ખબર નારી વિશે પ્રેરણાત્મક

દિવ્યાંગ વરરાજાને વ્હીલચેરમાં બેસાડીને ચૉરીના ફેરા ફર્યા આ ગુજરાતણ કન્યાએ, વીડિયો જોઈને તમે પણ માની જશો કે સાચો પ્રેમ હજુ જીવે છે

આજના સમયમાં પ્રેમના નામે છેતરપીંડી અને દગો આપવાના કિસ્સાઓ જગ જાહેર છે, જ્યાં કોઈ એક પાત્રને કોઈ તકલીફ પડતા જ સાથ છોડીને ચાલ્યા જાય છે, ત્યારે આજના સમયમાં તો એવું પણ કહેવાય છે કે સાચો પ્રેમ માત્ર ફિલ્મોમાં જ જોવા મળે. ઘણી ફિલ્મોમાં આપણે સાચો પ્રેમ જોયો છે.

વિવાહ ફિલ્મની અંદર અભિનેતા તેની દાઝી ગયેલી પત્ની સાથે લગ્ન કરે છે તો મન ફિલ્મમાં અભિનેતા તેની પ્રેમિકાના અકસ્માતમાં પગ કપાઈ ગયા બાદ પણ ઊંચકી અને ચૉરીના ફેરા ફરે છે ત્યારે હકીકતમાં આવું બનવું એક કલ્પના સમાન ગણાય. પરંતુ આવું જ એક દૃશ્ય હાલ ગુજરાતના એક ગામમાંથી જોવા મળ્યું.

સોશિયલ મીડિયા ઉપર આ વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં કન્યા વરરાજાને વ્હીલચેર ઉપર બેસાડીને ચૉરીના ફેરા ફરતી જોવા મળી રહી છે. આ વિડીયો એવા લોકો માટે એક મોટી પ્રેરણા છે જે સાચા પ્રેમમાં નથી માનતા અને પોતાના પ્રિયજનની તકલીફ જોઈને નાસીપાસ થઇ જાય છે.

વાયરલ વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે એક દિવ્યાંગ વ્યક્તિ વરરાજાના કપડામાં તૈયાર થઈને બેઠો છે, અને એક દુલ્હનના કપડામાં તૈયાર થયેલી યુવતી તે વ્હીલચેરને પાછળથી ધકેલી ચૉરીના ફેરા ફરે છે.

આ દિવ્યાંગ વ્યક્તિ છે સુરેન્દ્રનગર જિલ્લાના મૂળી ગામનો. જે નાની વયે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી ચુક્યો છે અને તેને જીવનભરનો સાથ આપવાનું કામ પોરબંદર જિલ્લાના મોરાણા ગામના હિનાબા જેઠવાએ કર્યું.

ઇતિહાસ સાક્ષી છે એક ક્ષત્રિયાણી જો ધારે તો કઈ પણ કરી શકે. તેવામાં આ લગ્ન જોઈને ખરેખર એમ થઇ આવે કે હજુ પણ આ દુનિયામાં પ્રેમ જીવે છે, સાચો પ્રેમ માત્ર વાર્તાઓમાં કે ફિલ્મોમાં જ નથી હોતો, પરંતુ હકીકતમાં પણ જોવા મળે છે. આજે આ પ્રેમને તમે પણ તમારી નજરે નિહાળો વીડિયોની અંદર…..અને આ નવ વરવધુને લગ્નજીવન ની ખૂબ ખૂબ શુભકામનાઓ દિલથી આપજો.