ખબર

Brekaing: અમદાવાદમાં કરફ્યુમાં પણ લગ્ન થઇ શકશે, આ છે ગાઈડલાઈન

અમદાવાદમાં શુક્રવાર રાતથી સોમવાર સવાર સુધી કર્ફ્યું લગાડી દેવામાં આવ્યું છે. જેના કારણે ઘણા લોકોના લગ્નમાં વિઘ્ન પડ્યું છે. આ વચ્ચે જેના ઘરે લગ્ન હોય તે લોકો માટે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે અગત્યની સુચના આપી છે.

Image Source

નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, રાતના કર્ફ્યુના કારણે કોઈ તકલીફ ના પડે તે માટે દિવસ દરમિયાન જ લગ્ન સમારોહ પૂર્ણ કરી લેવો જોઈએ.

અ સાથે જ જણાવ્યું હતું કે, લગ્ન પ્રસંગમાં માત્ર 200 જણને જ હાજર રાખવાની છૂટ આપવામાં આવેલી છે. પરંતુ લગ્ન સમારોહ જેમનો હોય તેમણે કલેક્ટર કચેરીમાં હાજર રહેનારા 200 જણની યાદી આપીને મંજુરી લેવી પડશે. પોલીસ તરફથી લગ્નમાં જવા માટેની દિવસના ટાઈમે મંજૂરી આપવામાં આવશે.