અજબગજબ

આ વ્યક્તિએ બે ગર્લફ્રેન્ડ સાથે કર્યા લગ્ન, આપ્યું દહેજ, લગ્ન કરવાનું કારણ જાણીને ચકિત થઇ જશો

જો કે દરેક રોજ ઘણી એવી ઘટનાઓ સામે આવતી હોય છે જેને જાણીને લોકોને પણ નવાઈ લાગતી હોય છે. એવામાં જ ઇન્ડોનેશિયામાં એવી જ એક વિચિત્ર ઘટના સામે આવી છે જેને જાણીને દરેક કોઈ હેરાન જ રહી ગયા છે. વાત કંઈક એવી છે કે એક વ્યક્તિએ પોતાની બંન્ને ગર્લફ્રેન્ડ સાથે લગ્ન કરી લીધા છે, અને તે પણ એક જ મંડપમાં.

Image Source

જણાવી દઈએ કે મુસ્લિમ ધર્મના ગ્રંથ કુરાનના આધારે એક વ્યક્તિ ચાર લગ્ન કરી શકે છે. વ્યક્તિ એક કરતા વધારે લગ્ન ત્યારે જ કરી શકે છે કે જ્યારે તેની પહેલી પત્ની બીજા લગ્ન કરવા માટેની સ્વીકૃતિ આપે. ઇન્ડોનેશિયાના કાનૂનના આધારે, જો વ્યક્તિ દેખભાળ કરવામાં સક્ષમ હોય અને તેની જરૂરિયાતોને પણ પુરી કરી શકે તેમ હોય તો તે લગ્ન કરી શકે છે. પણ અહીં આ વ્યક્તિએ એક જ મંડપમાં બે યુવતીઓ સાથે લગ્ન કરી લીધા, જેને દરેક કોઈને હેરાન કરી દીધા છે.

Image Source

જણાવી દઈએ કે ઇન્ડોનેશિયામાં એક રિવાજ દહેજનો પણ છે.જ્યાં દુલ્હનનો પરિવાર છોકરાને દહેજ આપે છે જ્યારે અહીં આ કિસ્સામાં યુવકે દુલ્હનના પરિવારના લોકોને દહેજ આપીને એ જણાવ્યું છે કે તે દુલ્હનનું ધ્યાન રાખી શકે તેમ છે. યુવકે બંન્ને યુવતીઓના પરિવારને 5-5 હજાર રૂપિયા આપ્યા છે અને દહેજ આપવાની આ પક્રિયા તેમણે મંડપમાં જ પુરી કરી લીધી છે.

વાતચીતના દરમિયાન લગ્ન કરનાર વ્યક્તિએ કહ્યું કે,”હું મારી બંન્ને પ્રેમિકાઓમાંથી કોઈનું પણ દિલ તૂટે તે જોઈ શકતો ન હતો, માટે મેં બંન્ને સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો”.

Image Source

સોશિયલ મીડિયા પર પણ તેઓના લગ્નની તસ્વીરો અને વિડીયો વાઇરલ થઇ રહ્યા છે.17 ઓગસ્ટના રોજ લગ્નના વિડીયો અને તસ્વીરો શેર કરવામાં આવી હતી જેમાં જોઈ શકાય છે કે યુવકે બંન્ને પ્રેમિકા સાથે એક જ મંડપમાં બેસીને લગ્ન કર્યા હતા.