આણંદના મકાનના બાંધકામમાં આવતી સગીરાને માલિકે પાછળથી પકડી લીધી, પીંખી નાખી પછી તેની કઝીન બહેન સાથે….
ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી મહિલાઓ અને સગીરાઓની છેડતી અને દુષ્કર્મની ઘણી ઘટનાઓ સામે આવી રહી છે, વાસનાના ભૂખ્યા ઘણા લોકો સગીરાઓને પણ પોતાની હવસની શિકાર બનાવતા હોય છે, ત્યારે હાલ એવો જ એક મામલો આણંદ જિલ્લામાંથી સામે આવ્યો છે, જ્યાં એક મકાન માલિકે ઘરે કામ કરવા આવેલી સગીરા સાથે દુષ્કર્મ આચર્યું છે.

આ બાબતે પ્રાપ્ત માહિતી અનુસાર આણંદ જિલ્લામાં આવેલા ઓડ ગામની પીપળીયા સીમમાં નવા મકનાના બાંધકામ માટે આવેલી સગીરા ઉપર ત્રણ ત્રણ બાળકોના પિતા એવા મકાન માલિકે દુષ્કર્મ આચર્યું હતું. એટલું જ નહિ મકાન માલિકે સગીરાની પિતરાઈ બહેન જે સગીર છે તેના ઘરમાં ઘૂસીને પણ આબરૂ લેવાનો પ્રયત્ન કર્યો હતો.

ત્યારે આ બનાવ અંગે ખંભોળજ પોલીસ મથકે ફરિયાદ નોંધાતા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે. આ ઘટનાને લઈને મળી રહેલી વધુ માહિતી અનુસાર ઓડ ગામના પીપળીયા સીમમાં રહેતા 35 વર્ષીય મિતેશભાઈ ઘનશ્યામભાઈ સ્વામી તળપદાના નવા મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. મિતેશ પરણિત છે અને તેના ત્રણ બાળકો પણ છે.

મિતેશના નવા મકાનના બાંધકામ કરવા માટે એક સગીર વયની કિશોરી પણ કામે આવતી હતી. તેને જોઈને મિતેશના મનમાં લાલચ જન્મી હતી, અને સગીરાને પોતાની વાસનાનો શિકાર બનાવવાની ફિરાકમાં હતો, ત્યારે ગત 10 માર્ચના રોજ સગીરા રેતીનું તગારું લઈને રૂમમાં નાખવા માટે ગઈ હતી ત્યારે જ પહેલાથી રૂમની અંદર સંતાઈ રહેલા મિતેશે કિશોરીને પાછળથી પકડીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું.

આ ઘટના બાદ મિતેશે ફેરીવાર ચાર દિવસ બાદ સગીરાને બોલાવી અને તેની સાથે દુષ્કર્મ આચયું અને જો આ વાત કોઈને કરી છે તો જાનથી મારી નાખવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકી પણ આપી હતી અને તેના કારણે કિશોરીએ કોઈને આ વાત જણાવી નહોતી. જેના બાદ વાસનાના ભૂખ્યા મિતેશે સગીરાની 14 વર્ષની પિતરાઈ બહેન ઉપર પણ નજર બગાડી અને તેના ઘરમાં કોઈ નહોતું ત્યારે ઘરમાં ઘુસી જઈને તેની સાથે અડપલાં કરીને દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો.
પરંતુ સગીરાએ બુમાબુમ કરી મુકતા તે ત્યાંથી ભાગી છૂટ્યો હતો. આ બનાવ અંગે સગીરાએ પોતાના પરિવારને જાણ કરતા અગાઉ પણ સગીરા બહેન સાથે બે વાર દુષ્કર્મ કર્યો હોવાનું સામે આવ્યું હતું, જેના બાદ તેના વિરુદ્ધ ખંભોળજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધવામાં આવી હતી અને પોલીસે ગણતરીના સમયમાં જ મિતેશની ધરપકડ કરી લીધી. પીડીત કિશોરીનું ઓડ સામુહિક આરોગ્ય કેન્દ્રમાં મેડીકલ પરિક્ષણ કરાવ્યા બાદ આરોપીની દુષ્કર્મ અને પોસ્કોનાં ગુનામાં ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.