ખબર

સલૂનવાળો ઢાંઢો પરણિત યુવતીના પ્રેમમાં પડ્યો, ગંદી તસ્વીરો વાઇરલ કરી કહ્યું, ‘ડરવું એ મારુ કામ ’ અને પછી

સોશિયલ મીડિયા પ્રગતિના ઘણા બધા રસ્તા ખોલી આપ્યા છે તો સાથે સાથે અધોગતિના રસ્તે પણ લઈ જનારું આ સોશિયલ મીડિયા જ છે. સોશિયલ મીડિયા આજે એટલું ખુલ્લું છે કે કોઈપણ વ્યક્તિને આંગળીના એક ટેરવા ઉપર બેઠા બેઠા દુનિયાના કોઈપણ ખૂણામાંથી શોધી શકાય છે.

Image Source

અવાર-નવાર પોતાના અંગત ફોટા શેર કરવાની ધમકી આપી બ્લેકમેઇલ કરવાના સમાચાર સાંભળવા મળતા હોય છે. પરંતુ હાલમાં જ વડોદરા શહેરમાં બનેલો એક બનાવ ચર્ચાનો વિષય બન્યો છે.

Image Source

વડોદરા શહેરના એક જેન્ટ્સ અને લેડીઝ સલૂનમાં કામ કરતી એક પરણિત મહિલાએ તેની સાથે જ જેન્ટ્સ વિભાગમાં કામ કરતા એક આધેડ વ્યક્તિ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં પોતાના ફોટા શૅર કરવાની ફરિયાદ નોંધાવી છે.

Image Source

પ્રાપ્ત વિગતો અનુસાર સલૂનમાં કામ કરતી મહિલાએ પોલીસને જણાવ્યું છે કે છેલ્લા કેટલાય સમયથી જેન્ટ્સ હેર સલૂનમાં કામ કરવા આવતા એક આધેડ ઉંમરનો વ્યક્તિ તેને મિત્રતા કરવા માટે અવાર નવાર દબાણ કરતો હતો. પરંતુ એમને તેની મિત્રતા સ્વીકારી નહોતી કે ના તેને પોતાનો ફોન નંબર પણ આપ્યો હતો.

Image Source

આ અંગે સલૂનના સંચાલક મિત્રો સાથે વાત કરતા તેમને પણ એ આધેડને ઠપકો પણ આપ્યો હતો છતાં પણ તે માન્યો નહીં અને એ આધેડે મહિલાને ફેસબુકમાં ફ્રેન્ડ રિકવેસ્ટ પણ મોકલી હતી. જેને મહિલાએ અસ્વીકારી હતી.

Image Source

આથી રોષે ભરાયેલા આધેડે એક નવું ફેસબુક એકાઉન્ટ બનાવી મહિલાના ફોટા શૅર કર્યા હતા, જેની જાણ પણ મહિલાને નહોતી, પરંતુ સલૂનના સંચાલકને આ બાબતની જાણ થતા જ મહિલાની જણાવ્યું હતું.  મહિલાએ આ સમગ્ર વાત પોતાના પતિને કરી. મહિલાના પતિ દ્વારા જયારે એ આધેડને ફોન કરી ફોટા ડીલીટ કરવા માટે કહેવામાં આવ્યું ત્યારે એ આધેડે “હું ડરતો નથી” એવો જવાબ આપીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

Image Source

જેના કારણે મહિલાએ સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરતા આધેડ વિરુદ્ધ ગુન્હો નોંધી અને કાર્યવાહી હાથ ધરી છે.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.