વરરાજાએ નિભાવ્યું ભાવિ પત્નીને આપેલું વચન, ઘોડા ઉપર જાન લઈને આવવાના બદલે કરી લગ્ન મંડપમાં એવી રીતે એન્ટ્રી કે… જુઓ વીડિયો

સોશિયલ મીડિયામાં લગ્નને લઈને ઘણા બધા વીડિયો વાયરલ થતા હોય છે, ઘણા વીડિયો એવા પણ હોય છે જે દિલ જીતી લેતા હોય છે, તો ઘણા વીડિયોની અંદર લગ્નના અલગ અલગ રીતિ રિવાજો પણ જોવા મળતા હોય છે, ખાસ કરીને આજના સમયમાં લોકો ખુબ જ સમજદાર બની ગયા છે, અને ઘણા લોકો પોતાના લગ્નને ખાસ બનાવવા માંગતા હોય છે.

ત્યારે હાલ સોશિયલ મીડિયામાં એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક વર-કન્યાએ જે કર્યું તેણે લોકોનું દિલ જીતી લીધું. આપણે મોટાભાગે જોયું છે કે લગ્નની અંદર ઘોડા ઉપર વરરાજા સવાર થઈને આવે છે, તો ઘણીવાર ઘોડાગાડી પણ લાવવામાં આવે છે. પરંતુ વાયરલ થઇ રહેલા આ વીડિયોમાં વરરાજા ઘોડા કે ઘોડાગાડી ઉપર નહિ પરંતુ પોતાના ભાઈઓના ખભા ઉપર સવાર થઈને આવે છે.

આમ કરવા પાછળનું કારણ પણ દિલ જીતી લેનારું છે, વીડિયોના કેપશનમાં લખવામાં આવ્યું છે કે, “મેં હંમેશા એવા લગ્નની કલ્પના કરી છે જેમાં કોઈ જાનવરને નુકસાન ન થાય. મેં લગ્નોમાં જોયું છે કે ભારે કપડા પહેરીને તેમની સાથે કેટલું ખરાબ વર્તન કરવામાં આવે છે અને કેટલીકવાર તેઓને ડાન્સ કરવા માટે દારૂ પણ પીવડાવવામાં આવે છે.” મેં હંમેશા તે ભાગને ધિક્કાર્યો છે અને હંમેશા પ્રાર્થના કરી છે કે મારા લગ્નમાં હું કોઈ પ્રાણીનો ઉપયોગ નહીં કરું તેના બદલે અમે અમારા લગ્ન પછી તેમને ખવડાવીશું.”

 

View this post on Instagram

 

A post shared by @furry_angels16

કેપશનમાં આગળ જણાવ્યું છે કે, “મારા પતિએ મને વચન આપ્યું હતું કે તેઓ તેમના પરિવારને સમજાવવાનો શ્રેષ્ઠ પ્રયાસ કરશે અને તે સફળ થયા. અમે પેન્ડેમિકમાં લગ્ન કર્યા. આજે જ્યારે હું યાદોને પાછી જોઉં છું ત્યારે મને આનંદ થાય છે. દરેક ધાર્મિક વિધિ અને કાર્યક્રમ કરવામાં આવ્યા, અને તે પણ ઘોડા વિના.” સોશિયલ મીડિયામાં આ વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, અને લોકો પણ વર-કન્યાના આ પ્રયાસના વખાણ કરી રહ્યા છે.

Niraj Patel