શ્રદ્ધા જેવો હત્યાકાંડ ! પરણિત પ્રેમિકાના કુહાડીથી કર્યા ટુકડા કરી ઝાડી અને કૂવામાં ફેંક્યા- યૂટયૂબમાં જોયુ ..કે..

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવે છે. ઘણીવાર એવું બને છે કે પ્રેમ સંબંધમાં કોઇની હત્યા કરી દેવાય છે તો ઘણીવાર અવૈદ્ય સંબંધ કે અંગત અદાવતમાં પણ હત્યા કરી દેવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં હત્યાનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. દિલ્લીના ચર્ચિત શ્રદ્ધા હત્યાકાંડની જેમ રાજસ્થાનના નાગૌરથી પણ હત્યાને ધ્રુજાવી દે તેવો બનાવ સામે આવ્યો છે. રાજસ્થાનના નાગૌરમાં એક વ્યક્તિએ પરણિત પ્રેમિકાની બેરહેમીથી હત્યા કરી દીધી.

ઘટનાના ચાર દિવસ બાદ પણ પોલિસ મૃતકની લાશ મેળવી શકી નહોતી. અત્યાર સુધીની તપાસ અનુસાર, હત્યારાએ લાશના ટુકડા કરી તેને ઠેકાણે લગાવ્યા હતા. જાણકારી અનુસાર, 22 જાન્યુારીએ એક પરણિત મહિલા તેના પિયર બાલાસરથી સાસરે મુંડાસર જવાનું કહી પ્રેમી સાથે ચાલી ગઇ હતી. જ્યારે તે સાસરે ન પહોંચી તો પરિવારજનોએ પોલિસ સ્ટેશનમાં ગુમ થયાનો રીપોર્ટ દાખલ કરાવ્યો. એવું કહેવામાં આવી રહ્યુ છે કે આ દરમિયાન ગામના કોઇ વ્યક્તિએ મહિલાને અનોપારામ સાથે બાઇક પર નાગૌર તરફ જતા જોઇ હતી.

22 જાન્યુઆરીએ ત્રણ વાગ્યા બાદ ગુડ્ડીનો ફોન પણ બંધ થઇ ગયો. 2 ફેબ્રુઆરીના રોજ નાગૌર પોલિસને બાલવા રોડ સ્થિત કેન્દ્રીય વિદ્યાલયની પાછળની ઝાડીઓમાં માનવ જડબું, ઓઢણી, વાળ અને લોહીથી લથપથ ચંપલ મળ્યાં હતા. પરિવારજનોએ પોલીસને જણાવ્યું કે આ કપડાં તેમની દીકરી ગુડ્ડીના છે. પરિવારજનોની ફરિયાદના આધારે પોલીસે અનોપારામ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો અને પછી પોલીસે તેને કસ્ટડીમાં લઇ તેની પૂછપરછ કરી.

પ્રતિકાત્મક તસવીર

આ દરમિયાન તેણે પોલીસને જણાવ્યું કે તેણે જ તેની ગર્લફ્રેન્ડ ગુડ્ડીની હત્યા કરી હતી, પરંતુ પોલીસ હજુ સુધી મૃતકનો મૃતદેહ મેળવી શકી નથી. આરોપીના સ્થળ પર, દેહરુ ગામમાં એક કૂવામાં ત્રણ દિવસ સુધી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ પોલીસને લાશ મળી શકી ન હતી. પોલીસે એ પણ જણાવ્યું હતું કે હત્યા કર્યા પછી અનોપારામે યુટ્યુબ પર પણ જોયું હતું કે હત્યાના કેસમાં કેટલી સજા આપવામાં આવે છે.

પ્રતિકાત્મક તસવીર

પોલીસનું કહેવું છે કે આઠમું પાસ આરોપીએ ક્રાઈમ થ્રિલર વેબ સિરીઝની જેમ આ હત્યાને અંજામ આપ્યો હતો. એક રીપોર્ટ અનુસાર, ગુડ્ડી પરણિત હતી અને અનોપારામ પણ પરિણીત હતો. આરોપીએ પોલીસને જણાવ્યું કે ગુડ્ડી તેના પર લગ્ન કરવા માટે દબાણ કરી રહી હતી. આરોપી ગુડ્ડી સાથે લગ્ન કરવા માંગતો ન હતો અને આ જ કારણથી તેણે પ્રેમિકાને છરી અને કુહાડી વડે હત્યા કરી દીધી.

Shah Jina