લગ્ન પ્રસંગ હોય એટલે નાની-મોટી બબાલો તો ચાલતી જ હોય, જમવા બાબતે, કે કોઈ સગાને કોઈની વાતનું ખોટું લાગ્યું હોય કે જૂતા છુપાવવાની રસમ હોય કે પણ જયારે લગ્ન થાય પણ જાન કન્યા વિના જ વિદાય થાય ત્યારે તો મોટી જ બબાલ કહેવાય.

આવી જ એક બબાલ અમદાવાદમાં આ લગ્નગાળામાં સામે આવી હતી. અમદાવાદના સોલા હાઇકોર્ટ વિસ્તારમાં રહેતા એક શ્રીમંત પરિવારની દીકરીના લગ્ન દિલ્હીના યુવક સાથે નક્કી કરવામાં આવ્યા હતા. નક્કી કરવામાં આવેલી તરીકે યુવક દિલ્હીથી જાન લઈને અમદાવાદ પરણવા માટે આવ્યો હતો. બપોરે 3 વાગે યુવકે પાર્ટીપ્લોટમાં યુવતી સાથે લગ્ન કર્યા, સાંજે 7 વાગે એ જ પાર્ટીપ્લોટમાં તેમની રિસેપ્શન રાખવામાં આવ્યું હતું, જેમાં 8 વાગે યુવકે દૂધ પીવાની વિધિ કરવાનો વિરોધ કર્યો અને, વાત મોટી થઇ અને જાન કન્યાને લીધા વિના જ દિલ્હી પરત ફરી હતી.

શરૂઆતમાં દૂધ પીવાની વિધિ મુદ્દે બંને પક્ષે હળવી મજાક-મસ્તી થઇ પણ પછી બોલાચાલી વધી જતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો. વર-કન્યા સહીત પરિવાર અને લગભગ 300 માણસોનું ટોળું રાતે 9 વાગે સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન પહોંચ્યુ હતું. સમાજના આગેવાનોએ અને પરિવારના સભ્યોએ મધ્યસ્થી કરીને મામલો થાળે પાડવા પ્રયાસ કર્યો હતો, પણ વર અને કન્યા માન્યા નહિ.

રાતે 3 વાગ્યા સુધી ચર્ચાઓ ચાલી અને અંતે વર-કન્યાએ છૂટાછેડા લેવાનો નિર્ણય લીધો. બંને પક્ષના સભ્યો વચ્ચે ઝઘડો થતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હોવાની નોંધ પોલીસે કરી હતી. પણ અંતે બંને પક્ષે પોલીસ ફરિયાદ ન કરવાનું કહેતા માત્ર નિવેદન લઈને તેમને જવા દીધા હતા. રાતે 3 વાગે દિલ્હીથી આવેલી જાન કન્યાને લીધા વગર દિલ્હી પાછી ફરી. જો કે આખો મામલો છૂટાછેડા સુધી પહોંચતા યુવક-યુવતીનું જીવન ખરાબ ન થાય એ માટે પરિવારે અને પોલીસે તેમને ઘણા સમજાવ્યા હતા, પણ કોઈ ફાયદો થયો નહિ.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.