ઝુંપડીમાં રહેનારી યુવતી પર આવ્યું બિઝનેસમેનનું દિલ, 50 સંબંધને ઠુકરાવીને કર્યા લગ્ન
આપણા સમાજમાં લગ્નને એક પવિત્ર સંબંધ માનવામાં આવે છે. લગ્ન 2 દિલની સાથે-સાથે 2 પરિવારના પણ સંબંધ જોડાઈ છે. જયારે 2 લોકો લગ્ન કરે છે ત્યારે લોકો ધામધૂમથી તેની ઉજવણી કરે છે. પરંતુ લગ્ન જીવનને ટકાવી રાખવા અને સફળ બનાવવા માટે તનતોડ મહેનત કરવી પડે છે. જેનાથી લગ્ન જીવન સફળ રહે.

થોડા સમય પહેલા એક લગ્નની ચર્ચાએ સોશિયલ મીડિયામાં જોર પકડયું હતું. આજે અમે તમને એક એવા લગ્ન વિષે જણાવવા જઈ રહ્યા છે જેને જાણીને તમે પણ કહેશો કે માણસનું નસીબ ગમે ત્યારે બદલાઈ જાય છે. આ ઘટના ઇંદોરની બાજુમાં આવેલા જાવરા ગામના પઠાનકોલીની છે. જેમાં એક તૂટેલા ફૂટેલા ઘરમાં રહેતી શાહિસ્તા નામની યુવતીની નસીબ એવું ચમક્યું કે તેના લગ્ન બાદ તે હેલિકોપ્ટરમાં બેસીને સાસરે ગઈ હતી. દીકરીને વિદાઈ આપતા સમયે ફળ વેચનારા પિતા અને સિલાઈ કરીને ગુજરાન ચલાવનાર માતાની આંખમાં આંસુ આવી ગયા હતા.

પિતાએ આંખમાં આંસુ સાથે જણાવ્યું હતું કે, મારી દીકરી સાચે જ ખુશનસીબ છે. મેટ્રિક પાસ શાહિસ્તાનું કહેવું છે કે, મેં કયારે સપનામાં પણ વિચાર્યું ના હતું કે મારી સાથે નિકાહ કરવા કોઈ હેલિકોપ્ટર લઈને આવશે. મને ભગવાને માંગ્યા વગર આટલી બધું ખુશી આપી દીધી છે.

એક મીડિયા રિપોર્ટ અનુસાર, પઠાનટોલીમાં રહેનારી વાહીદ ખાનની દીકરી શાહિસ્તાની સગાઈ ત્રણ વર્ષ પહેલા રાજસ્થાનના કોટા જિલ્લાના સુંકેતમાં રહેતા ખનીજ વેપારી આરીફ ખાનના પુત્ર હાજી આસિફ સાથે કરવામાં આવી હતી.આસિફ ખાન અને તેની માતા શાહિસ્તાને જોવા માટે આવ્યા હતા. આસિફ ખાને પહેલી વારમાં જ શાહિસ્તાને પસંદ કરી લીધી હતી. આસિફે 50થી વધુ છોકરીઓ જોઈ હતી. પરંતુ શાહિસ્તાને જોતા જ તેની સાથેનો સંબંધ પાકો કરી લીધો હતો.

લગ્ન પહેલા શાહિસ્તાની માતાએ હતું કે, અમે ગરીબ લોકો અને તમે પૈસાદાર લોકો આ સંબંધ કેવી રીતે શક્ય છે. આ પર આસિફના માતા-પિતાએ કહ્યું હતું કે, અમે પૈસાદાર-ગરીબથી કોઈ મતલબ નથી. અમને શાહિસ્તા પસંદ છે. અમારે કંઈ જ નથી જોઈતું.

આસિફના નાના ભાઈ આદિલના લગ્ન પણ જાવરામાં થયા હતા. બંને ભાઈ એક જ હેલિકોપ્ટરમાં તેની દુલ્હનો સાથે વિદાઈ થયા હતા.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.