વરરાજા કન્યાને પહેરાવી રહ્યો હતો વરમાળા ત્યારે જ આવી ગયો કન્યાનો માથા ભારે આશિક, હાથમાં સિંદૂર લઈને કન્યાના સેંથામાં ભરી દીધું

ઘણા લોકો એવા હોય છે જે પોતાના પ્રેમને પામવા માટે આકાશ પાતાળ એક કરી દેતા હોય છે, તો ઘણા લોકો એવા કામ પણ કરતા હોય છે જેના કારણે આખી જિંદગી તેમને અફસોસ પણ કરવો પડતો હોય છે. પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જે જોઈને લોકો પણ હેરાન થઇ રહ્યા છે.

વાયરલ થઇ રહેલો વીડિયો સામે આવ્યો છે ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાંથી. જ્યાં એક લગ્નની અંદર જયારે વર-કન્યા એકબીજાને વરમાળા પહેરાવવાની તૈયારી કરી રહ્યા હતા ત્યારે જ કન્યાના પ્રેમીએ વરરાજાની સામે જ કન્યાના માથામાં સિંદૂર ભરી દીધું. આ જોઈને લગ્નમાં હાજર તમામ લોકો પણ હેરાન રહી ગયા હતા.

ત્યાં હાજર લોકોમાંથી કોઈ આ ઘટનાનો વીડિયો બનાવી લીધો અને તેને સોશિયલ મીડિયામાં વાયરલ કરી દીધો હતો. આ ઘટના બાદ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી અને તેમને પરિવારજનોને સમજાવીને આખો મામલો શાંત કરાવ્યો હતો.આ મામલો હરપુર બુધાત પોલીસ સ્ટેશન વિસ્તારનો છે.

લગ્ન દરમિયાન જ્યારે વર-કન્યા સ્ટેજ પર વરમાળાની વિધિ કરવા માટે તૈયાર હતા. ત્યારે જ દુલ્હનનો પ્રેમી સ્ટેજ પર ચઢી ગયો અને કન્યાના સેંથામાં સિંદૂર ભરી દીધું. આ ઘટના બાદ વાતાવરણ તંગ બની ગયું હતું. કન્યાના પરિવારજનોએ તરત જ 112 નંબર ડાયલ કરીને ફરિયાદ કરી હતી. માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને ત્યારબાદ મોડી રાત સુધી આ મામલો ઉકેલી શકાયો ન હતો. ગુરુવારે સવારે પંચાયત પછી વરરાજા તેની કન્યાને પોતાના ઘરે લઇ ગયો હતો.

પોલીસને જોતા જ પ્રેમીનો પારો ઉતરી ગયો અને ચુપચાપ તેના ઘરે ચાલ્યો ગયો. આ લગ્ન આખા વિસ્તારની અંદર ચર્ચાનો વિષય બનેલા છે. ગામના મોટા વૃદ્ધ લોકોએ આ મામલાને સાચવ્યો અને સવારે કન્યાને વરરાજા સાથે વિદાય આપી. આ મામલામાં આરોપી પ્રેમી વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવી. ગામના લોકોનું કહેવું છે કે હવે આ મામલાને વધારે આગ આપવી યોગ્ય નથી.

Niraj Patel