અમદાવાદનો પરણિત યુવક પ્રેમિકાને લઈને પહોંચ્યો દીવ, ભૂલથી પત્નીને કર્યો વીડિયો કોલ અને પછી પત્નીને લફરાની ખબર પડતાં જ પતિએ કર્યુ એવું કે…જાણી હેબતાઇ જશો

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

ગુજરાતમાંથી ઘણીવાર અવૈદ્ય સંબંધોના કિસ્સા સામે આવે છે, જેમાં આપઘાત-હત્યા સહિત મારામારીના પણ કિસ્સા બનતા હોય છે. ત્યારે હાલમાં અમદાવાદમાંથી એક ખૂબ જ અજબગજબ અને વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. એક પરણિત યુવક કે જે પત્નીની નજર બહાર બીજી યુવતી સાથે પ્રેમમાં હતો અને તેને લઇને દીવ પણ ફરવા ગયો હતો. પરંતુ બન્યુ એવું કે ત્યાં તેનાથી ભૂલથી એવું થઇ ગયુ કે પોતાનું લફરુ તેણે જાતે જ પકડાવી દીધું અને તેની પત્નીને પણ પતિના લફરા વિશે ખબર પડી ગઇ.

File Pic

પત્નીને ખોટુ કહી પ્રેમિકા સાથે દીવ ફરવા ગયો પરણિત યુવક
અમદાવાદના નિકોલનો પરણિત યુવક એક પરસ્ત્રી સાથે સંબંધમાં હતો, અને બંને અવારનવાર ખાનગીમાં મળતાં પણ હતા. ત્યારે બંને એ દીવ ફરવા જવાનો પ્લાન બનાવ્યો અને તેણે પત્નીને કહ્યુ કે રક્ષાબંધન હોવાથી તે સંબંધીને મળવા ગામ જાય છે, પણ હકીકતમા યુવક તેની પ્રેમિકાને લઈને દીવ ગયો હતો. ત્યાં તેનાથી ભૂલથી પત્નીને વીડિયો કોલ થઇ ગયો અને વીડિયો કોલમાં પતિ સાથે હોટલમા બેઠેલી યુવતીને પત્નીએ જોઇ લીધી. જો કે, તે લફરાબાજ પતિને કંઇ કહે એ પહેલા જ તેના પતિએ ઈમોશનલ કાર્ડ રમ્યુ અને છટકવાનો પ્રયાસ કર્યો.

File Pic

પણ પત્ની સામે ખુલી ગયો લફરાબાજ પતિનો કાંડ
પોતાનું લફરુ પત્ની સામે પકડાઈ જતા તેણે પત્નીને દીવના દરિયામાં કૂદી પડવાની ધમકી આપી. આથી ગભરાઇને પત્નીએ તરત જ પોલીસનો સંપર્ક સાધ્યો, અને પોલિસને પણ લોકેશન ટ્રેસ કરવામાં સફળતા મળી. જો કે, આ શખ્સે કંઇ સાચે આત્મહત્યાની ધમકી નહોતી આપી, પણ પત્નીથી બચવા તેણે આવું નાટક કર્યું હતું. જો કે, તેણે દીવથી ઘરે આવીને પોતાના અફેરની કબૂલાત કરી હતી. આ ઘટના બાદ પતિ-પત્નીનું કાઉન્સિલ કરાયું અને પતિએ તેની પ્રેમિકા સાથે સંબંધ તોડવાનું વચન આપ્યુ.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina