વાહ… આ દંપતીએ ગૌશાળામાં કર્યા લગ્ન, લોકોને જમાડવાના બદલે પ્રાણીઓને ખવડાવું ખાવાનું, મૌન પ્રાણીઓ પાસેથી લીધા આશીર્વાદ

સોશિયલ મીડિયામાં અનોખા લગ્ન પ્રસંગોના ઘણા વીડિયો વાયરલ થતા હોય છે. કોરોનાના કારણે લગ્નોની પ્રથા બદલાઈ ગઈ છે, ત્યારે હવે ગણ્યા ગાંઠ્યા લોકોને જ લગ્નમાં હાજર રહેવાની પરવાનગી પણ આપવામાં આવી છે, પરંતુ આ દરમિયાન એક એવા લગ્નનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જોઈને તમને પણ લગ્ન કરનાર આ દંપતી ઉપર ગર્વ થશે.

દેશના ખ્યાતનામ બિઝનેસમેનમાં એક એવા હર્ષ ગોયંકા સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે. અને કંઈક અવનવું તે પોસ્ટ કરતા હોય છે. હાલમાં જ તેમને ટ્વીટર ઉપર એક એવા જ લગ્નનો વીડિયો શેર કર્યો છે જે ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ લગ્નની ખાસ વાત એ છે કે આ લગ્ન ગૌશાળામાં થયા છે અને આ લગ્નની અંદર ફક્ત પ્રાણીઓ જ મહેમાન છે.

વાયરલ થઇ રહેલા વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક દંપતીએ ગૌશાળામાં લગ્ન કર્યા છે, અને ગાયો, ભેંસો, સસલા અને વાંદરા જેવા પ્રાણીઓ માટે ખાસ ભોજનની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. જેમ લગ્નની અંદર એક પછી એક વાનગી પીરસવામાં આવે તેમ આ પ્રાણીઓને પણ એક પછી એક વાનગી પીરસવામાં આવી રહી છે.

હર્ષ ગોયંકાએ શેર કરેલા આ વીડિયોની સાથે તેમને કેપશનમાં જણાવ્યું છે કે, “નેલ્લોરની ગૌશાળામાં એક લગ્ન થયા. જ્યાં ફક્ત જાનવરોને જ ખાવાનું ખવડાવવામાં આવ્યું. જાનવર અને પક્ષીઓ પાસેથી મૌન આશીર્વાદ પ્રાપ્ત કરવાની શું સુંદર રીત છે.” જુઓ તમે પણ વાયરલ થઈ રહેલો આ વીડિયો..

Niraj Patel