જાણવા જેવું

આખરે શા માટે બિચારો પરણિત પુરુષ અન્ય સ્ત્રી સાથે આકર્ષાય છે? મળી ગયું મુખ્ય કારણ

જમાનો જેમ જેમ આધુનિક બનતો ગયો તેમ તેમ વિશ્વાસનું સ્તર પણ ઘટવા લાગ્યું છે. મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાએ જેટલી સુવિધાઓ આપી છે એટલી જ એની દુવિધાઓ પણ જોવા મળે છે. આજે વ્યક્તિ એકલું હોવા છતાં પણ એકલું નથી. તેના હાથમાં રહેલા મોબાઈલમાં જાણે આખું વિશ્વ સાથે હોય એવો આભાસ તેને હરદમ થતો હોય છે.વ્યક્તિ પોતાના દુઃખોને ઓનલાઇન જ શૅર કરી લે છે, તેને ઓનલાઇન જ સમજવા વાળા પણ મળી જતાં હોય છે, પોતાના પ્રશ્નોનું નિરાકરણ પણ વ્યક્તિ ઓનલાઇન જ શોધી લેતો હોય છે.

Image Source

છતાં પણ કેટલાક પ્રશ્નો અને કેટલીક મૂંઝવણો એવી હોય છે કે જે ક્યારેય ઓનલાઇન કે કોઈપણ સોશિયલ મીડિયા ઉપર મળી જ નથી શકતી.આજે સમાજમાં મોટાભાગે જોવા જઈએ તો પતિ-પત્નીના સંબંધોમાં વધુ મતભેદ થતાં જોવા મળે છે, ઘણા પુરુષો અને ઘણી સ્ત્રીઓ પોતાના જીવનસાથી સાથે હોવા છતાં તેમનાથી દૂર હોય છે. તો ક્યારેક એક જ પથારીમાં સુતા સમય પણ જાણે હજારો કિલોમીટરનું બંને વચ્ચે અંતર હોય એમ લાગે છે.

Image Source

આજે આપણે પતિ પત્નીના સંબંધોને લઈને જ કેટલીક મહત્વની વાતો કરવા જઈ રહ્યાં છે. મોટાભાગે આપણે જોઈએ છે કે પુરુષની નજર હંમેશા બીજી સ્ત્રી ઉપર જ ટકેલી હોય છે. કોઈ સુંદર સ્ત્રી રસ્તામાં જો આંખો સામે આવી જાય તો પગથી લઇ માથા સુધી જોવાનું પુરુષ ચુકશે નહીં. કુંવારા જ નહિ પણ પરણેલા પુરુષો પણ આ રીતે જ સ્ત્રીઓને જોતા હોય છે. વળી, કેટલાક પુરુષો તો એવા પણ જોવા મળે છે જે પોતાનું જીવન જીવી અને ઉંમરના એક પડાવ ઉપર પહોંચી જાય છે છતાં પણ તેમની નજર સ્ત્રીઓ તરફ જ મંડાયેલી હોય છે.

Image Source

આપણે વાત કરવી છે પરણિત પુરુષોની. શા કારણે પરણિત પુરુષો બીજી સ્ત્રીઓ સાથે સંબંધ બાંધે છે? કેટલીકવાર આના જવાબ રૂપે આપણે એમ વિચારતા હોઈએ છે કે “પતિ પત્નીના આંતરિક ઝગડાના કારણે એવું બનતું હશે.” હા આ કારણ તો જોડાયેલું જ સાથે બીજા પણ એવા કેટલાક કારણો છે જેના કારણે પરણિત પુરુષો બીજી સ્ત્રીઓ તરફ આકર્ષાય છે.

નાની ઉંમરમાં લગ્ન થઇ જવા: ઘણી જગ્યાએ આપણે જોઈએ છે કે નાની ઉંમરમાં જ છોકરા છોકરી ભણતા હોય ત્યારે જ તેમના લગ્ન કરી દેવામાં આવે છે. ઘણી જગ્યાએ એમ પણ વિચારવામાં આવે છે કે લગ્ન બાદ છોકરીને ભણાવીને શું કરશું એટલે તેને પણ આગળ ભણવા દેવામાં આવતી નથી. છોકરો લગ્ન બાદ પણ ભણવા માટે જાય છે, જેમ જેમ તે મોટો થતો જાય તેમ તેમ બહારની દુનિયા વિષે પરિચિત થતો જાય છે અને પોતાની પત્ની કરતા પણ બીજી સ્ત્રીઓ તેને ગમવા લાગે છે. તેને વહેલું લગ્ન થયાનો અફસોસ પણ થતો જ હોય છે પરંતુ  સમાજના અને પરિવારના ડરથી તે કઈ બોલી શકતો નથી અને જેના કારણે તે ઘરની બહાર જ પોતાની દુનિયા જીવી લેવાનું વિચારી બીજી કોઈ ગમતી સ્ત્રી સાથે સંબંધ રાખી લે છે.

Image Source

નોકરી કે કામ ધંધા માટે બહાર રહેવાનું થતા: ઘણા પુરુષો નોકરી કે પોતાના કામકાજ માટે બહાર રહેતા હોય છે. વળી ઘરે રહી નોકરી કરતો પુરુષ પણ મોટાભાગનો સમય બહાર જ પસાર કરતો હોય છે. જ્યાં તેની દિનચર્યા દરમિયાન કેટલીક સ્ત્રીઓ સાથે મળવાનું પણ થતું હોય છે. કેટલીક સ્ત્રીઓ સાથે તેની અંગત મિત્રતા પણ થઇ જાય છે. પોતાના પારિવારિક પ્રશ્નો પણ આ મિત્રતા દરમિયાન શૅર થવા લાગે છે અને એ પુરુષને લાગે છે કે મારી પત્ની કરતાં મારી આ મિત્ર મને વધારે સમજી શકે છે જેના કારણે તે પોતાની એ મિત્ર સાથે જ સંબંધ રાખવા લાગે છે. આખો દિવસ કામ માટે બહાર રહેવાના કારણે પણ પતિ પોતાની પત્ની કરતા વધુ સમય તેની એ મહિલા મિત્ર સાથ પસાર કરતો હોય બંનેને નજીક આવવાનો અવસર વધુ મળે છે.

Image Source

બાળકોના જન્મ બાદ: બાળકના જન્મ બાદ એક સ્ત્રીમાં ઘણો બદલાવ આવી જાય છે, તેની જવાબદારીઓ પણ એટલી જ વધવા લાગે છે, તેનો પ્રેમ પણ વહેંચાવવા લાગે છે. બાળકના જન્મ પહેલા પત્ની પતિને જે પ્રેમ આપતી હતી, જે સમય આપતી હતી તે બાળકના જન્મ બાદ આપી શકતી નથી જેના કારણે પુરુષને એમ લાગે છે કે તેની પત્ની બદલાઈ ગઈ છે જેના કારણે તે એકલો પડતા સોશિયલ મીડિયા અને નજીકના મિત્રો સાથે વધુ સમય પસાર કરવા લાગે છે અને તેમાંથી જ કોઈ સાથે સંબંધમાં જોડાઈ પણ જતો હોય છે.

Image Source

શારીરિક સંબંધોમાં મળતો અસંતોષ: લગ્નબાદ પુરુષને જો પોતાની પત્ની પાસેથી શારીરિક સુખમાં અસંતોષ મળે તો પણ પુરુષ બીજી સ્ત્રીઓ સાથે સંબંધ બાવવાતા હોય છે. આજે મોબાઈલમાં દુનિયાભરની જાણકારી ઉપલબ્ધ છે એવામાં પુરુષ પોતાન મિત્રો સાથે કે એકલો બેસીને પણ અશ્લીલ વિડિઓ જોતો હોય છે, લગ્ન પહેલા પણ આવા વિડિઓ અને આવી વાતોના કારણે તેના મગજમાં શારીરિક સંબંધને લઈને ઘણાબધા વિચારો પણ ચાલતા હોય છે જે લગ્નબાદ પોતાની પત્ની પાસે પૂર્ણ થશે એવી આશા રાખીને બેસે છે પરંતુ લગ્ન બાદ પત્ની પાસે એ બકધી ઈચ્છાઓ પૂર્ણ ના થતા પણ તે બીજી સ્ત્રીઓના સંપર્કમાં આવે છે જે તેની ઈચ્છાઓ પુરી કરી શકે છે. કેટલીકવાર એવું પણ બનતું હોય છે કે લગ્નના થોડા વર્ષો પછી બાળકોના જન્મ થયા બાદ શારીરિક સુખની ઈચ્છા ઓછી થતી હોય છે અને તેના કારણે શારીરિક સુખ ભોગવવા માટે થઈને પણ પુરુષને પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રી સાથે સંબંધ બાંધવો પડે છે.

Image Source

આ બધા કારણો સિવાય પણ કેટલાક એવા છુપા કારણો હોય છે જે એક પુરુષ અને સ્ત્રી બંને જાણતા હોય છે. જેને લઈને પુરુષ લગ્ન બાદ પણ પોતાની પત્ની સિવાય બીજી સ્ત્રીઓ સાથે સંબંધ રાખતા હોય છે, લગ્ન પહેલા કોઈ સ્ત્રી સાથે સંબંધ હોવા જે લગ્ન બાદ પણ કાયમ રહે છે. ભણતર દરમિયાન કોઈ સાથે પ્રેમમાં પડતા લગ્ન કોઈ બીજની વ્યક્તિ સાથે થવાના કારણે પણ લગ્ન બાદ સંબંધો અકબંધ રહે છે. આવા ઘણા કારણો જો ઝીણી નજરે જોવા જઈશું તો આપણને દેખાશે.

Image Source

પરંતુ એક સત્ય હકીકત એ પણ છે કે ભલે સંબંધોમાં ગમે તેટલી ખોટ આવે, ભલે એકબીજા માટે મનમાં ગમે એટલો અસંતોષ હોય પરંતુ પતિનો પત્ની સિવાય અને પત્નીનો પતિ સિવાય બીજો કોઈ સાચો સાથી નથી, ઘડપણમાં જયારે બધા જ સાથ છોડી દેશે ત્યારે બહાર નિભાવેલ સંબંધો વાળી કોઈ સ્ત્રી સાથ આપવા નથી આવતી, જયારે બીમાર હોઈએ ત્યારે પણ ચિંતા કરવા વળી પોતાની પત્ની જ હોય છે. જીવનના સુખ દુઃખનો સાચો સાથી પોતાની પત્ની અથવા પતિ જ છે.

આજે મોટાભાગે લોકો પ્રેમમાં એટલી હદ સુધી પાગલ થઇ જાતા હોય છે કે તેઓ સારું-ખરાબ, સાચું-ખોટું કંઈપણ સમજતા નથી.માનવામાં આવે છે કે લગ્ન પછી યુવતીઓનો નિખાર અનેક ગણો વધી જાય છે અને કોઈપણ પુરુષ તે મહિલા તરફ આકર્ષિત થઇ જાય છે પણ મોટાભાગે અવિવાહિત યુવકો પણ વિવાહિત મહિલાઓ તરફ આકર્ષિત થઇ જાય છે અને તેઓના પ્રેમમાં પડી જાય છે.આજે આમ તમને જણાવીશું કે કોઈપણ વિવાહિત મહિલા કે પુરુષના પ્રેમમાં પડતા આ બાબતોને ચોક્કસ જાણી લેવી જોઈએ.

Image Source

1.જો તમારું દિલ કોઈ વિવાહિત પુરુષ પર આવ્યું: જો કોઈ મહિલાનું દિલ કોઈ વિવાહિત પુરુષ પર આવી જાય તો તમારે એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે આ સંબંધનું કોઈ ભવિષ્ય નથી હોતું. જે વ્યક્તિ પોતાની પત્નીનો ના થઇ શક્યો તે તમારો કેવી રીતે થશે?જે તમારા માટે પોતાની પત્નીને છોડી શકે છે તે આગળ જઈને તમને પણ છોડી શકે છે.ધ્યાન રાખો કે જે પુરુષ મહિલાની સાથે લિવ ઈન માં રહીને લગ્ન માટેનું વચન આપે છે તે ચોક્કસ પછી છોડીને ચાલ્યા જાય છે અને તમે તમારા પરિવારનો ભરોસો પણ ગુમાવી દેશો.

2.રોમાન્સનું ના વિચારો: જયારે કોઈ યુવક વિવાહિત મહિલાના પ્રેમમાં પડી જાય છે તો ઘણીવાર મહિલા તેનો ફાયદો પણ ઉઠાવી શકે છે. તેનો હેતુ માત્ર રોમાંસ અને ટાઈમ પાસ કરવાનો જ હોય છે. એવામાં જો યુવક તેને સાચો પ્રેમ કરી બેસે તો આગળ જઈને સમસ્યા આવી શકે છે.

3.જો તમારું દિલ કોઈ વિવાહિત મહિલા પર આવ્યું: જણાવી દઈએ કે જો તમારું દિલ કોઈ વિવાહિત મહિલા પર આવી જાય તો તે તમારા માટે વધારે ભયંકર પરિણામ લાવી શકે છે.આવા રિલેશનની કોઈ ગેરંટી નથી હોતી. આવી મહિલા પોતાના પરિવાર અને પતિથી છુપાઈને તમારી સાથે ડેટ તો કરશે પણ એક સમયે તમને છોડીને પણ ચાલી જાશે.

4.સાચો પ્રેમ ના કરો: યુવક જો વિવાહિત મહિલાના પ્રેમમાં પડી જાય તો તેનું જીવન ખરાબ થઇ શકે છે. અને સાથે જ મહિલાનું વિવાહિત જીવન પણ ખરાબ થઇ શકે છે.માટે વિવાહિત મહિલા સાથે સંબંધ બનાવતા પહેલા ચોક્કસ વિચાર કરી લો.

5.પોતાના સંબંધ પર વિચાર કરો: જ્યારે કોઈ યુવક વિવાહિત મહિલાની તરફ આકર્ષિત થાય છે તો તેની સાથે રિલેશનમાં જોડાતા પહેલા ચોક્કસ વિચાર કરો કેમ કે તે આવનારા સમયમાં તમારા માટે સમસ્યા બની શકે છે અને આવા રિલેશનનું કોઈ ભવિષ્ય નથી હોતું.

6.આવી પરિસ્થિતમાં તમારે શું કરવું જોઈએ: જણાવી દઈએ કે જ્યારે તમને જાણ થાય કે સામે વાળો વ્યક્તિ વિવાહિત છે અને તમે તેને પ્રેમ કરી રહ્યા છો તો આ બધાથી દૂર મગજમાં અમુક શબ્દ ચોક્કસ લાવો જેમ કે મારું કેરિયર,મારો પરિવાર,મારું ભવિષ્ય આ બધી વસ્તુઓની અનુભૂતિ કરો અને વિચાર કરો.