કળયુગી માની કરતૂત ! પ્રેમી સાથે મળીને 4 વર્ષની માસૂમ દીકરીની કરી દીધી હત્યા, પછી કર્યુ એવું કે…

રોન્ગ નંબર પર વાત કરતા કરતા 25 વર્ષની યુવતિને 45 વર્ષના યુવક સાથે થઇ ગયો પ્રેમ, પોતાની 4 વર્ષના બાળકીની….

એવી કહેવત છે, માતાનો પ્રેમ મૂર્તિ જેવો હોય છે. પરંતુ એક માતાએ તેના પ્રેમી સાથે મળીને તેની ચાર વર્ષની માસૂમ પુત્રીની હત્યા કરી લાશને જંગલમાં ફેંકી દીધી હતી. પોલીસે આ મામલે કાર્યવાહી કરીને માતા અને તેના પ્રેમીની ધરપકડ કરી છે. નાયબ પોલીસ અધિક્ષકે જણાવ્યું હતું કે, બોરખેડામાં રહેતો સુમિત પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો અને પત્નીના ગુમ થવા અંગે FIR નોંધાવી હતી. ત્યાર પછી ઈટાવા નાયબ પોલીસ અધિક્ષકના નિર્દેશનમાં અને બુદ્ધાદિત પોલીસ સ્ટેશનના અધિકારીના નેતૃત્વમાં રચાયેલી પોલીસ ટીમે મામલાની તપાસ શરૂ કરી.

તપાસમાં જાણવા મળ્યું કે સુમિતની પત્ની ટીના ઉર્ફે પુષ્પા જયપુર જિલ્લાના ઉદાવાલા ગામમાં પ્રેમી પ્રહલાદ સહાય સાથે રહે છે. પોલીસે તેને હાથકડી પહેરાવી, પરંતુ તેની પુત્રી નંદિની તેની સાથે ન હતી. તમને જણાવી દઈએ કે, જ્યારે પોલીસે નંદિની વિશે માહિતી માંગી ત્યારે તેણે દાદા-દાદી સાથે મોકલી હોવાનું કહ્યુ. ત્યારે પ્રેમી પ્રહલાદ અને ટીનાએ અલગ-અલગ વાતો કહીને પોલીસને ગેરમાર્ગે દોર્યા હતા.

આવી સ્થિતિમાં ઊંડી પૂછપરછ કરવામાં આવતા પ્રેમી પ્રહલાદે હત્યાની કબૂલાત કરી હતી. જે બાદ પોલીસે બંને સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી હતી. પોલીસે ઝીણવટપૂર્વક તપાસ શરૂ કરી તો સત્ય બહાર આવ્યું. પૂછપરછ દરમિયાન જણાવ્યું કે, 9 ડિસેમ્બર 2020ના રોજ માસુમ નંદિની રમતી વખતે ટેરેસની સીડી પરથી પડી ગઈ હતી. જેના કારણે તે ગંભીર રીતે ઘાયલ થતાં બંનેએ નંદિનીને લઇ જઇ શાહપુરાના તબીબને બતાવી હતી. ડૉક્ટરે તેને જયપુર રેફર કરી, પરંતુ પ્રહલાદ અને ટીના તેને ઘરે પાછા લાવ્યા.

માસૂમની સારવાર માટે પ્રેમી પ્રહલાદ પૈસા ખર્ચવા માંગતો ન હતો.આના પર 11 ડિસેમ્બર 2020ની રાત્રે બંનેએ સાથે મળીને માસૂમને શાલ વડે દબાવીને તેની હત્યા કરી નાખી હતી. પુરાવાનો નાશ કરવા માટે લાશને અલવર સ્થિત સરિસ્કા જંગલમાં ફેંકી દેવામાં આવી હતી. હત્યાને છુપાવવાના ઈરાદે લાશને જંગલમાં ફેંકી દીધી અને માતા તેના પ્રેમી સાથે આરામથી રહેવા લાગી.

ઉલ્લેખનીય છે કે,એસપી શરદ ચૌધરીએ જણાવ્યું કે ટીના તેના પતિ સુમિત સાથે બોરખેડા ગામમાં રહેતી હતી. એક દિવસ પ્રહલાદ સહાયને ભૂલથી પુષ્પાએ ફોન કરી દીધો હતો. જે બાદ બંનેએ એકબીજા સાથે મોબાઈલ પર વાત કરવાનું શરૂ કરી દીધું હતું અને બંને વચ્ચે પ્રેમ ખીલ્યો હતો. આવી રીતે રોન્ગ નંબરથી તે બંને વચ્ચે પ્રેમ પરવાન ચઢ્યો હતો.

Shah Jina