આપણા દેશની અંદર ગાયને માતા તરીકેનો દરજ્જો આપવામાં આવ્યો છે, આપણા શાસ્ત્રોમાં પણ કહેવામાં આવ્યું છે કે ગાયની અંદર 33 કરોડ દેવતાઓનો વાસ છે, અને એટલે જ આપણે ગાય માતાની પૂજા પણ કરીએ છીએ. માત્ર ભારત જ નહીં પરંતુ વિદેશોમાં પણ ગાયની પૂજા કરવામાં આવે છે. જેના ઘણા મામલા પણ સામે આવે છે.
હાલ એક અનોખો મામલો કંબોડીયામાંથી સામે આવ્યો છે, જ્યાં એક મહિલાએ ગાય સાથે જ લગ્ન કરી લીધા છે. એટલું જ નહીં મહિલાએ ગાયને પોતાના મૃત્યુ પામેલો પતિ માનીને લગ્ન કરી લીધા છે. આ મહિલા છે કંબોડીયાના ક્રાટી વિસ્તારમાં રહેવાવાળી. મીડિયા રિપોર્ટ અનુસાર આ મહિલાનું નામ ખીમ હેન્ગ છે.
ઘણા સમય પહેલા આ મહિલાના પતિનું મોત થઇ ગયું હતું. મહિલાના ઘરે જયારે ગાય જન્મી ત્યારે મહિલાનો લગાવ તેની સાથે ખુબ જ વધી ગયો હતો. મહિલા તેની સાથે ખુબ જ સમય પસાર કરવા લાગી. મહિલા જે પણ ખાતી તેને પણ ખવડાવતી. ધ સનના રિપોર્ટમાં એ વાતનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગાય મહિલાને એ રીતે જ પ્રેમ કરે છે જે રીતે તેનો પતિ તેને પ્રેમ કરતો હતો.
મહિલાને હવે એમ લાગે છે કે તે બીજું કોઈ નહીં પરંતુ તેનો પતિ જ છે. જે ફરીથી તેના માટે પાછો આવી ગયો છે અને તેમને જ પુનર્જન્મ લીધો છે. જેના કારણે તેને ગાય સાથે જ લગ્ન કરી લીધા. મહિલા એમ પણ જણાવે છે કે ગાય તેના હાથ અને ચહેરો પણ ચાટ્યા કરે છે.
આ બાબતે મહિલાના પાડોશીઓનું કહેવું છે કે “મહિલાએ ગાય સાથે કાયદેસર રીતે લગ્ન કર્યા છે. હવે તે ગાયને જ પોતાનો પતિ સમજીને પ્રેમ કરે છે. અહીંયા સુધી કે તેને ગાયને પોતાના પતિનો એ તકિયો પણ આપ્યો છે જે તેનો પતિ ઉપયોગ કરતો હતો. મહિલા અને ગાય બધો જ સમય સાથે વિતાવે છે. આ ઉપરાંત મહિલાએ પોતાના બાળકોને પણ કહ્યું છે કે ગાયને જ પિતા માની લે અને તેની સેવા કરે !!”