જાણવા જેવું

વિવાહિત મહિલાઓને કોઈપણ કિંમતે બીજી સ્ત્રીને ન આપવી જોઈએ પોતાની આ 5 વસ્તુઓ

મોટાભાગે મહિલાઓ પોતાના લગ્ન પછી પોતાની અમુક વસ્તુઓ બીજી સ્ત્રીઓને ઉપીયોગમાં લેવા માટે આપતી હોય છે. જો કે સામાન્ય રીતે પોતાની વસ્તુ બીજાને આપવી સારી બાબત છે પણ વિવાહિત મહિલાઓએ આ પાંચ વસ્તુઓ બીજી સ્ત્રીને આપવી ન જોઈએ. આવો તો તમને જણાવીએ કે શાસ્ત્રોના આધારે મહિલાએ પોતાની કઈ વસ્તુઓ બીજી સ્ત્રીને આપવી ન જોઈએ.

Image Source

1. હાથની મહેંદી:
કહેવામાં આવે છે કે જટલો મહેંદીનો રંગ ઘેરો હોય છે એટલો જ ઊંડો પ્રેમ પતિ પત્ની વચ્ચે હોય છે. પણ જો તમે પોતાના હાથમાં લગાવવાની મહેંદી કોઈ બીજી સ્ત્રીને આપો છો તો તે તમારામાં દુર્ભાગ્ય લાવે છે અને પતિ પત્ની વચ્ચે ખટાશ પણ આવે છે.

Image Source

2. હાથની બંગળી:
વિવાહિત મહિલાએ પોતાની બંગળી પણ બીજી મહિલાને પહેરવા માટે આપવી ન જોઈએ. આવું કરવું ખુબ જ અશુભ માનવામાં આવે છે.

Image Source

3. માથાનો ચાંદલો:
વિવાહિતાની નિશાનીમાં ચાંદલો કે બિંદી પણ ખાસ મહત્વ રાખે છે. ભૂલથી પણ મહિલાએ પોતાનો ચાંદલો અન્ય મહિલાને આપવો ન જોઈએ જે પતિ-પત્ની વચ્ચે દુર્ભાગ્ય લાવી શકે છે.

Image Source

4. માથાનું સિંદૂર:
હિન્દૂ ધર્મમાં વિવાહિત સ્ત્રી માટે સિન્દુરનું ખાસ મહત્વ હોય છે. સિંદૂરને વિવાહિતાની પહેલી નિશાની માનવામાં આવે છે. ઘણીવાર મહિલાઓ પોતાનું સિંદૂર અન્ય મહિલાઓને આપતી હોય છે જે અશુભ માનવામાં આવે છે. આવું કરવાથી તમારું સૌભાગ્ય સંકટમાં આવી શકે છે.

Image Source

5. લગ્નની સાડી:
પોતાના લગ્નના દિવસે મહિલાએ પહેરેલી સાડી પોતાની કિંમતી વસ્તુઓમાની એક હોય છે. પણ આ સાડી અન્ય મહિલાને પહેરવા માટે ક્યારેય પણ આપવી ન જોઈએ. આવું કરવાથી તમારા વિવાહિત જીવન પર તેની ખરાબ અસર પડી શકે છે.

Author: GujjuRocks Team

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.