દિલધડક સ્ટોરી નીરવ પટેલ પ્રેરણાત્મક લેખકની કલમે વૈવાહિક-જીવન

થોડા સમયના સુખી લગ્નજીવન બાદ થતાં છૂટાછેડા વિશે આપનું શું માનવું છે? પત્ની પત્નીના ઝગડામાં બાળકનો શું વાંક? વાંચીને મંતવ્ય જરૂર આપજો

લગ્ન અને છૂટાછેડા બંને શબ્દો જ બોલતા વેંત ઘણું બધું કહી જાય છે. લગ્ન બોલતા જાણે કઈ ભેગું કર્યું હોય, ૨ વ્યક્તિ જોડાઈ હોય એવો આભાષ દિલને થાય અને છૂટાછેડા બોલવામાં જાણે કંઈક જુદું પડી રહ્યું હોય એવું લાગી આવે.
બે વ્યક્તિના સ્નેહ મિલનથી લગ્ન જીવન બંધાય છે, એ સમયની ખુશી, રોમાંચ અનેરો હોય, પણ જ્યારે એજ સંબંધ છૂટાછેડા સુધી પહોંચે એ સમયની ક્ષણો વિપરીત હોય છે. ક્યારેક ક્યારેક ઈશ્વરને આ સમયે ગાળો બોલવાની પણ ઈચ્છા થાય કે આવું જ જો થવાનું હતું તો બે પાત્રોને ભેગા જ કેમ કર્યા?

Image Source

સુખી સંસારની અપેક્ષા રાખતા મોટાભાગના લોકોના જીવનમાં છૂટા છેડાની આ ક્ષણ એક કાળા ડાઘ સમાન બનીને આવે છે. છતાં એ ડાઘ ને લૂછવાનો પ્રયત્ન કરીને આગળ વધવાનું નામ જીવન છે.

Image Source

કોઈપણ સ્ત્રી હોય કે પુરુષ, પોતાના જીવન સાથીથી છૂટું ના પડાય એ માટે સતત ચિંતિત હોય છે, પણ ક્યારેક કોઈ એક પક્ષ આ વિષે અલગ વિચાર ધરાવતું હોય અને ત્યારે જીવન ડામાડોળ ભરેલું બની જાય.

Image Source

છૂટાછેડામાં પતિ કે પત્ની પોતાનું જીવન ફરી તો શરુ કરી શકે પણ જો ખરેખર પીડાતું હોય તો તે એમનું બાળક છે. બંને પક્ષ લડે ઝઘડે, કોર્ટ કચેરીમાં જાય, છૂટા પડે પણ બાળક શું કરી શકે? તેના પર અધિકાર તો માત્ર કોઈ એકનો જ રહેવાનો! ખરી માતા અને ખરા પિતા સમાન પ્રેમ એમને કદાચ ના પણ મળી શકે, પુરુષને બીજી પત્ની મળી જાય અને સ્ત્રીને બીજો પતિ પણ મળી જાય, પણ ખરેખર બાળકને બીજા મા-બાપ મળે ખરા?

Image Source

બાળક બિચારું કઈ બોલી ના શકે કે એને કોની પાસે રહેવું હોય છે ? માનું હેત એને એક તરફ ખેંચી રહ્યું હોય તો બીજી તરફ પિતાનો વહાલ એને પોકારે છે, છતાં સમાજ કોર્ટ અને કેટલાક આગેવાનો ના નક્કી કર્યા અનુસાર એનું જીવન કોઈ એક પક્ષને સોંપી દેવામાં આવે છે. ખરેખર બાળક એ સમયે ખુબ પીસાય છે, પણ એનું સાંભળે કોણ? એ સમયે પતિ કે પત્નીને એ બાળકનો વિચાર નથી આવતો, બંને જણ પોતાના અહમને ખાતર બાળકના પ્રેમની બલી ચઢાવે છે. મોટાભાગના પ્રસંગોમાં આવું બનતું જોવા મળે છે, પણ ખરેખર જો બંને પક્ષ સાથે મળી અને આ બાબતનો વિચાર કરે તો કદાચ સમાધાન થવું શક્ય પણ બને છે. પરંતુ લગ્ન બાદ વિખુટા પડ્યા પછી બંને જણ વચ્ચે એવડી મોટી તિરાડ બની ગઈ હોય છે કે આ સમયે કોઈ નીચું મુકવા તૈયાર પણ નથી થતું. બંનેને પછી છૂટા પાડવામાં જ જાણે મઝા લાગતી હોય એમ લાગે, પણ છૂટા પડ્યા બાદ ગમે તે એક પક્ષ તો દુઃખી થાય છે જ, એ વાતમાં  સંપૂર્ણ સત્ય છે. એક પક્ષે જે ગુમાવ્યું છે તેનું દુઃખ કદાચ સામેનો પક્ષ નથી સમજી શકતો અને સમય આવે એ પણ દુઃખી થાય છે.

Image Source

આ વિષય પર જો લખવા જઇયે તો ઘણું બધું લખાય એમ છે. દરેકની વિચાર સરણી અલગ અલગ છે. આપ પણ આ વિષય પર આપનો અભિપ્રાય આપી શકો છો.
Author: નીરવ પટેલ “શ્યામ” GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.