ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગ બોલ્યા- ફાયદાને કયારેય પણ યુઝરની સેફ્ટીથી ઉપર નથી રાખ્યો, નકારી હેટ સ્પીચને વધારો આપવાની વાત

ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગની તો પરેશાનીઓ ઓછી થવાનુ નામ જ નથી લઇ રહી. લગભગ 6 કલાક સુધી ફેસબુક ઠપ રહેવાને કારણે વિવાદથી હજી તો ઝુકરબર્ગ ઊભા નથી થયા ત્યારે હવે આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર એક નવો આરોપ લાગી ગયો છે. એક વ્હિસ્લબ્લોઅરે ફેસબુક પર આરોપ લગાવ્યો છે કે, તે યુઝર્સની સેફટીથી વધારે ફાયદા પર ધ્યાન આપે છે. હવે ઝુકરબર્ગે આ બધા આરોપોને નકાર્યા છે.

ઝુકરબર્ગે કહ્યુ કે, આ દાવામાં કોઇ જ હકિકત નથી. સોશિયલ મીડિયાનુ એક ડિવિઝન બાળકોને નુકશાન પહોંચાડે છે અને ફાયદાને સુરક્ષાના મુકાબલે વધારે ધ્યાન આપે છે. ઝુકરબર્ગે આ દાવાઓને ખોટો કરાર આપ્યો છે. ઝુકરબર્ગે ફેસબુક કર્મચારીઓને લખેલ નોટમાં પોતાની વાત રાખી છે. તેમણે કહ્યુ કે, આ તર્કમાં કોઇ હકિકત નથી કે અમે જાણી જોઇને આના કંટેંટને આગળ વધારીએ છીએ જે લોકોને નારાજ કરે અને તેમાં અમારો ફાયદો હોય.

વ્હિસ્લબ્લોઅર ફ્રાંસિસ હાઉગને અમેરિકી સીનેટની ઉપ-સમિતિ સામે હાજર થઇને ફેસબુકને લઇને મોટુ નિવેદન આપ્યુ હતુ, તે બાદ ઝુકરબર્ગની મુશ્કેલીઓ વધી ગઇ છે. તેમણે કંપની પર આરોપ લગાવ્યા કે તે પોતાના પ્લેટફોર્મ્સ પર ટીનેજ સેફ્ટી ખાસ કરીને ઇન્સ્ટાગ્રામ પર ફાયદો મેળવવા માટટે વિવાદ સમાધાન જેવા મુદ્દાને અવગણે છે. હાઉગનનું કહેવુ છે કે, કંપનીએ તેમના એ ઇંટરનલ સર્વેને છૂપાવી રાખ્યો છે, જેમાં ખુલાસો થયો કે કેવી રીતે ઇન્સ્ટાગ્રામનું એલ્ગરિધમ યુવાઓના મગજ પર નકારાત્મક પ્રભાવ પાડી રહ્યુ છે.

જણાવી દઇએ કે, વ્હિસ્લબ્લોઅર હાઉગન ફેસબુકના પૂર્વ કર્મચારી છે. તેમણે કંપનીની ફરિયાદ યૂએસ સિક્યોરિટીઝ એન્ડ એક્સચેંજ કમીશન સામે કરી છે. તેમાં ભારત સાથે જોડાયેલી કેટલીક ફરિયાદ પણ સામેલ છે. માર્ક ઝુકરબર્ગે પોતાના ઓફિશિયલ ફેસબુક એકાઉન્ટ પર પોસ્ટ કરી કહ્યુ કે, અમે છેલ્લા ઘણા વર્ષોથી ઇન્ડસ્ટ્રી અનુસાર લોકોની મજજ કરી છે. તેમના માટે કામ કર્યુ છે. અમને પોતાના પર ગર્વ છે.

સોમવારના રોજ ફેસબુકના Border gateway Protocol માં એક ટેક્નિકલ ફોલ્ટને કારણે ઇન્સ્ટાગ્રામથી લઇને વોટ્સઅપ અને ફેસબુક ઠપ થઇ ગયા હતા. ફેસબુક એન્જીનિયર્સે લગભગ 6 કલાકની મહેનત બાદ આને ઠીક કર્યુ હતુ. આ ટેક્નિકલ સમસ્યા અને હવે નવા ખુલાસા બાદ ઝુકરબર્ગને લગભગ 600 કરોડ ડોલરનું નુકશાન થયુ છે. રીપોર્ટ્સ જણાવે છે કે, કેટલાક જ કલાકની આ પરેશાનીને કારણે અમીરોના લિસ્ટમાં ઝુકરબર્ગ એક સ્થાન નીચે ખસી માઇક્રોસોફ્ટના સંસ્થાપક બિલ ગેટ્સના એક સ્થાન નીચે આવી ગયા છે.

Shah Jina