લોકડાઉન દરમિયાન ટીવી ઉપર રામાયણનું પુનઃ પ્રસારણ થયું હતું. રામાયણને કરોડો લોકોએ નિહાળી ટીવી જગતમાં સૌથી વધુ જોનારી ધારાવાહિકમાં રામાયણ ટોપ ઉપર આવી ગઈ હતી. આવી જ એક વાત રામાયણની સીતા દીપિકા ચીખલીયાના જીવન વિષે આપને જણાવીશું.
View this post on Instagram
દીપિકા ચીખલીયાએ રામાયણમાં સીતાનું પાત્ર ભજવી અને એ પાત્રને હંમેશ માટે અમર કરી દીધું, પરંતુ રામાયણની સીતાને રામ સ્વયંવર દ્વારા મળી ગયા પણ અસલ જીવનમાં સીતા એટલેકે દીપિકાને જીવન સાથી કેવી રીતે મળ્યો તે આખી ઘટના પણ ખુબ જ દિલચસ્પ છે.
View this post on Instagram
થોડા દિવસ પહેલા જ દીપિકાના વીડિન્ગ રિસેપશનની તસવીરો સામે આવી જેની અંદર રાજેશ ખન્ના પણ જોવા મળી રહ્યા હતા. દીપિકાના જીવન વિષે ચાહકોને ઘણી જ અવનવી વાતો પણ જાણવા મળી હતી.
દીપિકાએ જ પોતાની પ્રેમ કહાણી જણાવતા એક પોસ્ટ કરી છે અને તેની અંદર જ તેને ઘણી દિલચસ્પ વાતો પણ જણાવી છે. દીપિકાએ જણાવ્યું હતું કે તેના અસલી જીવનના રામ એટલે કે તેમના પતિ હેમંત ટોપીવાળા સાથેની પહેલી મુલાકાત ફિલ્મ “સુન મેરી લેલા”ના સેટ ઉપર થઇ હતી. 1983માં આવેલી આ ફિલ્મ દ્વારા જ દીપિકાએ પોતાના કેરિયરની શરૂઆત કરી હતી.
View this post on Instagram
આ ફિલ્મની અંદર એક સીન હતું જેમાં દીપિકાને શૃંગાર કાજલ કંપની માટે એક એડ ફિલ્મ પણ શૂટ કરવાની હતી, શૃંગાર એજ કંપની છે જેને હેમંત ટોપીવાળા અને તેમનો પરિવાર ચલાવી રહ્યો હતો.
View this post on Instagram
દીપિકાએ ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની લવ સ્ટોરી જણાવતા લખ્યું છે કે “જયારે અમે એડ ફિલ્મની શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે હેમંત સેટ ઉપર શૂટિંગ જોવા માટે આવ્યા હતા અને એ એજ પળ હતી જયારે અમે બંને પહેલીવાર મળ્યા, ત્યાર બાદ અમે અમારા જીવનમાં વ્યસ્ત થઇ ગયા. જોકે ક્યાંકને ક્યાંક અમે એકબીજાના દિમાગમાં છવાયેલા હતા અને પછી બીજીવાર મુલાકાત થઇ.”
View this post on Instagram
રવિવારે દીપિકાએ આ એડ શૂટનો એક વિડીયો શેર કરીને આટલા સુધી પોતાની લવ સ્ટોરી પોસ્ટ કરી હતી ત્યારબાદ સોમવારે એક બીજી પોસ્ટ દ્વારા દીપિકાએ તેની પ્રેમ કહાનીને આગળ વધારતા જણાવ્યું કે: “તો મારી ઇન્સ્ટાગ્રામ ફેમેલી… કહાની કંઈક આવી રીતે આગળ વધે છે. અમે સેટ ઉપ્પર અમારા કેરિયર વિષે વાત કરી, આ એ સમય હતો જયારે તે પોતાના ભણવાની સાથે તેમના પિતાની ઓફિસમાં જવાનું પણ શરૂ કર્યું હતું. થોડા સમય પછી એમને મને એક પાર્લરમાં જોઈ હતી, જે મારા ઘરની પાસે જ હતું.
ત્યારબાદ તેમને મને જણાવ્યું કે આ વર્ષોમાં તે હંમેશા તેમના દિમાગમાં ઘૂમતી રહી, અને છેલ્લે અમે એમ ફેમેલી ફ્રેન્ડની મદદથી 28 એપ્રિલ 1991માં પાછા મળ્યા અને લગભગ 2 કલાકની વાતચીતમાં અમે નક્કી કરી લીધું હતું અને પરિવારને જણાવી દીધું કે અમે પોતાનું જીવન સાથી નક્કી કરી લીધું છે. 29 એપ્રિલના રોજ મારા જન્મદિવસે એક નાનો સમારંભ કર્યો અને એજ વર્ષે અમે લગ્ન કરી લીધા.”
View this post on Instagram