ખબર

એક જ મંડપમાં પત્ની અને સાળી સાથે કર્યા લગ્ન, કારણ જાણીને તમે પણ કહેશો, પત્ની હોય તો આવી- વાંચો સમગ્ર મામલો

આપણે ઘણા લગ્નો જોયા હશે જે પત્નીથી છુપાવીને ઘણી વાર પતિ બીજા સાથે સંબંધ રાખતો હોય છે તો કેટલીકવાર લગ્ન પણ કરી લે છે. ઘણા કિસ્સાઓમાં આપણે એમ પણ જોયું હશે કે બે લગ્ન કર્યા બાદ પતિ અને બંને પત્નીઓ સાથે પણ રહેતી હશે. રાજા મહારાજાઓના સમયમાં રાજા એક કરતા પણ વધારે લગ્ન કરી શકતા હતા પરંતુ હાલમાં જ હિન્દૂ મેરેજ એક્ટ અનુસાર પુરુષને એક જ લગ્ન કરવાની છૂટ મળેલી છે. પરંતુ હમણાં એક કિસ્સો ચર્ચામાં ચાલી રહ્યો છે જેમાં વરરાજા તો એક જ હતા પરંતુ કન્યાઓ બે જોવા મળી. જેને જોઈને આ અનોખા લગ્ન ચર્ચાનો વિષય બન્યા હતા.

Image Source

પ્રાપ્ત માહિતી અનુસાર મધ્યપ્રદેશના ભીંડમાં થયેલા એક લગ્ન સમારંભમાં પતિએ પોતાની પત્ની અને સાળી સાથે એક જ મંડપમાં લગ્ન કરી લોકોને વિચારમાં મૂકી દીધા હતા.પરંતુ લગ્ન કરવાનું કારણ જાણીને સૌ કોઈએ આ અનોખા લગ્નની પ્રસંશા પણ કરી હતી.

ભિંડના પૂર્વ સરપંચ દિપકના ઘરે લગ્નના જોડામાં તૈયાર થયેલી બંને કન્યાઓમાં એક તો દીપકની પત્ની વનિતા જે હાલમાં તે ગામની સરપંચ છે તે જ હતી પરંતુ બીજી કન્યા તેની પત્નીની બહેન રચના હતી જેની સાથે પણ દીપકે લગ્ન કર્યા હતા. પત્ની હયાત હોવા છતાં પણ બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા માટે દીપકને તેની પત્ની વનિતાએ જ કહ્યું હતું અને વનિતાએ જ રચના દિપક સાથે લગ્ન કરવા માટે યોગ્ય છોકરી છે તેમ પણ જણાવ્યું હતું જે બાદ જ દિપક રચના સાથે લગ્ન કરવા માટે તૈયાર થયો હતો.

દિપક અને રચનાના લગ્ન પ્રસંગે દીપકે તેની પત્ની વનિતાને પણ દુલ્હનના કપડામાં તૈયાર કરી હતી, લગ્નનો તમામ વિધિ વનિતા અને રચનાની સાથે મળીને કર્યો હતો. દીપકે બંને પત્નીને વરમાળા તેમજ મંગળસૂત્ર પહેરાવ્યા હતા જયારે બંને પત્નીઓની સેંથીમાં સિંદૂર પણ ભર્યું હતું. દીપકના બે લગ્ન કરવા પાછળનું કારણ જયારે તેને પૂછવામાં આવ્યું ત્યારે તેને જણાવ્યું હતું કે: “તેની પહેલી પત્ની વનિતાની તબિયત સારી નથી રહેતી, અને બાળકો પણ હજુ નાના છે જેના કારણે તેમની દેખરેખ રાખવા માટે તેને આ પગલું ભર્યું છે.” દીપકે વધુમાં જણાવ્યું કે “તે ઘણા સમયથી તેની સાળી રચનાને પસંદ કરતો હતો, જયારે બીજા લગ્નની વાત નીકળી ત્યારે દીપકે રચનાનું નામ જ સૂચવ્યું અને ત્યારબાદ વનિતાની પરવાનગીથી જ આ લગ્ન સંપન્ન થયા હતા.”