ફ્રી બર્ગર ! ટેસ્ટી બર્ગર સાથે મળે છે ફ્રી વાઇફાઇ, ખાધા પહેલા જાણી લો આ વાત નહિ તો ચૂકવવા પડશે પૈસા…જુઓ તસવીર

બર્ગરનું જબરદસ્ત માર્કેટિંગ જોઇ તમે પણ રહી જશો દંગ, Free લખેલુ જોતા જ લોકો પહોંચ્યા પણ…

કોઇ પણ પ્રોડક્ટ વેચવા માટે જે સૌથી જરૂરી વસ્તુ હોય છે માર્કેટિંગ. આ એક એવું હથિયાર છે જેનાથી કોઇ પણ વસ્તુ વેચી શકાય છે. આ માટે કંપનીઓ પોતાના ત્યાં કેટલાકને નોકરી પર પણ રાખે છે. જે પોતાની માર્કેટિંગ સ્કિલથી કંપનીની પ્રોડક્ટ લોકો વચ્ચે અથવા તો માર્કેટમાં સરળતાથી વેચી શકે છે. પૈસાનું રોકાણ કરીને કોઈ પણ ધંધો શરૂ કરવો ખૂબ જ સરળ છે, પરંતુ જ્યાં સુધી તેનું માર્કેટિંગ ન થાય, તે પ્રોડક્ટ લોકો સુધી ન પહોંચે ત્યાં સુધી ધંધો મોટો થઈ શકતો નથી.

આજકાલ માર્કેટિંગ સાથે જોડાયેલ એક ખૂબ જ ફની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેને જોયા પછી અન્ય લોકોની જેમ તમે પણ પહેલી નજરે મૂંઝવણમાં પડી જશો. આ તસવીરમાં માર્કેટિંગનું એક અલગ સ્તર બતાવવામાં આવ્યું છે. જો કે, જ્યારે તમે એકદમ ધ્યાનથી આ જોશો તો તમે પણ હેરાન રહી જશો. એક તસવીરમાં તમે મોટા અક્ષરે Free Burger લખેલુ વાંચી શકો છો.

જો કે, મજાની વાત એ છે કે બર્ગર ફ્રીમાં વેચવામાં નથી આવી રહ્યું અને ના તો બર્ગર ફ્રીમાં વેચાય છે તેમ લખવામાં આવ્યુ છે. રોડની બાજુમાં પીળા રંગનું બોર્ડ દેખાઈ રહ્યું છે, જેમાં ફ્રી બર્ગર લખેલું જોવા મળે છે. ત્યાંથી પસાર થતા તમામ લોકો તેને જોવા માટે થંભી જાય છે. આ દરમિયાન ત્યાં ભીડ જોવા મળતા દુકાનના માલિકને પૂછવામાં આવ્યું કે આ શું અને કેમ લખ્યું છે, તો જવાબમાં દુકાનદારે આખી હકિકત કહી.

પ્રતિકાત્મક તસવીર

બોર્ડ પર જ્યારે દૂરથી જોવામાં આવે છે, ત્યારે ‘ફ્રી બર્ગર’ લખેલુ દેખાય છે, પણ જ્યારે નજીક જઇ જોઇએ તો ધ્યાનથી જોવા પર બોર્ડ પર ‘ફ્રી વાઈફાઈ’ અને ‘ગ્રેટ બર્ગર’ લખેલું દેખાય છે. ‘WiFi’ અને ‘Great’ એટલા નાના લખવામાં આવ્યા છે કે દૂરથી કશું જાણી શકાતું નથી. આ જ કારણ છે કે લોકો મૂંઝવણમાં મૂકાયા અને ફ્રી બર્ગર વાંચતા જ દુકાનમાં ગયા. આ જોયા બાદ એક યુઝરે લખ્યું, ‘છોરા ખેલ ગયા’, તો કેટલાક યુઝર્સ માર્કેટિંગની આ પદ્ધતિ જોઈને હસી રહ્યા છે.

Shah Jina