ખબર

લગ્નની વર્ષગાંઠના દિવસે જ ડીંડોલીની પરણિતાએ કર્યો આપઘાત, ચાર વર્ષના બાળકે ગુમાવી માતા, કારણ જાણીને રડવું આવી જશે

હે ભગવાન, આ બાળકનું કોણ હવે? પરણિતાએ આત્મહત્યા કરી લીધી, કારણ જાણીને રડવું આવી જશે

ગુજરાતમાંથી આપઘાતના ઘણા મામલાઓ સામે આવે છે. જેમાં કેટલાક પ્રેમ સંબંધ, કેટલાક આર્થિક તંગી, કેટલાક ઘર કંકાસ તો કેટલાક વ્યાજખોરોના ત્રાસને કારણે આપઘાત કરી લેતા હોય છે. ત્યારે કેટલીક પરણિતાઓ સાસરિયાના ત્રાસને કારણે અથવા તો દહેજની માગને કારણે પણ આપઘાત કરી લેતી હોય છે. હાલમાં જ સુરતના ડીંડોલી વિસ્તારમાંથી આવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં મંગળવારે મેરેજ એનિવર્સરીના દિવસે જ એક પરિણીતાએ ઘરમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો.

Image Source

ત્યારે પરણિતાના આપઘાતનું કારણ શિક્ષક પતિ સહિત સાસરીયા દહેજ માટે ત્રાસ આપતા હોવાનું સામે આવ્યુ છે. આ મામલે ફરિયાદ ડિંડોલી પોલીસમાં નોંધાઇ છે. ત્યારે પરિણીતાના આવી રીતે આપઘાત કરી લેતા તેના ચાર વર્ષના દીકરાએ માતાની છત્રછાયા ગુમાવવી છે. પ્રાપ્ત જાણકારી અનુસાર, ડીંડોલી સ્થિત મધુરમ સર્કલ પાસે આવેલ શ્યામવિલા રેસીડેન્સીમાં રહેતી નેહા બોરસેની લાશ લટકતી હાલતમાં મંગળવારે સવારે ઘરમાંથી મળી આવી હતી. નેહાએ ઘરમાં છતના હુંક સાથે નાયલોનની દોરી બાંધી ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ હતુ.

ત્યારે આ મામલે મૃતકના પિતાએ ડીંડોલી પોલીસમાં તેના સાસરિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં જણાવ્યુ છે કે, સુરતની શિક્ષણ સમિતિની શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતો તેનો પતિ વિનોદ કે જેની સાથે નેહાના 14 માર્ચ 2017ના રોજ લગ્ન થયા હતા તે અને દીકરીના સાસુ, સસરા તેમજ નણંદ દહેજ માટે નેહાને શારીરિક અને માનસિક ત્રાસ આપતા હતા. જેને કારણે કંટાળી નેહાએ તેનું જીવન ટૂંકાવી લીધું. ઘટનાની જાણ થતા જ અને નેહાના પરિવારે હત્યાનો આક્ષેપ કરતાં જ પોલીસ દોડતી થઈ હતી અને મૃતકના પતિ વિનોદ, સાસુ, સસરા અને નણંદ વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પ્રેરણાનો ગુનો નોંધ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.