પતિના શરીર ઉપર હતા ઘણા બધા તલના નિશાન, તો પત્નીએ તેના ઉપર રાઉન્ડ સર્કલ કરીને મોકલ્યો ડોક્ટર પાસે, પાછા આવીને જોયું તો…..

આપણે ત્યાં એવું કહેવામાં આવે છે કે શરીરના કેટલાક અંગો ઉપર તલ હોવું ખુબ જ શુભ છે. તો ઘણા લોકો એવા પણ હોય છે તેમના શરીર ઉપર ઘણા બધા તલ હોય છે, જેના કારણે તમેનો દેખાવ પણ થોડો અજીબ લાગે. પરંતુ આ તો કુદરતની દેન છે. એમાં માણસ શું કરી શકવાના ? પરંતુ હાલ એક એવો અજીબ કિસ્સો સામે આવ્યો છે જે જાણીને તમને પણ નવાઈ લાગશે.

આ અજીબો ગરીબ મામલો સામે આવ્યો છે અમેરિકાના વોશિંગટનમાંથી. જ્યાં એક મહિલાએ તેના પતિના શરીર ઉપર રહેલા તલ ઉપર પેનથી નિશાન બનાવીને તેને ડોક્ટર પાસે મોકલી આપ્યો હતો. મહિલા દ્વારા લેવામાં આવેલા આ પગલાં ઉપર ડોકટરે જે કર્યું તે ખરેખર હેરાન કરી દેનારું હતું.

બન્યું એવું કે અમેરિકામાં રહેવા વાળા એક વ્યક્તિના શરીર ઉપર ઘણા બધા તલ હતા. જેના માટે તેને ડોક્ટરની સલાહ લેવાની હતી. તેવામાં તેની પત્નીએ તેના શરીર ઉપર રહેલા તલ ઉપર કાળી પેન લઈને નિશાન બનાવી દીધા અને પતિ ડોક્ટરને બતાવવા ગયો, પરંતુ જયારે પતિ ડોક્ટરને બતાવીને ઘરે પરત આવ્યો અને તેનું શર્ટ કાઢ્યું ત્યારે પત્ની પણ હેરાન રહી ગઈ.

સ્કિન સ્પેશ્યાલીસ્ટ ડોકટરે તેની બીમારીથી જોડાયેલી નોટ્સ કાગળ ઉપર લખવાની જગ્યાએ તે વ્યક્તિના શરીર ઉપર જ્યાં તલ હતા ત્યાં જ લખીને રાઉન્ડ બનાવી દીધો. જેના કારણે તે સરળતાથી સમજી શકે કે કયો તલ નોર્મલ છે અને ક્યાં તલ માટે સર્જરી કરાવવાની જરૂર છે. ડોકટરના આ પ્રકારના રિએક્શનની ખુબ જ પ્રસંશા થઇ રહી છે.

ડોક્ટરનું કહેવું છે કે તલનો ઈલાજ કરાવવા વાળા લોકોની પત્નીઓ મોટાભાગે આ પ્રકારે સર્કલ બનાવીને તેમને ક્લિનિકમાં મોકલે છે. ડર્મેટોલોજિસ્ટ દ્વારા આ પ્રકારના તલ સામે ગુડ લખ્યું. જો કે કેટલાક તલ એવા પણ હતા જેની તપાસ કરાવવાની સલાહ પણ આપી. તલ ઉપર સર્કલની બહાર નોટ્સ લખવાનો આ વીડિયો મહિલાએ ટિક્ટોક ઉપર શેર કર્યો છે. જેના પર લોકો પણ આ મહિલાની પ્રસંશા કરી રહ્યા છે. લોકોનું માનવું છે કે આ પ્રકારની સુઝબુઝથી મોટા ખતરા સામે બચી શકાય છે.

Niraj Patel