મનોરંજન

દીકરીના કહેવા ઉપર 49 વર્ષના વ્યક્તિએ કર્યા 20 વર્ષ નાની છોકરી સાથે લગ્ન, 3 વર્ષ પહેલા પત્નીનું થયું હતું મૃત્યુ

દુનિયાભરમાં કોરોના વાયરસના કારણે ઘણું બધું અટકી ગયું છે, જેની અંદર ઘણા પ્રસાંગો, તહેવારો અને કાર્યક્રમો પણ રદ થયા છે. પરંતુ હાલ મળેલી છૂટછાટ દરમિયાન લગ્નમાં નિશ્ચિત લોકો સાથે લગ્ન કરવાની છૂટ આપવામાં આવી છે. તો સાઉથની ફિલ્મોના પ્રોડ્યુસરે આ લોકડાઉનમાં જ લગ્ન કરતા ચર્ચાનો વિષય બન્યો છે, કારણે કે તેમને પોતાની ઉંમરથી 20 વર્ષ નાની યુવતી સાથે લગ્ન કર્યા છે. અને તે પણ તેમની દીકરીના કહેવા ઉપર.

મળતી માહિતી અનુસાર તેલુગુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ખ્યાતનામ પ્રોડ્યુસર દિલ રાજુના આ બીજા લગ્ન છે, તેમની હાલમાં ઉમર 49 વર્ષની છે અને તેમની બીજી પત્નીની ઉંમર ફક્ત 29 વર્ષની છે. જેના કારણે આ લગ્ન ચર્ચાનો વિષય બન્યા છે.

Image Source

લોકદડાઉનમાં થયેલા આ લગ્નની અંદર  બંને પરિવારના નજીકના લોકો જોડાયા હતા, દિલ રાજુની પહેલી પત્ની અનિતાનું વર્ષ 2017માં થયું હતું, દિલ રાજુના બીજા લગ્નની તમામ વ્યવસ્થા તેમની દીકરી હંસીતા રેડ્ડીએ કરી હતી.

Image Source

દિલ રાજુની બીજી પત્નીનું નામ વ્યાધા રેડ્ડી છે. દિલ રાજુના પ્રોડક્શન હાઉસ શ્રી વેન્કેટેશ્વર ક્રિએશન્સ દ્વારા આપેલા એક બયાનમાં તેમના લગ્નની વાત જણાવવામાં આવી છે.

Image Source

દિલ રાજુનું અસલી નામ વી વેન્કેટ રમણ રેડ્ડી છે. જો કે લોકો હવે તેમના આ મૂડ નામથી ઓછા ઓળખે છે. દિલ રાજુ સાઉથ ઈન્ડસ્ટ્રીનું એક મોટું નામ છે તેમને ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે, અને તેમના કામ માટે તેમને નેશનલ એવોર્ડ પણ મળ્યો છે.

Image Source

દિલ રાજુ હાલમાં અભિનેતા પવન કલ્યાણ સાથે ફિલ્મ “વકીલ સાબ”માં કામ કરી રહ્યા છે. આ ફિલ્મ બૉલીવુડ ફિલ્મ “પિન્ક”ની રીમેક છે.

Image Source

દિલ રાજુએ પોતાના પ્રોડક્શન હાઉસ શ્રી વેન્કેટેશ્વર ક્રિએશન્સના બેનર હેઠળ ઘણી ફિલ્મો બનાવી છે. જેમાંથી આર્ય, ભદ્રા, વૃન્દાવનમ, મિસ્ટર પરફેક્ટ, ઓ માય ફ્રેન્ડ, યેવડુ, સુપ્રીમ, નેનૂ લોકલ, લવર, શ્રી નિવાસ કલ્યાણમ અને જાનુ મુખ્ય છે.