પ્રેમનો ખૌફનાક અંત ! પરણિત ગર્લફ્રેન્ડને તેના જ બાળક સામે 16 વાર ચાકૂ માર્યા, આઘાતમાં દીકરાએ આવું કર્યું

ગુજરાત સહિત દેશભરમાંથી અવાર નવાર હત્યાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ઘણી હત્યા અંગત અદાવતમાં કરવામાં આવતી હોય છે તો ઘણી પ્રેમ સંબંધ અને અવૈદ્ય સંબંધમાં કરવામાં આવતી હોય છે. ત્યારે હાલમાં હત્યાનો રૂવાંડા ઊભા કરી દે તેવો કિસ્સો સામે આવ્યો છે. પ્રેમ પ્રકરણના કારણે એક પરિણીત યુવતીને તેના પ્રેમીએ તેના માસૂમ બાળકની સામે જ છરીના ઘા ઝીંકી દીધા હતા. સોમવારે બપોરે એક સનકી પ્રેમીએ તેની પરણિત પ્રેમિકાની ચાકુ મારીને હત્યા કરી હતી. પ્રેમિકાએ 2 વર્ષથી ચાલતા પ્રેમ પ્રકરણનો અંત લાવવાની વાત કરતા પ્રેમીએ પ્રેમિકાના માસૂમ પુત્રની સામે જ છરી વડે હુમલો કર્યો હતો.

તેને 16 વાર ચાકુ ઝીંકવામાં આવ્યા હતા. હત્યા કર્યા બાદ આરોપી પ્રેમી ભાગી ગયો હતો. આ ઘટના જોઈને માસૂમ પુત્ર ડરી ગયો અને તેણે પોતાની જાતને કબાટમાં બંધ કરી દીધી. જણાવવામાં આવી રહ્યું છે કે સંદીપ સાહુ નામના વ્યક્તિએ 26 વર્ષની રૂબીનાની હત્યા કરી હતી. આ ઘટનાથી શહેરમાં ચકચાર મચી જવા પામી છે. મૃતક રૂબીનાની માસુમ બાળકીએ આ હત્યાકાંડ પોતાની આંખે જોયો હતો. સાત વર્ષના માસૂમ બાળકે કહ્યુ કે, તેણે દરવાજો ખખડાવ્યો, માતાએ દરવાજો ખોલતાં જ તે અંદર આવ્યો. તેણે તેની માતાને મારવાનું શરૂ કર્યું. તે મને માતાની જેમ મારી નાખશે તેમ વિચારી હું ડરીને ભાગ્યો અને કબાટમાં સંતાઈ ગયો.

તેણે માતાને ખૂબ મારી… પહેલા તેને મુક્કો માર્યો… પછી તેને છરી વડે મારવાનું શરૂ કર્યું. માતા ખૂબ રડતી હતી, બૂમો પાડતી હતી, પણ કોઈ બહાર ન આવ્યું. બધા મને જોઈ રહ્યા. તે એક હાથમાં છરી પકડીને બીજા હાથથા મુક્કો મારી રહ્યો હતો. થોડી વાર પછી એક અવાજ આવ્યો, જ્યારે મેં જોયું તો ત્યાં બીજું કોઈ હતું. એ પછી હું બહાર આવ્યો. સંદીપ સાહુએ સોમવારે બપોરે આ ઘટનાને અંજામ આપ્યો હતો. 26 વર્ષની રૂબીના પતિ આસિફ અને 7 વર્ષના પુત્ર સાથે રહેતી હતી. સવારે પતિ નોકરી પર ગયો ત્યારે સંદીપે તેને તેના ઘરે ધમકાવી હતી. બંને વચ્ચે થોડો સમય બોલાચાલી થઈ હતી, ત્યારબાદ તેણે રૂબીનાને છરી વડે અનેક વાર કર્યા હતા.

જ્યારે તે પોતાનો જીવ બચાવવા દોડી ત્યારે આરોપીએ દોડીને તેને મારી. તે પડતાની સાથે જ તેણે તેનું ગળું કાપી નાખ્યું અને તેને પહેલા માળેથી નીચે ફેંકી દીધી. પડોશીઓ તેને નીચે પડતા જોઈને સરનીની એમપીઈબી હોસ્પિટલમાં લઈ ગયા, જ્યાંથી તેને ઘોરડોંગરી રિફર કરવામાં આવી. તપાસ બાદ ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી. કહેવામાં આવી રહ્યુ છે કે, મહિલાનું સંદીપ સાથે બે વર્ષથી અફેર હતું, જેના કારણે અવારનવાર ઝઘડા થતા હતા. તપાસમાં જાણવા મળ્યું છે કે થોડા સમય પહેલા પતિ અને પ્રેમી વચ્ચે ઝઘડો થયો હતો. પ્રેમી ઈચ્છતો હતો કે મહિલાનો સંબંધ પહેલા જેવો જ રહે, પરંતુ રૂબીના તેનાથી અંતર બનાવી રહી હતી.

આરોપી

આ કારણે તે ગુસ્સામાં હતો. મૃતકના પતિ આસિફ અલીએ જણાવ્યું કે સંદીપ રૂબીનાને 2 વર્ષથી હેરાન કરતો હતો. આસિફ અલીએ જણાવ્યું કે 6 મહિના પહેલા પણ સંદીપે રૂબીનાનું માથું ભાંગી નાખ્યું હતું, જેની ફરિયાદ સરની પોલીસ સ્ટેશનમાં કરવામાં આવી હતી, પરંતુ પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી, જેના કારણે અમે વિસ્તાર છોડીને અન્ય વિસ્તારમાં રહેવા ગયા હતા, આજે સંદીપ આવ્યો અને રૂબીનાને તેના પુત્રની સામે જ છરીના ઘા મારીને હત્યા કરવામાં આવી હતી. આ કિસ્સો મધ્યપ્રદેશના બેતુલ જિલ્લાનો છે.

Shah Jina