સુરતમાં ફિઝિયોથેરાપિસ્ટ નવપરણિતાએ આપઘાત કરી ટૂંકાવ્યુ જીવન, હજી તો 27 દિવસ પહેલા જ થયા હતા લગ્ન

સુરતમાં શ્રી રંગ સોસાયટીમાં રહેતી 25 વર્ષની હેમાંગી પટેલે કરી આત્મહત્યા, 27 દિવસ પહેલા ફિઝિયોથેરાપિસ્ટે કર્યા હતા લગ્ન

ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના અનેક મામલાઓ સામે આવે છે. જેમાં કેટલીકવાર પ્રેમ સંબંધ કારણભૂત હોય છે તો કેટલીકવાર માનસિક કે શારીરિક તણાવ કે પછી આર્થિક તંગી કે ઘરકંકાસ. છેલ્લા ઘણા સમયથી આપઘાતના ઘણા મામલાઓ વધી રહ્યા છે. ત્યારે હાલમાં વધુ એક મામલો સુરતમાંથી સામે આવ્યો છે. બે દિવસ પહેલા ઘરેથી નોકરીએ જવાનું કહી નીકળેલી પાલનપુર પાટિયાની ફિઝિયોથેરાપિસ્ટે આપઘાત જેવું પગલુ ભર્યુ છે. મૃતકના હજી તો 27 દિવસ પહેલાં જ લગ્ન થયા હતા અને હાલ તેણે કયા કારણોસર આ પગલું ભર્યું તે જાણી શકાયું નથી.

મંગળવારે બપોરે હેમાંગી પટેલ નોકરીએ જવાનું કહીને ઘરેથી નીકળી અને તે બાદ બીજા દિવસે એટલે કે બુધવારે પાલનપુર પાટિયાની ફિઝોયોથેરાપિસ્ટની હનુમાન ટેકરી પાસે તાપી નદીમાંથી લાશ મળી આવી. આ મામલે પરિવારે રાંદેર પોલીસમાં યુવતીના ગુમ થયાની ફરિયાદ આપી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યુ છે કે, 27 દિવસ પહેલા જ ફિઝિયોથેરાપિસ્ટ હેમાંગી પટેલના લગ્ન થયા હતા. તેણે તાપીમાં ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો. 25 વર્ષિય હેમાંગી ડેરીકભાઈ ફિઝિયોથેરાપિસ્ટ હતીચ અને તે પાલનપુર પાટિયામાં આવેલી શ્રી રંગ સોસાયટીમાં રહેતી હતી.

પ્રતિકાત્મક તસવીર

27 દિવસ પહેલાં જ તેના લગ્ન ડેરીકભાઈ સાથે થયા હતા. બુધવારે સવારે હેમાંગીની લાશ હનુમાન ટેકરી નજીક તાપી નદીમાંથી મળી આવ્યાની જાણ થતા જ સિંગણપોર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને કાર્યવાહી કરી મૃતદેહ પીએમ માટે સ્મીમેરમાં ખસેડયો હતો. હજી આ આપઘાતનું કારણ અકબંધ છે. યુવતીનાં પિયર તરફથી આ અંગે કોઇ ફરિયાદ નથી કરવામાં આવી. પોલીસ અનુસાર, પરિવારના સભ્યોએ હેમાંગીનો સંપર્ક કરવા તેને વારંવાર ફોન કર્યો પણ તેનો મોબાઇલ સ્વિચ ઓફ આવતો હતો.

જે બાદ બુધવારે સવારે સાડા છ વાગ્યા આસપાસ મોબાઇલની રિંગ વાગી પણ ફોન તેણે ઉપાડ્યો નહિ. મોબાઇલનું લોકેશન હનુમાન ટેકરીની આસપાસ આવતાં પરિવારના સભ્યોએ ત્યાં જઈ જોયુ તો તેની લાશ મળી આવી. એક રીપોર્ટ અનુસાર, હેમાંગી મંગળવારે બપોરે નોકરી પરથી ઘરે આવી અને પછી પતિ સાથે વાત કરી ટુવ્હીલર લઈ ફરી નોકરીએ નીકળી. જો કે બપોર પછી ક્લિનિકના ડોક્ટરે હેમાંગીના પતિ ડેરીકભાઈને ફોન કરીને કહ્યુ કે, હેમાંગી ક્લિનિક નથી આવી અને તે પછી પતિએ યુવતીનાં પિયરમાં ફોન કર્યો પણ તે ત્યાં પણ નહોતી અને તે બાદ તેના ગુમ થયાની ફરિયાદ નોંધાવવામાં આવી.

Shah Jina