આ પ્રેમને શું નામ આપવું ? પરણિત મહિલા સાથે ચાલુ ટ્રેનની અંદર જ ટોયલેટની સામે યુવકે કરી લીધા લગ્ન

લે બોલો, પરિણીત યુવતીએ લગ્નના બીજા જ મહિને પ્રેમી સાથે ભાગી ગઈ, ટોયલેટ પાસે લગ્ન કર્યા- જુઓ PHOTOS

દરેક વ્યક્તિ પોતાના લગ્નને ખાસ બનાવવા માંગતા હોય છે, કોરોનાના કારણે લગ્ન પ્રસંગોનો માહોલ તો બદલાઈ ગયો છતાં પણ આ દરમિયાન ઘણા લોકોએ કંઈક આગવી રીતે લગ્ન કરી અને ચર્ચાઓ વધારી હતી, જેની ઘણી તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.

પરંતુ હાલ એક એવા લગ્નની ચર્ચાઓ ચાલી રહી છે જેની તમે પણ કલ્પના નહિ કરી હોય છે. આ અનોખા લગ્ન બિહારમાં થયા છે.આ દંપતીએ જે રીતે લગ્ન કર્યા છે તેવા લગ્ન તમે આજ પહેલા ક્યારેય નહિ જોયા હોય.મીડિયામાં સામે આવેલા રિપોર્ટમાં જાણવા મળ્યું છે કે આ પ્રેમી જોડાએ અનોખા અંદાજમાં ચાલુ ટ્રેનની અંદર જ લગ્ન કરી લીધા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બિહારના એક યુવકે ચાલુ ટ્રેનની અંદર ટોયલેટની સામે જ એક પરણિત મહિલા સાથે લગ્ન કરી લીધા છે. ખબરો પ્રમાણે અનુકુમારી નામની એક યુવતી અને આશુકુમાર નામના યુવકે આ લગ્ન કર્યા છે.

મળેલી જાણકારી પ્રમાણે બંને એક બીજાને પ્રેમ કરતા હતા પરંતુ છોકરીના પરિવારજનો આ લગ્ન માટે તૈયાર નહોતા. જેના બાદ યુવતીના લગ્ન કિરણપુર ગામના રહેવા વાળા યુવક સાથે કરી દેવામાં આવ્યા હતા.

જો કે યુવતીએ તે વ્યક્તિને પોતાનો પતિ માનવાથી ઇનકાર કરી દીધો હતો અને લગ્નના એક દિવસ પછી જ પોતાની સાસરી છોડી અને ભાગી ગઈ હતી. જણાવવામાં આવી રહ્યું છે કે સાસરેથી ભાગ્યા બાદ યુવતી પોતાના પ્રેમીને મળી અને પોતાના પતિને ઠુકરાવી પ્રેમી સાથે લગ્ન કરવાનો નિર્ણય કર્યો.

મળેલી માહિતી અનુસાર બંને સુલતાનગંજ સ્ટેશન પહોંચ્યા અને બેગલુરૂ તરફ જઈ રહેલી ટ્રેનમાં ચઢી ગયા. બંનેએ સહેજ પણ સમય વેડફ્યા વગર ટ્રેનના ટોયલેટની સામે જ લગ્ન કરી અને રિવાજ નિભાવી. યુવકે યુવતીના સેંથામાં સિંદૂર પણ ભર્યું. જેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

Niraj Patel