુંગરપુરના રહેવાસી આકાશ વ્યાસના સંપર્કમાં આવી હતી. પહેલા બંને વચ્ચે મિત્રતા થઈ અને પછી મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. અંજલિએ પ્રેમી માટે પતિનું ઘર છોડી દીધું. લગભગ 6 મહિના પહેલા તે તેના બોયફ્રેન્ડ આકાશ સાથે ભાગી ગઈ હતી. તેણે પ્રેમી આકાશ સાથે લગ્ન પણ કર્યા. ત્યાં પરણિતાના પતિ રાહુલે ગુમ થયેલી પત્નીની ઘણી શોધખોળ કરી, પરંતુ કોઈ સુરાગ મળ્યો નહિ.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

પત્નીના ભાગી ગયા બાદ પતિ રાહુલના પરિવાર અને અંજલિના પરિવાર વચ્ચે સમાધાન થયું હતું. છોકરીની ભૂલ સ્વીકારીને પિતાએ પંચો વચ્ચે સમાધાન કરાવ્યું હતું. યુવતીના પિતાએ લગ્નની ભરપાઈ કરવા માટે રાહુલના પરિવારને 1 લાખ રૂપિયાનો દંડ પણ ચૂકવ્યો હતો અને આ સાથે જ લગ્ન દરમિયાન આપવામાં આવેલી તમામ ચીજવસ્તુઓ વગેરે ત્યાં જ છોડી દેવાનું કહેવામાં આવ્યું હતું. અંજલિના પિતાએ રાહુલના પરિવારને લેખિત કરારમાં એ પણ કબૂલ્યું હતું કે રાહુલને બીજે લગ્ન કરવામાં કોઈ વાંધો નથી.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આ પછી રાહુલે 20 જૂન 2022ના રોજ ગામની એક છોકરી સાથે લગ્ન કર્યા. અંજલિને રાહુલના લગ્નના સમાચાર મળતા જ તે ગુસ્સે થઈ ગઈ. મંગળવારે રાત્રે લગભગ 9 વાગ્યે તે તેના બોયફ્રેન્ડ આકાશ સાથે સાસરે પહોંચી હતી. તેણે રાહુલ સાથે ઝઘડો કર્યો. બાદમાં પ્રેમી સાથે મળીને રાહુલ પર મારપીટ કરી હતી. આ જોઈને રાહુલની માતા પણ ત્યાં પહોંચી ગયા હતા. જેના પર આકાશે તેમના પર છરી વડે હુમલો કર્યો. આ તમાશો થતા જ ગામના લોકો પણ એકઠા થઇ ગયા હતા અને પછી ટોળાએ અંજલિ અને તેના પ્રેમી આકાશને માર માર્યો હતો.

તસવીર સૌજન્ય : દિવ્ય ભાસ્કર

આ પછી જ્યારે પ્રેમી-પ્રેમિકાએ સ્થળ પરથી ભાગવાનો પ્રયાસ કર્યો ત્યારે ગ્રામજનોએ તેમને બંધક બનાવી લીધા હતા. ગ્રામજનોએ બંનેને દોરડા વડે લોખંડના થાંભલા સાથે બાંધી દીધા અને માર માર્યો. ત્યારબાદ પોલીસને જાણ કરતાં પોલીસે મામલો શાંત પાડ્યો અને બંનેની અટકાયત કરી.

Shah Jina